________________
૪૪૮ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૫૩ માત્ર દેખવું, રત્નોનું જ્ઞાન મેળવવું અને રત્નોની પ્રાપ્તિ થવી એ ત્રણની જેમ આ ત્રિવિધ અનુષ્ઠાન જાણવું. પ્રથમનું અનુષ્ઠાન પાપબંધ કરાવનારું અને સંસારમાં રખડાવનાર છે. બીજું પુણ્યબંધ કરાવનારૂં અને દીર્ઘકાળે મુક્તિ આપનારું છે. તથા ત્રીજું નિર્જરા કરાવનારૂં અને અલ્પકાળે મુક્તિ આપનારૂં છે.
ભવાતીતાર્થાયી જીવોનું મન ઇન્દ્રિયજન્ય ભાવોમાં નિરુત્સુક હોય છે. ભવ સંબંધી ભોગોથી વિરક્ત હોય છે. તેઓમાં ગુણસ્થાનકની અવસ્થા પ્રમાણે ભેદ હોવા છતાં પણ “શમપરાયણ” એવો એક જ માર્ગ નિર્વાણપદનો હોય છે. અન્યદર્શનકારો આ નિર્વાણપદને સદાશિવ, પરબ્રહ્મ, સિદ્ધાત્મા ઈત્યાદિ ભિન્ન-ભિન્ન નામે બોલાવતા હોવા છતાં પણ તત્ત્વથી નિયમાં એક જ છે. કારણ કે નિર્વાણના લક્ષણમાં સર્વે વાદીને અવિવાદ છે તથા તે નિર્વાણ નિરાબાધ છે, અનામય છે, નિષ્ક્રિય છે અને જન્મ-મરણાદિ દુઃખોથી રહિત હોવાથી
પરમતત્ત્વ” છે. નિર્વાણ રૂપ આ પરમતત્ત્વ યથાર્થ જણાયે છતે તેની પ્રાપ્તિ માટેની ભક્તિમાં પ્રેક્ષાવાન પુરુષોને વિવાદ સંભવતો નથી. આ નિર્વાણપદ નિયમા “સર્વજ્ઞતા” પૂર્વક જ પ્રાપ્ત થાય છે. “સર્વજ્ઞતાની પ્રાપ્તિ” એ જ નિર્વાણપદનો સરળ અને અત્યન્ત આસન્ન માર્ગ છે. તેથી સર્વજ્ઞોમાં તત્ત્વથી ભેદ નથી. સર્વજ્ઞ એક સમાન છે.
સર્વજ્ઞો ત્રિકાળજ્ઞાની અને વીતરાગ હોવાથી સમાન છે એક છે, તો પણ કયા જીવનો ભવરોગ કેમ ટળે? તેના ઉપાય રૂપે તે તે જીવની યોગ્યતા પ્રમાણે ભિન્ન-ભિન્ન દેશના આપનારા ઉત્તમ વૈદ્યસમાન છે. જે જીવને જેવી દેશનાથી બીજાધાનાદિ થાય તથા ધર્મના સંસ્કારો સાનુબંધ (ગાઢ) થાય, તે રીતે તેઓ ધર્મદેશના આપે છે. એકકાળે એકજ પર્ષદામાં એક સરખી રીતે અપાતી ભગવાનની દેશના તેઓના અચિન્ય પુણ્યપ્રભાવથી જીવોને પોતપોતાની તથાભવ્યતાના પરિપાકને અનુસારું પરિણામ પામે છે. અને સર્વે શ્રોતાઓને પોતપોતાની ભાષામાં સંભળાય છે તથા ભગવાન જાણે મને જ કહેતા હોય તેમ લાગે છે. તથા ભગવાન પણ પુરુષની એક બાજુ ઢળેલી દૃષ્ટિને જોઈને તે દૃષ્ટિને બન્ને બાજુની કરવા માટે બીજી બાજુવાળી ધર્મદેશના પણ આપે છે. પરંતુ તત્ત્વથી તે એક જ હોય છે.
સર્વજ્ઞોનું આવું સ્વરૂપ છે. તે જાણ્યા વિના તેઓનો નિષેધ કરવો કે તેઓની વાણીનો પ્રતિકાર કરવો તે મહા-અનર્થકારી છે. જેમ જન્માંધ પુરુષો ચંદ્રનો નિષેધ કે ચંદ્રની ચાંદનીનું વર્ણન કરી શકે નહી, તેમ અર્વાગ્દષ્ટિવાળા જીવો સર્વજ્ઞનો નિષેધ કે તેના સ્વરૂપનો પ્રતિકાર કરે તે ઉચિત નથી. સજ્જન પુરુષો કોઈની નિંદા કે ખંડન સ્વભાવે જ કરતા નથી તો પછી આર્યપુરુષોની (એટલે કે સર્વજ્ઞ પુરુષોની) નિંદા કે ખંજન તો કરાય જ કેમ ? તેથી સર્વજ્ઞનો પ્રતિક્ષેપ કરવો તે પુરુષોને જિલ્લાચ્છેદથી પણ અધિક દુઃખદાયી લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org