________________
ગાથા : ૨૫ યોગદૃષ્ટિ સમુચ્ચય
૧૨૧ પણ લેવાનું છે. સાર એ છે કે દશવિધ સંજ્ઞાવિષ્ઠભણમાં માત્ર આ ભવ સંબંધી સુખની સંજ્ઞાના ત્યાગની વાત છે જ્યારે ફલાભિસંધિરહિત નામના આ ત્રીજા લક્ષણમાં આ ભવ અને અન્યભવ એમ ઉભયભવ સંબંધી સાંસારિક સુખની સંજ્ઞાના ત્યાગની વાત છે. કારણકે આ ભવ કે પરભવ, એમ કોઈ પણ ભવ સંબંધી પૌગલિક સુખનો તે અભિપ્રાય અસુંદર છે. ઉપકારી નથી. જ્યાં સુધી સાંસારિક સુખોની ભૂખ બેઠી હોય ત્યાં સુધી આત્માર્થતા પ્રગટ થતી નથી. વીતરાગ પરમાત્માની પ્રીતિ-ભક્તિ-સાધના વીતરાગ થવા માટે છે. નહીં કે તુચ્છ અને અસાર સાંસારિક સુખો માટે, તેથી જ પૌલિક સુખનો અભિપ્રાય એ સુંદર નથી, ઉપકારી નથી, પ્રતિબંધ કરનારો છે. આત્મવિકાસનો રોધક છે.
પ્રશ્ન :- ફલાભિસંધિ યુક્ત એવું આ ધર્માનુષ્ઠાન (કુશલચિત્તાદિ) જે છે, તેને તમે “અસુંદર” કેમ કહો છો ! સર્વે પણ ધર્માનુષ્ઠાનો (કુશલચિત્તાદિ) કર્મક્ષયનો હેતુ હોવાથી સુંદર જ કહેવાય. સુંદરને અસુંદર કેમ કહેવાય! જે ધર્માનુષ્ઠાન મુક્તિપ્રાપક છે તેને અસુંદર કહેવાનું કારણ શું!
ઉત્તર :- દૂધ સુંદર છે. જીવન આપનાર છે. પરંતુ વિષમિશ્રિત દૂધ અસુંદર છે કારણ કે જીવનનો પ્રતિબંધ (નાશ) કરનાર છે. એક જ વસ્તુ સુંદર હોય તો પણ જ્યારે અન્ય મલીનતાથી મિશ્રિત હોય ત્યારે તે સુંદર વસ્તુ પણ અસુંદર બને જ છે. તેવી જ રીતે અહીં તત્તે ફલાભિસંધિથી, ૩પાત્ત પ્રાપ્ત કરેલું મિશ્ર થયેલું ગી=આ ધર્માનુષ્ઠાન પોતે જ સ્વત: પોતાની મલીનતાના બળથી પ્રતિબન્થસારસ્વત: મુક્તિ-પ્રાપ્તિમાં પ્રતિબંધ કરવાના બળવાળું હોવાથી અસુંદર ગણાય છે. અથવા તત્તે ફલાભિસંધિથીયુક્ત એવા અનુષ્ઠાનથી ૩૫ત્તિ પ્રાપ્ત કરેલું અર્થ આ સંસારસુખ પોતે જ મુક્તિમાં પ્રતિબંધ કરવાના બળવાળું હોવાથી તેવું ધર્માનુષ્ઠાન પણ અસુંદર છે. બન્નેનો ભાવાર્થ એ છે કે ધર્માનુષ્ઠાન સુંદર છે પરંતુ તેમાં જો ફલાભિસંધિરૂપ વિષ પ્રવેશ કરે છે તો તે ફલાભિસંધિવાળું ધર્માનુષ્ઠાન પણ અસુંદર બને છે કારણ કે તેવા પ્રકારની આસક્તિપૂર્વક કરાયેલા ધર્માનુષ્ઠાનથી બંધાયેલા પુણ્ય દ્વારા પ્રાપ્ત થતાં સાંસારિક-સુખો તીવ્ર આસક્તિ ઉત્પન્ન કરનાર થાય છે. આ તીવ્ર આસક્તિ ઉત્પન્ન કરનારાં સુખો આસક્તિજનન દ્વારા અનાસક્તભાવની પ્રાપ્તિનાં પ્રતિબંધક બને છે. કારણકે તેનું સ્વરૂપ જ આસક્તિભાવ લાવનારું છે. રાગભાવ સદા વીતરાગભાવને રોકનાર જ બને છે. તેવી જ રીતે સંસારિક સુખનો રાગ, અને તેવા રાગયુક્ત ભાવપૂર્વક કરાતું ધર્માનુષ્ઠાન વિષમિશ્રિત દૂધની જેમ મલીન હોવાથી મુક્તિનો પ્રતિબંધ કરવાના બળયુક્ત છે. માટે આવું ધર્માનુષ્ઠાન ઉપકારી નથી, પરંતુ પતદિતં તેવા પ્રકારના ફલાભિસંધિના અભિપ્રાય વિનાનું, વે આ ધર્માનુષ્ઠાન કવિતાથન=મુક્તિનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org