________________
ગાથા : ૨૪ યોગદૃષ્ટિ સમુચ્ચય
૧૧૩ છે. એકવખત પૂજ્યભાવ પેદા થાય, અરોચકભાવ ટળે, તો બેડો પાર, મુક્તિ નજીકમાં આવી જ સમજો. માટે આ ભાવ સર્વપ્રધાન છે. જેમ જડ અચેતન એવું પણ દર્પણ મુખશુદ્ધિમાં પ્રતિબિંબ બતાવવા દ્વારા નિમિત્ત બને છે. તેમ પ્રભુની ભક્તિ શુદ્ધાત્મતત્ત્વની જાગૃતિ લાવવા દ્વારા આત્મકલ્યાણનું પરમ આલંબન બને જ છે. ૧૨૩. यदैतद् भवति तत्समयमभिधातुमाहઆ યોગબીજ જે કાલે આવે છે તે કાલ જણાવતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે
चरमे पुद्गलावर्ते, तथाभव्यत्वपाकतः । संशुद्धमेतन्नियमानान्यदापीति तद्विदः ॥२४॥
ગાથાર્થ = ચરમ પુગલપરાવર્તનના કાળમાં, તથા ભવ્યત્વનો પરિપાક થવાથી આ કુશલચિત્તાદિરૂપ સંશુદ્ધ યોગબીજ પ્રાપ્ત થાય છે. અન્યકાળે પણ (અચરમાવર્તમાં પણ) આ યોગબીજ આવે છે એમ નથી. એવું યોગાચાર્યો કહે છે. રજા
ટીકા ‘‘વર પુનાવ7 - રૂત્તિ પાનાનામાવર્તાતથતિથી तत्तद्ग्रहणसन्त्या-गाभ्यामिति पुद्गलावर्ताः, एते ह्यनादौ संसारे तथाभव्यत्वाक्षिप्ताः कस्यचित्कियन्तोऽपि इति वचनप्रामाण्याच्चरमपदे चरमावर्ताभिधानात् । अत्रापि कारणमाह "तथाभव्य-त्वपाकत:"-इति तथाभव्यत्वपाकेन ततस्तस्मात्मिथ्यात्वकटुकत्वनिवृत्त्या मनाक् माधुर्यसिद्धेः संशुद्धमेतजिनेषु कुशलादिचित्तम् “नियमात्" -नियमेन तथाभव्यत्वपाकभावेन कर्मणा तथा, अन्यदा संशुद्धवदसंशुद्धानुपपत्तेः। अत एवाह-"नान्यदापि-नान्यस्मिन्नपि काले प्राक् पश्चाच्च क्लिष्टाशयविशुद्धતરાશથયો ત્ “ત્તિ વિદઃ ” કૃત્યેવં યોગવિલોમવથતિ રજા
વિવેચન :- સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા પ્રત્યે કુશલ ચિત્તાદિરૂપ આ યોગબીજ આત્માનું તથાભવ્યત્વ પાકવાથી અન્તિમ પુદ્ગલ પરાવર્તનના કાલમાં જ જીવને આવે છે. પૂર્વકાલમાં કદાપિ આવતું નથી. અહીં કેટલાક પ્રશ્નો થવા સંભવિત છે કે (૧) પુદ્ગલ પરાવર્તન એટલે શું ? (૨) ચરમ એટલે શું ? (૩) તથાભવ્યત્વ એટલે શું ? અને (૪) તેનો પરિપાક એટલે શું ? આ પ્રશ્નોના ઉત્તરો ક્રમશઃ વિચારીએ.
(૧) આ સંસારમાં ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, ભાષા, શ્વાસોશ્વાસ, મન અને કાશ્મણ એમ આઠ જાતની ગ્રાહ્ય અને અગ્રાહ્ય અનંતી અનંતી પુદ્ગલપરમાણુઓના સ્કંધોની વર્ગણાઓ ભરેલી છે. આપણા જીવો પ્રત્યેક ભવમાં સંસારીજીવન જીવવા માટે ઉપરોક્ત વર્ગણાઓનાં પુદ્ગલો જરૂરિયાત મુજબ ગ્રહણ કરે છે અને જરૂરિયાત પૂરી ચો. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org