________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૩૩
૧૫૦
પ્રાપ્તિ, સદ્ગુરુનો યોગ, તેમની વાણી રૂપી અમૃતનું પાન, ધર્મક્રિયામાં ઓતપ્રોતતા, સતત જ્ઞાન-ક્રિયાનું સેવન, આ બાહ્ય શુનિમિત્તો છે. અને તેના દ્વારા મન-વચન-કાયાના યોગો શુભ થવા=એટલે કે આત્મહિતકારી કાર્યોમાં મન-વચન-કાયાનું જોડાવું અથવા સદ્ગુરુનો મીલાપ થવો તે શુભયોગ, શાસ્ત્રજ્ઞાન અનુસારે ધર્મકાર્યોમાં પ્રવૃત્તિ કરવી તે શુભક્રિયા અને તેનાથી જન્ય કર્મોની નિર્જરા થવી તે શુભફળ આ ત્રણે અભ્યન્તર શુભનિમિત્તો છે. ઉત્તમજીવને જ પોતાની પાત્રતાના (લઘુકર્મિતાના) કારણે જ બાહ્ય અને અભ્યન્તર આ શુભનિમિત્તોની પ્રાપ્તિ થાય છે. આ જે શુભનમિત્તો છે તે મુક્તિની સાધનામાં અવસ્થ્ય કારણ બને છે. મોહનીય અને જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ જીવને ઉત્તમ બનાવે છે. અને તેની ઉત્તમતાથી ખેંચાઇને શુભમિત્તોનો જીવની સાથે સંયોગ કરાવે છે. આ શુભિનિમત્તો ઉપાદાનની (આત્માની) કલ્યાણકારી શુદ્ધિનું પ્રધાન કારણ બને છે. અને તે શુદ્ધિ મુક્તિદાયક બને છે.
યોગ-ક્રિયા-અને ફળ આ ત્રણે અનાદિકાળથી આજ સુધી તીવ્રમોહોદયના કારણે પુદ્દગલસુખનો રાગ હોવાથી (આત્માને છેતરનારાં) વંચક હતાં, જ્યારે હવે આ રાગ મંદ થયો હોવાથી મોહનીયકર્મના ક્ષયોપશમના કારણે આ જ યોગ-ક્રિયા અને ફળ (આત્માને ન છેતરનાર, આત્માના હિતને ન રોકનાર, બલ્કે હિત કરવામાં સહાયક) “અવંચક” બને છે. આ રીતે અવંચકતાના ઉદયથી યોગ-ક્રિયા અને ફળરૂપ નિમિત્તો શુભ-પ્રશસ્ત કહેવાય છે. અને આ સત્ (પ્રશસ્ત) એવાં યોગાદિત્રિક મુક્તિની સાધનાનાં અવસ્થ્ય નિમિત્ત બને છે.
ઉપાદાન અને નિમિત્તની અલ્પ ચર્ચા
આ ગાથામાં ગ્રંથકારશ્રી પ્રશસ્ત નિમિત્તોથી મુક્તિની સિદ્ધિ જણાવે છે. તથા સંસારમાં પણ કોઇ કાર્ય કરવું હોય તો ઉપાદાન અને નિમિત્ત એમ બન્નેના યોગથી જ કાર્ય થતું દેખાય છે. બેમાંથી કોઇપણ એક કારણ ન હોય તો કદાપિ કાર્ય થતું નથી. જેમ કે ઘડો બનાવવો હોય તો તેનું ઉપાદાન કારણ માટી પણ જોઇએ અને નિમિત્તકારણ દંડ-ચક્રાદિ પણ જોઇએ જ, પટ (વસ્ત્ર) બનાવવું હોય તો તેનું ઉપાદાનકારણ તન્તુ પણ જોઇએ, અને તન્તુનો સંયોગ કરનાર તુરી-વેમાદિ, પણ જોઇએ જ, બીજમાંથી અંકુરા ઉત્પન્ન કરવા હોય તો ઉપાદાન કારણ બીજ પણ હોવું જોઇએ, એ જ રીતે નિમિત્તકારણ પૃથ્વી (માટી, ખાતર) પાણી અને પવન પણ જોઇએ જ, તેવી જ રીતે આત્માનું હિત કરવું હોય તો એટલે કે મોહનીય આદિ ઘાતીકર્મોનો ક્ષયોપશમ કરી જ્ઞાનાદિ ગુણમય રત્નત્રયી પ્રાપ્ત કરવી હોય તો ઉપાદાન કારણ (એવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org