________________
૨૦૬ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૫૧ અનેક નદીઓના નીર વડે પણ તૃપ્ત થતો જ નથી. તેમ આ જીવનો વિષયોની તૃષ્ણા રૂપી ખાડો કદાપિ પૂરાતો નથી. આ તૃષ્ણા ઝાંઝવાના જલ જેવી અસત્-મિથ્યા છે. ઝાંઝવાના જલ માટે તૃષાતુર જીવ જેમ જેમ દોડે છે તેમ તેમ જલ વધુને વધુ દૂર જ દેખાય છે. તેમ આ તૃષ્ણા દિન-પ્રતિદિન વધે છે પરંતુ કદાપિ પૂરાતી નથી. તેથી વધારેને વધારે થાક જ લાગે છે. ભવોભવમાં ધનના ઘણા ઢગલા પ્રાપ્ત કર્યા. હવેલીઓ બાંધી સમુદ્ર જેટલાં જલપાન કર્યા, છતાં આ જીવ અધુરો જ રહ્યો છે. એટલે ખણવાથી ખસનો રોગ જેમ શમતો નથી, તેમ વિષયોની પ્રાપ્તિથી તૃષ્ણાનો રોગ કદાપિ શમતો નથી. નરેન્દ્ર-દેવેન્દ્ર અને ચક્રવર્તિત્વની પ્રાપ્તિથી પણ ભોગતૃષ્ણા આ જીવની અટકતી નથી. આવું સંસારનું સ્વરૂપ છે. એમ સમજીને આ બલાદષ્ટિમાં આવેલો મુમુક્ષુ મહાત્મા પોતાની ભોગતૃષ્ણાને રોકી લે છે. હાલ પોતાને
જ્યાં વર્તે છે ત્યાં વર્તવામાં સાધનભૂત એવી આવશ્યક પ્રાથમિક જરૂરિયાતોથી સંતોષ માને છે. સ્વભાવથી જ જે કાળે જે આહારાદિ મળે તેનાથી આનંદિત-સંતુષ્ટ થઈને પોતાના યોગમાર્ગની સાધનાના કામમાં મગ્ન થઇને વર્તે છે. તેનાથી અતિરિક્ત એવા અધિક અધિક ભોગોમાં તૃષ્ણાનો અભાવ થવાથી, અને પ્રાપ્તપરિસ્થિતિને અનુકૂળ વર્તવાવાળી પ્રકૃતિ બની હોવાથી વર્તમાન સાનુકૂળ કે પ્રતિકૂળ સંજોગોને સાનુકૂળ માની સંતુષ્ટ થઈ સુખમગ્ન થઈને અવધૂત યોગીની જેમ લહેરથી વર્તે છે. સદા મસ્તરાજ થઇને જ રહે છે. મનની ઉડાઉડ બંધ જ થઈ જાય છે. અને તેથી જ યોગમાર્ગમાં મનનું જે આસન જમાવ્યું છે. તે આસન વધારેને વધારે દૃઢ બને છે. સ્થિરતાવાળું બને છે. કારણકે જરૂરિયાતથી અધિક બાહ્યભાવોની ખોટી તૃષ્ણાનો જ અભાવ થવાથી જે ધર્મસાધનામાં જોડાય તે કોઈ પણ ધર્મ સાધનામાં વ્યાપકપણે તેનું મન સ્થિરતાયુક્ત સુખાસનવાળું જ કરે છે. અન્યત્ર પૌદ્ગલિક સુખ સામગ્રીમાં પરિભ્રમણ કરવાનો અભાવ થવાથી અહીં જ સ્થિરતાયુક્ત બને છે. કહ્યું છે કે
આપ સ્વભાવમાં રે અવધુ સદા મગનમેં રહના . જગત જીવ હૈ કર્માધીના અચરીજ કચ્છહ ન લીના | આપ૦ || તુમ નહી કેરા, કોઈ નહી તેરા, કયા કરે મેરા મેરા || તેરા હે સો તેરી પાસે, અવર સબ અનેરા આપવા શ્રી આનંદઘનજી !
આ દૃષ્ટિમાં આવેલા જીવને આવી દશા પ્રાપ્ત થાય છે. a૫ol
ફ્લેવાદ– આ જ વાત વધારે સ્પષ્ટતાથી સમજાવે છે.
अत्वरापूर्वकं सर्वं, गमनं कृत्यमेव वा । प्रणिधानसमायुक्तमपायपरिहारतः ॥५१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org