________________
૧૮૩
ગાથા : ૪૩
યોગદૃષ્ટિ સમુચ્ચય સમર્પિત કરી દીધું હોય તેમ વર્તે છે. સાંસારિક સગા-સંબંધીનો મિલાપ તો સંસારમાં પુનઃ પણ પ્રાપ્ય છે. પરંતુ યોગીજનનો મિલાપ અત્યન્ત દુષ્માપ્ય છે એમ સમજી અત્યન્ત બહુમાનભાવ ધારણ કરે છે. જે શબ્દોથી વર્ણવી શકાતો નથી. આ પ્રમાણે યોગની કથા ઉપર અતિશય પ્રીતિ અને યોગીઓ ઉપર અતિશય બહુમાન ભાવ હોય છે. આ બન્ને થવાનું મૂલકારણ તો યોગમાર્ગ પ્રત્યેની પ્રીતિ અને બહુમાન છે. ટીકામાં વ પ્રથાને; જે શબ્દ છે. ત્યાં જ એટલે પાપ, મ =પાપરહિત, અકલ્કની (નિષ્પાપપણાની) છે પ્રધાનતા જેમાં એવા શુદ્ધ યોગવાળા મુનિઓ પ્રત્યે બહુમાન હોય છે. એવો શબ્દાર્થ કરવો. ૪૨ न केवलमयम्, किं च -
આ તારા દૃષ્ટિમાં ફક્ત આ જ ગુણસમૂહ આવે છે એમ નહી, પરંતુ બીજા ગુણો પણ આવે છે તે બીજા ગુણો ગ્રંથકારશ્રી સમજાવે છે.
यथाशक्त्युपचारश्च, योगवृद्धिफलप्रदः ।
योगिनां नियमादेव, तदनुग्रहधीयुतः ॥४३॥ ગાથાર્થ = પોતાના આત્મામાં યોગદશાની વૃદ્ધિના ફળને આપનારી એવી અને આ ક્રિયાથી મારો અનુગ્રહ જ થાય છે એવા પ્રકારની બુદ્ધિથી યુક્ત એવી યોગી મહાત્માઓની (સેવાભક્તિ કરવા રૂપ તેઓ) યથાશક્તિ સેવા (ઉપચાર) નિયમથી આ આત્મા કરે છે. | ૪.
ટીકા-“કથાત્તિ'' શવિવિત્યેન વિમિત્કાદ-“પરિશ્ચ' સિદ્ધિसम्पादनेन यथोक्तयोगिष्विति प्रक्रमः । स एव विशिष्यते "योगवृद्धिफलप्रदः" तत्सम्यक परिणामेन, “योगिनां नियमादेव''-नान्यथा तद्विघातहेतुरिति, “તનુયુતઃ-૩પવારપ્પાવવાનુગ્રહથીયુક્ત કૃત્યર્થ જરા
વિવેચન - આ દૃષ્ટિમાં આવેલા જીવને યોગિમહાત્માઓ પ્રત્યે હાર્દિક બહુમાન અતિશય હોય છે એ વાત ૪૨મી ગાથામાં કહી. તેના ફળરૂપે ઉપચાર (ભક્તિ-સેવા) પણ આ જીવને યોગી મહાત્માઓ પ્રત્યે નિયમા હોય છે એ વાત આ ૪૩મી ગાથામાં સમજાવે છે. સાચું બહુમાન હોય ત્યાં ભક્તિ-સેવા આવે જ, બહુમાનનું ફળ ભક્તિ-સેવા ૧ ૩ = એટલે પાપ અને મ = એટલે પાપવિનાનું. મેલવિનાનું નિર્મળ. સરળ. દંભવિનાનું
(જુઓ અભિધાન ચિન્તામણિ શ્લોક ૧૩૮૧ તથા શબ્દરત્નમહોદધિ ભાગ-૧ પૃષ્ઠ-૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org