________________
૧૧૨
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૨૩
દ્રવ્યની ભક્તિ છે. તેથી હેય છે એમ જે કહે છે. તે તેઓનું અજ્ઞાન છે મિથ્યા છે કારણ કે જ્યાં સુધી સ્વભાવદશા પૂર્ણપણે પ્રગટે નહીં ત્યાં સુધી પર એવા પરમાત્માનું આલંબન જ ઉપકારી છે. બાળકને પોતાને જ્યાં સુધી બરાબર ચાલતાં આવડે નહીં ત્યાં સુધી ત્રણ પૈડાવાળી બાબાગાડીનું આલંબન જ ઉપકારી છે. જ્યારે સ્વયં ચાલતાં આવડી જાય છે ત્યારે બાબાગાડી આપોઆપ છૂટી જ જાય છે. બાબાગાડી ભલે જડ છે, તો પણ બાળકને સ્વયં ગતિમાનૢ કરાવવામાં કારણ છે. એમ આત્માને સ્વભાવદશા પ્રાપ્ત કરાવવામાં પરમાત્માની ભક્તિ અવશ્ય કારણ છે. પરમાત્મા ભલે વીતરાગ છે. ખુશ થવાના નથી. પરંતુ તેમના પ્રત્યેનો જે અનન્ય અહોભાવ-પૂજ્યભાવ ભક્તના હૃદયમાં વર્તે છે તે જ તેના કર્મોને તોડનાર છે. હૈયાનો પરમપવિત્ર ભાવ જ કર્મનાશક છે. અને તેમાં ભક્તિ એ નિમિત્ત છે. તેથી વીતરાગ પરમાત્મા વીતરાગ હોવા છતાં અને અહીં આવવાના ન હોવા છતાં તેમના પ્રત્યેનો આત્માનો પૂજ્ય ભાવ જ કર્મનો નાશક છે. માટે આવા મિથ્યા વિચારમાં ન ફસાવું.
આ મનશુદ્ધિ-વચનશુદ્ધિ અને કાયશુદ્ધિ એ ત્રણે સામસ્ત્ય-સમસ્તપણે આવી હોય તો એટલે કે ત્રણે શુદ્ધિ સાથે આવી હોય ત્યારે અથવા પ્રત્યેમાવામ્યાં=એકેક શુદ્ધિ આવી હોય ત્યારે તે ૫૨મ યોગબીજ બને છે. જો ત્રણેના સમુચ્ચયરૂપે શુદ્ધિ પ્રાપ્ત થઇ હોય તો તો યોગબીજ બને જ છે, પરંતુ મનશુદ્ધિ આદિ ત્રણમાંથી કદાચ એક શુદ્ધિ પ્રાપ્ત થઈ હોય તો તે એકશુદ્ધિ પણ (અલ્પકાળમાં જ ત્રણે શુદ્ધિને લાવનાર હોવાથી પ્રત્યેક શુદ્ધિ પણ) યોગબીજ બને છે. જેમકે જિનેશ્વર પરમાત્મા પ્રત્યે જો મનમાં કુશળતા (પૂજ્યભાવ) પ્રાપ્ત થયો, દ્વેષભાવ ગયો તો ગુણસ્તુતિ અને પ્રણામાદિ આવવાનાં જ છે. માટે સામસ્ત્યને પણ યોગબીજ કહેવાય છે અને પ્રત્યેકને પણ યોગબીજ કહેવાય છે. અહીં સામસ્ત્યભાવ અને પ્રત્યે માવ એમ ઊભય લેવાનું હોવાથી દ્વિવચન છે.
તથા આ યોગબીજ “અનુત્તમ” છે. મોક્ષની સાથે આત્માને જોડી આપે એવા શ્રેષ્ઠ અનુષ્ઠાનોની પ્રાપ્તિનું આ યોગબીજ કારણ છે. તેથી સર્વથી પ્રધાન છે. અહીં ‘અનુત્તમ’ શબ્દના નતત્પુરુષ અને બહુવ્રીહિ એમ બે સમાસ થાય છે. નતત્પુરુષ સમાસ અહીં કરવો નહીં, જેમ કે ન ધર્મ: કૃતિ અધર્મ:, ધર્મ નહીં તે અધર્મ, એવી જ રીતે ગુત્તમમ્=અનુત્તમમ્=ઉત્તમ નહીં તે અનુત્તમ, આ નતત્પુરુષ સમાસ છે તે અહીં સમજવાનો નથી. પરંતુ બહુહિ સમાસ કરવાનો છે. નાસ્તિ ઉત્તમ યસ્માત્ ત ્= જેનાથી ઉત્તમ બીજું કોઇ નથી તે અનુત્તમ જેમકે અનુત્તર વિમાન-જેનાથી આગળ કોઇ વિમાન નથી તે અર્થાત્ અંતિમવિમાન, તેમ અહીં અનુત્તમ એટલે સર્વશ્રેષ્ઠ-સર્વથા પ્રધાન એવો અર્થ કરવો, કારણ કે ભક્તિભાવ-પૂજ્યભાવ-બહુમાનનો ભાવ હ્રદયમાં ઉઘડવો એ જ સર્વવિષયોમાં પ્રધાનવિષય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org