________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
૨૭૯
ગાથા : ૭૮
જેમ સર્પ સાકરમિશ્રિત દૂધનું પાન કરે તો પણ તે સર્પની અંદર વિષ હોવાથી દૂધ પણ વિષપણે જ પરિણામ પામે છે. તેવી રીતે આવા ભવાભિનંદી જીવોમાં આવેલું શાસ્ત્રીયજ્ઞાન-આગમબોધ પણ અસત્પરિણામોની વાસનાથી વાસિત થવાના કારણે અજ્ઞાન રૂપે જ બને છે. વિષતુલ્ય જ બને છે. અહંકાર અને મમકારનું જ કારણ બને છે. તેથી જ મિથ્યાત્વી જીવો નવ પૂર્વાદિનો શાસ્ત્રાભ્યાસ કરે, માખીની પાંખ પણ ન દુભાય તેવું ચારિત્ર પાળે તો પણ હૃદયમાં ભોગસુખની પ્રીતિ વિશેષ જ હોવાથી શરીર અને આત્માનું પારમાર્થિક ભેદજ્ઞાન ન થવાથી શરીરની જ સુખશીલવૃત્તિને પોષનારૂં આ જ્ઞાન તે અજ્ઞાન ગણાય છે. અને વિરતિ હોવા છતાં અવિરત જ ગણાય છે. શુભ યોગ માત્ર હોવાથી તજન્યપુણ્યના ઉદયથી નવ ત્રૈવેયક સુધી જઇ શકે છે. પરંતુ ભવભ્રમણ અટકતું નથી. જ્યાં સુધી ભવાભિનંદીપણું અટકતું નથી. ત્યાં સુધી જન્મ-મરણના ફેરામાંથી નીકળવાનું બનતું નથી. પરદ્રવ્ય-પ્રત્યેની પ્રીતિ જ સ્વભાવદશાથી વિમુખ કરાવનારી છે. તેથી એ જ મહાવિષ છે. મહામિથ્યાત્વ છે. તેનો સંગ જ જ્ઞાનાદિ ગુણોને પણ મિથ્યા કરે છે દૂષિત કરે છે. માટે આવા અશુભ પરિણામ યુક્ત બોધને નિયમા સુંદર કહેવાતો નથી. II૭૭ फलत एतदेवाह -
આ પ્રમાણે ઉપરોક્ત ચર્ચાનું ફળ શું આવ્યું? તે કહે છે.
एतद्वन्तोऽत एवेह विपर्यासपरा नराः ।
हिताहितविवेकान्धाः खिद्यन्ते साम्प्रतेक्षिणः ॥ ७८ ॥
ગાથાર્થ = આ કારણથી જ અહીં સંસારમાં આ અવેધસંવેદ્યપદવાળા જીવો વિપર્યાસ પરાયણ હોય છે હિતાહિતના વિવેકથી અંધ હોય છે. અને માત્ર વર્તમાનકાળને જ જોનારા તેઓ દુ:ખી થાય છે. ॥ ૭૮ ॥
–
?? 44
ટીકા - “તત્વનો’’- અવેદ્યસંવેદ્યપવન્ત: “અત ” ારાત્, ‘‘રૂઠ્ઠું'' लोके, “विपर्यासपराः ** વિપર્યાપ્તપ્રથાના ‘ના: ‘વિમિત્યાદ ’' ‘‘હિતાહિતविवेकान्धाः " एतद्रहिता इत्यर्थः । अत एवाह " खिद्यन्ते साम्प्रतेक्षिणः " वर्तमानશિન: મન્ત કૃતિ ॥ ૭૮ ।।
વિવેચન :-“અવેધસંવેદ્યપદ' મિથ્યાત્વ અવસ્થામાં હોય છે. ભવાભિનંદી જીવોને હોય છે. ભવનો જ રાગ હોવાથી દેહ અને દેહનાં સુખોની જ બુદ્ધિ હોય છે. અને તે સુખોના અતિશય રાગને લીધે “શુદ્ધ આત્મતત્ત્વ”નું લક્ષ્ય આવતું જ નથી. પરમાર્થ રુચતો નથી. આ કારણથી જ આવા મનુષ્યો વિપરીત બુદ્ધિવાળા કહેવાય છે. શરીરસુખના કારણે જ અભક્ષ્ય-અનંતકાયાદિને પણ ભક્ષ્ય માને છે. પરસ્ત્રી આદિને પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org