________________
ગાથા : ૧૫૩
યોગદૃષ્ટિ સમુચ્ચય
૪૪૯
બરાબર ન જોયેલું, બરાબર ન સાંભળેલું અને બરાબર ન જાણેલું સજ્જન પુરુષો કદાપિ બોલતા નથી. તેઓ તો સારવાળું અને પરોપકારી જ વચન બોલે છે. તેથી પણ સર્વજ્ઞોની નિંદા, ટીકા કે પ્રતિક્ષેપ કરાય નહીં. તથા યોગીઓના જ્ઞાનનો (આગમનો) આધાર લીધા વિના અતીન્દ્રિયાર્થ જણાતો નથી, તેથી અતીન્દ્રિયાર્થો જાણવામાં અન્યતુલ્ય પુરુષોને આવા વિવાદ વડે સર્યું.
અતીન્દ્રિયાર્થ (આત્માદિ પદાર્થો) એકલા અનુમાન માત્ર વડે જાણી શકાતા નથી. કારણ કે સાવધાની પૂર્વક કરાયેલા અનુમાનથી સિદ્ધ થયેલો પણ અર્થ પ્રતિવાદીઓ દ્વારા જાતિ, નિગ્રહસ્થાન અને હેત્વાભાસ વડે અન્યથા જ સિદ્ધ કરાય છે. હવે જો વાદી વડે સિદ્ધ કરાયેલ અર્થ બરાબર જ હોત તો પ્રતિવાદી તેને અન્યથા કેમ કરી શકત? માટે એકલા અનુમાનથી અતીન્દ્રિયાર્થો જાણી શકાતા નથી. પરંતુ આગમજ્ઞાનથી અને તે પણ સર્વજ્ઞમૂલક આગમથી જણાય છે.
- જો એકલા હેતુવાદથી અતીન્દ્રિયાર્થી જણાતા હોત તો આટલો બધો કાળ ગયો, તેમાં પ્રાજ્ઞપુરુષો વડે નિર્ણય કરાયો જ હોત. પરંતુ નિર્ણય કરાયો નથી. વિવાદ ચાલુ જ છે. તેથી આવા પ્રકારના આ શુષ્ક તર્કો વડે સર્યું. તે કુતર્કો મિથ્યાભિમાન કરાવનારા હોવાથી મુમુક્ષુ આત્માઓએ ત્યજવા જ જોઈએ. જો કે મુમુક્ષુ આત્માઓએ તો કોઇ પણ જગ્યાએ આગ્રહ (કદાગ્રહ) રાખવો ઉચિત નથી. તો કુતર્કોનો આગ્રહ રાખવાથી શું લાભ? જે (ક્ષયોપશમ ભાવના) ધર્મોથી આ આત્માઓ ઉપરની શ્રેણીમાં ચડે છે. કેવળજ્ઞાન પામે છે. તેવા પ્રકારના સાધનભૂત ધર્મો પણ મુક્તિ-પ્રાતિકાળે તજવાના હોય છે. તો પછી આવા કુતર્કોનો તો આગ્રહ રખાય જ કેમ? તેથી કદાગ્રહ અને કુતર્કને ત્યજીને મુમુક્ષુ જીવોએ અતિચાર રહિતપણે મહાત્મા પુરુષોના માર્ગને જ અનુસરવું જોઇએ.
મહાત્મા પુરુષોનો માર્ગ આ પ્રમાણે છે. (૧) સૂક્ષ્મ પણ પરપીડા કરવી નહી. (૨) યથાશક્તિ પણ પરોપકાર કરવો. (૩) માત-પિતા-કલાચાર્યાદિ ગુરુવર્ગ, દેવતાઓ, વિપ્રો (બ્રાહ્મણો) જતિ-યોગીઓ અને
સંસારના ત્યાગી સન્તપુરુષોની સેવા-ભક્તિ-બહુમાન કરવું. | (૪) પોતાના કર્મોની પરવશતાથી પાપકર્મો કરવામાં જ ઓતપ્રોત એવા પાપી જીવો
ઉપર ભાવથી કરુણા કરવી પરંતુ દ્વેષ ન કરવો.
આવા પ્રકારના મહાત્મા પુરુષોના માર્ગને અનુસરવું એ જ ઉદેશ (આશય) આ ચોથી દૃષ્ટિમાં આવેલા જીવોનો હોય છે.
પ્રાદષ્ટિ સમાપ્ત
યો. ૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org