________________
૧૨૬
યોગદષ્ટિ સમુચ્ચય
ગાથા : ૨૫
થયેલી હોવાથી તે પ્રકૃતિનાં જ રહસ્યો ખુલ્લાં કરાતાં જાય છે વિષયસુખો અમારાં લાગે છે. સંસાર ઝેર જેવો લાગે છે. વિપ્રિયંક્ષાના કારણે જ દિન-પ્રતિદિન સાંસારિક સુખ ઝેર જેવું લાગવું. પ્રકૃતિ ઉપરની પ્રીતિ ઉડી જવી, તેનો વિશ્વાસ ન કરવો, તેનાથી દબાયેલા ન રહેવું ઇત્યાદિ રહસ્યોને કરનારું આ યોગબીજ છે એમ જાણવું.
(૫) સમુન્નારસ એટલે સમત્તા, વિન્ટેન=નાસનન, પ્રકૃતિને અને પ્રકૃતિજન્ય વિકાર-વાસના અને મોહને ચારે તરફથી પ્રબળ પ્રકારે હણનારું આ યોગબીજ છે. સારાંશ કે આ યોગબીજ પ્રકૃતિને અને પ્રકૃતિજન્ય વિકારોને મંદ કરનારૂં જાણવું.
(૬) માયાનોપાનિં-આત્માને આત્માર્થતાના આગમનનું (આત્મતત્ત્વની પ્રાપ્તિનું) જાણે આ યોગબીજ ભેટયું હોય તેવું છે. આત્માર્થતાના આગમનનું સૂચક છે. આ યોગબીજ જાણે આત્માને એમ સૂચવે છે કે મુક્તિપદ હવે તમને અતિશય નિકટતમ છે. એમ મુક્તિપદની પ્રાપ્તિના ઉપાયન (ભેટ)રૂપ છે. ચેતઃ શબ્દમાં + ડુત છે ત્યાં કહેલો ૨ શબ્દ આ છ વિશેષણોના સમુચ્ચય માટે છે. અને રૂત: શબ્દ સાતમાં વિશેષણમાં લેવો
() ફતવત્તાસમવેશ આ યોગબીજ મુક્તિપદની પ્રાપ્તિના ઉપાયન રૂપ ભેટયા રૂપ છે આ કારણથી જીવને આગળથી સમાચાર મળી જાય છે કે મારું મુક્તિપદ હવે નિકટ છે. મારા આત્માનું શુદ્ધ-બુદ્ધ-નિરંજન-નિરાકાર-નિર્મળ સ્વરૂપ મને નજીકમાં જ મળવાનું છે તેથી અદમ્ય ઉત્સાહથી, સર્વ પ્રકારના પોતાના બળને એકઠું કરીને તે આત્મ-તત્ત્વની પ્રાપ્તિને ઉચિત એવા ધર્મતત્ત્વોની વિચારણામાં જ પ્રવેશ કરાવનારું, સતત તત્ત્વવિચારણામાં ડૂબાડૂબ રાખનારું આ યોગબીજ છે. જેમ આગળથી ખબર પડે કે નજીકના કાળમાં વિશિષ્ટ અતિથિ ઘેર આવવાના છે. તો તેની તડામાર તૈયારીઓ ચાલે, કુટુંબના સભ્યો સાથે મીટીંગો ગોઠવાય, તેવી રીતે અહીં આત્માને તે મુક્તિપદને ઉચિત તત્ત્વચિંતનમાં પ્રવેશ (ગરકાવ) કરાવનારું આ યોગબીજ છે.
(૮) સ્થિપર્વતપરમવF-અનાદિકાળથી જામ થયેલા અને ગાઢ (ઘનીભૂત) બનેલા એવા રાગ અને દ્વેષ આદિ દોષોની બનેલી જે ગાંઠ છે. તે ગાંઠરૂપી પર્વતને ભેદવામાં પરમવજ સમાન આ યોગબીજ છે. જેમ ઇંદ્ર મહારાજા વજવડે પર્વતોને ભેદે છે તેમ આ આત્મા આ યોગબીજ વડે રાગાદિની ગાંઠને ભેદે છે. તેથી ગ્રંથિરૂપી પર્વતને ભેદવામાં પરમ વજતુલ્ય આ યોગબીજ છે.
(૯) નિયમીત્તરિ જો કે ઈંદ્રના વજવડે પર્વતોનો ભેદ થાય છે. તો પણ જેમ તોફાની પવનવડે સામાન્ય પર્વતો કંપે છે છતાં મેરૂપર્વત કલિયુગના તોફાની પવનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org