________________
૧૨૨ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૨૫ સાધન બને છે. નિયાણાની બુદ્ધિ વિનાનું આ ધર્માનુષ્ઠાન મલીન આશય રહિત હોવાથી મુક્તિ-પ્રાપ્તિનો પ્રતિબંધ કરતું નથી. પરંતુ સાધન બને છે.
પ્રશ્ન :- સાંસારિક સુખના ફલાભિસંધિવાળું આ ધર્માનુષ્ઠાન મલીન હોવાથી વિષમિશ્રિત દૂધની જેમ જો મુક્તિ-પ્રાપ્તિના પ્રતિબંધના સારવાળું હોય, તો ધારો કે તે જ ધર્માનુષ્ઠાન સંસારસુખના ફલાભિસંધિ રહિત કરીએ, પરંતુ ભવોભવમાં મને આ ધર્માનુષ્ઠાન જ પ્રાપ્ત થજો, એમ તે ધર્માનુષ્ઠાનની જ આસક્તિપૂર્વકનું ધર્માનુષ્ઠાન જો સેવાય તો તો મુક્તિપ્રાપક બને કે નહીં ? અર્થાત્ કોઇપણ વિવક્ષિત સેવાતા એવા ધર્માનુષ્ઠાનના રાગ પૂર્વકનું કરાતું ધર્માનુષ્ઠાન મુક્તિનું પ્રતિબંધક બને કે પ્રાપક બને ?
ઉત્તર - તુ-વળી, પ્રતિવસ્થસારં=સ્વ એટલે અત્યારે સેવાતું કુશલચિત્તાદિ જે ધર્માનુષ્ઠાન છે તેનો પોતાનો જ પ્રતિબંધવિશેષ હોય, અર્થાત્ આસક્તિ વિશેષ હોય, એવા તે અનુષ્ઠાનના જ પ્રતિબંધના (આસક્તિના) બળવાળું સેવાતું ધર્માનુષ્ઠાન તથાસ્વમાવત્વ–આ આત્માને ત્યાંને ત્યાં જ બાંધી રાખવાના તેવા પ્રકારના સ્વભાવવાળું હેવાથી તસ્થાસ્થિતિરિ પુર્વ આ આત્માને તે જ ગુણસ્થાનકમાં સ્થિતિ કરાવનારું જ બને છે. અર્થાત્ આગળ આગળના વિકાસને સંધનાર બને છે. જેમ શ્રી ગૌતમસ્વામી મહારાજાને ભગવાનું શ્રી વર્ધમાનસ્વામી ઉપર અતિશય બહુમાન હતું. પરંતુ તેમનો રાગ તેઓને ત્યાં જ અટકાવનાર બન્યો, પ્રભુ પ્રત્યેનો રાગ ઘણો જ ઉપકારી છે. સંસારનો રાગ ઘટાડવામાં આવશ્યક છે. પરંતુ સંસારનો રાગ નાશ પામ્યા પછી તજવા જેવો પણ છે, નહિ તો વીતરાગદશાનો પ્રતિબંધક જ બને છે. જેમ કાંટો કાઢવા માટે પગમાં નાખેલી સોય કાંટો નીકળી ગયા પછી કાઢવાની જ હોય છે. તેમ આઠમા આદિ ગુણસ્થાનકોમાં આરોહણ કરવા માટે પ્રશસ્ત રાગ પણ ત્યજવા યોગ્ય છે. અન્યથા તે પ્રશસ્ત પણ રાગ મુક્તિનો પ્રતિબંધક બને છે. તેવી જ રીતે ધર્માનુષ્ઠાનનો રાગ પણ આ આત્માને તે જ ધર્માનુષ્ઠાનમાં પકડી રાખે છે. ઉત્તરોત્તર વિકાસ સાધવામાં પ્રતિબંધક બને છે. માટે સંસારસુખના ફલાભિસંધિ રહિતનું ધર્માનુષ્ઠાન હોય તો જેમ અપવર્ગસાધન બને છે તેમ તે તે ધર્માનુષ્ઠાનના પોતાના પણ પ્રતિબંધ વિનાનું જે ધર્માનુષ્ઠાન હોય તે જ મુક્તિપ્રાપક બને છે. આ પ્રમાણે અત્યન્ત ઉપાદેયબુદ્ધિવાળું મોહજન્ય દશવિધ સંજ્ઞાના વિધ્વંભણવાળું, અને ઉભયભવના સંસારસુખ સંબંધી ફલાભિસંધિરહિત તથા તે તે ધર્માનુષ્ઠાનની પોતાની પણ આસક્તિ વિનાનું આ કુશલચિત્તાદિ જે યોગબીજ એ જ સાચું યોગબીજ છે. કારણ કે વધૂતર્થવ આવા પ્રકારનું (ઉપરોક્ત ત્રણે વિશેષણોવાળું) યોગબીજ હોય તો જ સંશુદ્ધ હોવાથી યોનિધ્યાત્વિા યોગનું નિષ્પાદક બને છે. જે અશાલિબીજ છે (અર્થાત્ શાલિનું-ડાંગરનું બીજ નથી, ઘઉં આદિ અન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org