SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથાર્થ = આવા પ્રકારના ભદ્રમૂર્તિવાળા મહાત્મા જીવને પોતાના અવંચપણાના ઉદયથી શુભ એવો નિમિત્તસંયોગ થાય છે. I॥૩૩॥ ગાથા : ૩૩ ટીકા -‘Íવિધરૂ ગૌવસ્ય'-અનન્તરોવિતતક્ષળયોશિનો, ‘“મત્રમૂર્તઃ પ્રિયવર્ણનસ્ય, ‘મહાત્મન: ’સીર્થયોોન । જિમિત્યાહ-‘“શુદ્ર: ’-પ્રશસ્ત્ર:, इत्याह-“निमित्तसंयोगः " - सद्योगादिसंयोगः, सद्योगादीनामेव निःश्रेयससाधनનિમિત્તત્વાન્ । ‘‘નાયતે ’’ ત કૃત્સાહ-‘‘અવગ્નજોદ્યાત્’’-વઢ્યમાળસમાધિવિશેષોત્યારિત્યર્થ: રૂરૂ = ૧૪૯ વિવેચન :-આવા પ્રકારના જીવને, એટલે કે હમણાં જ ૩૨મી ગાથામાં કહેલા દુ:ખી જીવો પ્રત્યે અત્યંત દયા આદિ ત્રણ લક્ષણોથી યુક્ત એવા જીવને યોગ્યકાળે અવશ્ય શુભ નિમિત્તોનો સંયોગ થાય છે. ત્રણ લક્ષણોથી યુક્ત આ જીવ કેવો છે! ભદ્રમૂર્તિ જેની મૂર્તિ-આકૃતિ ભદ્ર છે. કલ્યાણકારી જેની મુખમુદ્રા છે. જેને જોતાં જ વ્હાલ-પ્રેમ ઉપજે છે. જેનું હૈયું તદન નિખાલસ હોવાથી મુખના હાવભાવ નિર્દોષ છે. એવા પ્રસન્ન મુદ્રાવાળાને આ નિમિત્તસંયોગ મળે છે. વળી આ જીવ કેવો છે! તો ગ્રંથકાર કહે છે કે જે મહાત્મા છે. મહાન છે આત્મા જેનો અર્થાત્ નજીકમાં જ કલ્યાણ થવાનું હોવાથી ઉત્તમવીર્યનો યોગ જેને પ્રાપ્ત થયો છે એવા મહાત્મા જીવને શુભ નિમિત્તયોગ થાય છે. અત્યાર સુધી જેનું વીર્ય પૌદ્ગલિકસુખમાં જ વપરાતું હતું. તેને બદલે જેની કંઇક આત્મદૃષ્ટિ ખુલી છે એટલે જેના વીર્યનો ઉપયોગ (પુરુષાર્થ) આત્મહિતકારી કાર્યો તરફ વળ્યો છે એવા આ ભદ્રમૂર્તિમહાત્મા જીવને સીર્યના યોગના કારણે પુણ્યોદય થવાથી આપોઆપ શુભ નિમિત્તસંયોગ પ્રાપ્ત થાય છે. શુભ એટલે પ્રશસ્ત અથવા ઉત્તમ એવાં નિમિત્તોનો સંયોગ. અહીં નિમિત્તમાં સદ્યોગાદિ સમજવાં કે જે હવે પછીની ગાથામાં જેનું સમાધાન વિશેષ કહેવાના છે એવા અવંચકના ઉદયથી સદ્યોગદિ (મન-વચન અને કાયાનો શુભયોગ, શુભક્રિયા, અને શુભફળ રૂપ) નિમિત્તોનો યોગ થાય છે. અને એ જ મુક્તિને સાધવામાં નિમિત્ત બને છે. Jain Education International "" જે આત્મા દુ:ખી પ્રત્યે દયા આદિ ગુણોવાળો થાય છે તે કંઇક ઉત્તમ-લઘુકર્મી બન્યો છે. લઘુકર્મિતા એ જ આત્માની પવિત્રતા કરનાર હોવાથી ભાવપુણ્ય કહેવાય છે. પુનાતિ આત્માનામિતિ પુખ્તમ્ =મોહનીયકર્મના ક્ષયોપશમને ભાવપુણ્ય કહેવાય છે. આ ભાવપુણ્ય એ કંઇ કર્મ નથી પરંતુ કર્મોની હીનતારૂપ છે. જેમ લોહચુંબક લોઢાને ખેંચે તેમ આ ભાવપુણ્ય જ શુભ નિમિત્તોને ખેંચી લાવે છે. માનવભવ, જૈનશાસનની For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001092
Book TitleYogadrushti Samucchay
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2000
Total Pages630
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy