________________
॥ શ્રી વીતરાય નમઃ ||
યાકિનીમહત્તરાસૂનુ-તર્કસમ્રાટ્-અધ્યાત્મચોગી સુરિપુરન્દર-આચાર્યમહર્ષિ-શ્રી હરિભદ્રસૂરિજી વિરચિત સ્વોપજ્ઞટીકા સંયુક્ત
શ્રી યોગદષ્ટિ સમુચ્ચય
ઉપોદ્ઘાત
“આત્માને મોક્ષની સાથે જે જોડે તે યોગ” અર્થાત્ આત્માનો આન્તરિક આધ્યાત્મિક વિકાસ ક્રમ. તેને યોગ કહેવાય છે. આ યોગ આત્મા ઉપર અનાદિકાળના લાગેલાં કર્મોનો ક્ષય કરનાર છે. કર્મગ્રંથ, કમ્મપયડી આદિ ગ્રંથોમાં મન-વચન-કાયાની શુભ-અશુભ પ્રવૃત્તિને જે યોગ કહેવાય છે. તે યોગ કર્મબંધનો હેતુ છે તે ગ્રંથોમાં યોગ એટલે યુંજન-સ્ફુરણ-પ્રવૃત્તિ કાયાદિ દ્વારા આત્મપ્રદેશોનું આન્દોલન એવો અર્થ છે. જે આત્માપ્રદેશોની અસ્થિરતા દ્વારા કર્મબંધ કરાવે છે. અને અહીં વપરાતો યોગશબ્દ કર્મક્ષય કરાવનાર છે તેથી બન્ને જગ્યાએ “યોગ” શબ્દનો પ્રયોગ સમાન હોવા છતાં પણ અર્થ ભિન્ન-ભિન્ન છે.
આત્મા ઉપર લાગેલાં કર્મોના વાદળને દૂર કરી પ્રગટ થયેલી ગુણવત્તા-ગુણોનો વિકાસ, ગુણોનો આવિર્ભાવ-પોતાના નિર્મળ સહજસ્વરૂપની પ્રાપ્તિ તરફનું જે ગમન તેને અહીં યોગ કહેવામાં આવશે. મોક્ષેળ યોનનાવિતિ યો:- આવો યોગ જે મહાત્મામાં હોય તે યોગિ કહેવાય છે.
તત્ત્વનો સાચો બોધ તે સમ્યજ્ઞાન તે જ્ઞાન દ્વારા તત્ત્વમાં હેય-ઉપાદેયરૂપે યથાર્થ નિવૃત્તિ અને પ્રવૃત્તિ એ જ સભ્યશ્ચારિત્ર છે. વસ્તુનું યથાર્થ સ્વરૂપ જાણવું પ્રથમ જરૂરી છે કે જેથી તે વસ્તુ ઉપકારી છે એમ જણાય તો પ્રવૃત્તિ કરી શકાય અને તે વસ્તુ અપકારી છે એમ જણાય તો નિવૃત્તિ કરી શકાય, માટે પ્રથમ સમ્યજ્ઞાન પ્રાપ્ત કરવું આવશ્યક છે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી “આ વસ્તુ આમ જ છે” એવી રુચિ-પ્રીતિ-વિશ્વાસ કરવો આવશ્યક છે. રુચિને સમ્યગ્દર્શન કહેવાય છે કે જેનાથી નિવૃત્તિ-પ્રવૃત્તિ નિર્ભયપણે અદમ્ય ઉત્સાહથી થાય છે.
જ્ઞાન તથા રુચિ મેળવ્યા પછી કરાતી નિવૃત્તિ-પ્રવૃત્તિને “સમ્યક્ચારિત્ર” કહેવાય છે. આ પ્રમાણે સમ્યગ્નાન-સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્ર એમ રત્નત્રયીનો મૂલ આધાર “જ્ઞાન” જ છે. આ જ્ઞાનને (સમજણશક્તિને) શાસ્ત્રોમાં બોધ કહેવાય છે. અને જે બોધ છે તે જ દૃષ્ટિ કહેવાય છે. આ આત્માની જે તરફ દૃષ્ટિ ઢળે છે તે તરફ જ વધારે ને વધારે રુચિ અને નિવૃત્તિ-પ્રવૃત્તિ હોય છે.
યો. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org