________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૨૫
વડે પણ કંપતો નથી તેમ મેરૂપર્વત જેવો કોઇ મોટો પર્વત કદાચ ઇંદ્રના વજ્રવડે ન ભેદાય, એમ પણ બને, પરંતુ આ યોગબીજ તો નિયમા તે ગ્રંથિને ભેદનાર જ છે. ઇંદ્રનું વજ્ર કોઇક પર્વતનો ભેદ કરી શકે અને મેરૂપર્વત જેવા કોઇ શાશ્વત પર્વતનો ભેદ ન કરી શકે એવું પણ બને છે પરંતુ આ યોગબીજમાં તેવું બનતું નથી. તે તો નિયમા
ગ્રંથિનો ભેદ કરે જ છે. જીવને સમ્યગ્દર્શન પમાડે જ છે.
(૧૦) મવાળપનાયનાલયઢા=જન્મ-જરા-મૃત્યુ આધિ-વ્યાધિમય જે આ મવ સંસાર છે તે મહાન્ ચારચારક (બંદીખાનું અર્થાત્ જેલ) છે કારણ કે કોઇ જીવ તેમાંથી છટકી શકતો નથી. ગમે તેવો સુખી-નિરોગી-ધનવાન્ અને લાગવગવાળો હોય અર્થાત્ ચક્રવર્તી કે ઇંદ્ર હોય તો પણ ઉપરોક્ત દુઃખોમાંથી ભાગી શકતો નથી. માટે જ જન્માદિ દુ:ખોમય આ સંસાર એ ચારક (જેલખાનું) છે. તેને થવાની (સમાપ્ત થવાની) આ યોગબીજ એ જાણે વ્હાલપટા=કાલઘંટા હોય તેવું છે. જેમ સ્કુલ પૂરી થવાનો કાળ થાય અને તે કાલે ઘંટ વાગે, અને દરેક વર્ગોમાંથી છોકરાઓ છૂટે તેમ આ યોગબીજ પ્રાપ્ત થતાં જ સંસાર રૂપ ચારકને પલાયન (પૂર્ણ) થવાની જાણે કાલઘંટા વાગી હોય તેમ જાણવું.
પલાયન=પલાયન
૧૨૭
(૧૧) તપસારારિfÎ=આત્માને અનાદિના વળગેલા એવા તે સંસારમાંથી આ આત્માનું અપસરણ (નીકળવાનું કામ) કરાવનારું આ યોગબીજ છે. એમ સંક્ષેપથી યોગબીજ પૂર્વના યોગાચાર્યોએ પણ સમજાવ્યું છે. અહીં આ યોગબીજનું વર્ણન ચાલે છે. ચોળવીનચિત્ત-એ પદ નપુંસકલિંગ છે. પરંતુ ‘‘તિક઼મતન્ત્રમ્’’-લિંગ કોઇને આધીન નથી એ ન્યાયથી, અને વેવા: પ્રમાળ-વગેરેના ઉદાહરણોથી ભિન્ન લિંગ પણ વ્યાકરણમાં અને આર્ષભાષામાં હોઇ શકે છે. તથા તેને અનુસરતું વર્ણન પણ ઉચિત અને સંગત થાય છે. માટે અમે તમામ વિશેષણો યોગબીજ એવા ચિત્તનાં જ સમજાવ્યાં છે. છતાં છેલ્લાં બે વિશેષણો સ્ત્રીલિંગ હોવાથી વિપ્રિયેક્ષા નાં કરવાં હોય તો પણ થઇ શકે છે કે પ્રકૃતિ પ્રત્યે જે વિપરીત ઇક્ષા (દૃષ્ટિ) થઇ છે તે ભવ રૂપ ચારકને પલાયન થવામાં કાલઘંટા સમાન છે અને તેમાંથી જીવને મૂકાવવાનું કામ કરનારી છે. પરંતુ આવો અર્થ કરીએ તો પણ આમો અને વિપ્રિયેક્ષામાં ચિત્તશબ્દથી લિંગ ભેદ છે. અને તે દરેક પદોને ચિત્તનાં વિશેષણ કરવાં જ પડે છે તો પછી વચ્ચેથી વિપ્રિયેશા પદ લઇ, તેનાં છેલ્લાં બે વિશેષણો લિંગની સમાનતા માટે જ કરવાં તેના કરતાં સર્વે વિશેષણો ચિત્તનાં કરીએ તો પણ અર્થ ભેદ થતો નથી. તેથી આત્માને પ્રાપ્ત થયેલું આ યોગબીજ જ આવું ઉત્તમ છે. જે સંસારસમાપ્ત થવાની સૂચના રૂપ છે. એમ વધારે સંગત લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org