SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૨૫ “फलाभिसन्धिरहितं"भवान्तर्गतफलाभिसन्ध्यभावेन । आह-असम्भव्येव संज्ञाविष्कम्भणे पूर्वोदितफलाभिसन्धिः । सत्यमेतत् तद्भवान्तर्गतफलमधिकृत्य, इह तु तदन्यभवान्तर्गतमपि सामानिकादिलक्षणफलमधिकृत्य गृह्यते, तदभिसन्धेरसुन्दरत्वात् तदुपात्तस्यास्य स्वतः प्रतिबन्धसारत्वतः । एतद्रहितं चेदमपवर्गसाधनं, स्वप्रतिबन्धसारं तु तत्स्थानस्थितिकारि एव, तथास्वभावत्वात्, गौतमभगवद्बहुमानवत्, एवम्भूतस्यैव योगनिष्पादकत्वात् । न हि अशालिबीजात्कालेनापि शाल्यङ्करः । एतत्तु अभिन्नग्रंथेरपि तदैवं भवति चरमयथाप्रवृत्तिकरणसामर्थ्येन तथाविधक्षयोपशमसारत्वादप्रमत्तयतेः सराग-स्यैव वीतरागभावकल्पम् । “સંશુદ્ધ"નું ત્રીજું લક્ષણ જણાવે છે કે સાંસારિક-સુખોના ફળની અપેક્ષા વિનાનું જે કુશલચિત્તાદિ છે. તે સંશુદ્ધ યોગબીજ છે. મુક્તિ પ્રાપ્ત કરવી છે. વીતરાગ થવું છે. વીતરાગ પ્રત્યે પ્રીતિ કરવી છે, તો પછી સાંસારિક-સુખોની ઇચ્છા તે ધર્માનુષ્ઠાન કાલે કેમ કરાય ! આવી ઇચ્છા કરવી તે “નિયાણું” કહેવાય, ભગવંતના શાસનમાં નિયાણું કરવાનો નિષેધ છે. તથા પરમપદ તરફ લઈ જાય એવી વીતરાગ પરમાત્માની ભક્તિ કરીને પરિમિતકાલવર્તી અને અનેક વિડંબનાઓથી વાસિત, અને વિયોગકાળે અતિશય દુઃખોની પરંપરાને જ સર્જનાર એવાં ભૌતિક સુખોની ઇચ્છા કેમ કરાય ! માટે પરમાત્મા પ્રત્યેનું આ કુશલચિત્તાદિ યોગબીજ ભવની અંતર્ગત સંસારસુખરૂપ જે ફળો છે તેના અભિપ્રાયથી (આશયથી) રહિત હોય છે. અને તેવા યોગબીજને સંશુદ્ધ યોગબીજ કહેવાય છે. પ્રશ્ન :- સંશુદ્ધનાં આ ત્રણ લક્ષણો પૈકી “સંજ્ઞાવિષ્ઠભણ” નામનું બીજું લક્ષણ હમણાં જે કહેવામાં આવ્યું, તે લક્ષણમાં દશવિધ સંજ્ઞાના ત્યાગની અંદર પરિગ્રહસંજ્ઞા અને લોભસંજ્ઞાનું વિખંભણ આવે છે. તેથી આ કુશલચિત્તાદિ યોગબીજ સંજ્ઞાઓના વિખંભણવાળું હોવાથી પરિગ્રહ અને લોભ સંજ્ઞાને અટકાવનાર બને જ છે. તો સાંસારિક સુખના ફળનો અભિપ્રાય થવો સંભવિત જ નથી અર્થાત્ ફલાભિસંધિ-રહિતત્વ લક્ષણ તેમાં અંતર્ગત થઈ જ જાય છે. તો પછી આ ત્રીજું ફલાભિસંધિરહિત એ લક્ષણ કરવાની જરૂર શું ? ઉત્તર :- તમારો પ્રશ્ન બરાબર છે. પરંતુ દેશવિધ સંજ્ઞાવિષ્ઠભણમાં પરિગ્રહ અને લોભનો જે વિખંભ કહ્યો છે તે તમવંતે વર્તમાનભવની અંદર ભાવિમાં મેળવવારૂપ સાંસારિકસુખાત્મક ફળને આશ્રયી કહ્યો છે. રૂદ તુ=અને અહીં આ ત્રીજા લક્ષણમાં જે ફલાભિસંધિરહિતતા જણાવી છે તે તમવ =વર્તમાનભવથી અન્યભવ સંબંધી અર્થાત્ પરભવની અંદર પ્રાપ્ત કરી શકાય તેવું સામાનિકદેવ સંબંધી દ્ધિ આદિ (ઇદ્રની સમાન ઋદ્ધિવાળા દેવપણું અથવા ચક્રવર્તી, વાસુદેવ સંબંધી ઋદ્ધિવાળાપણું ઇત્યાદિ પારભવિક) ફળને આશ્રયીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001092
Book TitleYogadrushti Samucchay
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2000
Total Pages630
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy