________________
૪૫૦ યોગદષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૫૪ एवं सप्रपञ्चं चतुर्थी दृष्टिमभिधाय पञ्चमीमभिधातुमाह
આ પ્રમાણે ચોથી દીપ્રાદેષ્ટિને સવિસ્તરપણે કહીને હવે પાંચમી સ્થિરા દૃષ્ટિ કહેવાનો પ્રારંભ કરે છે. (સપ્રપૐ શબ્દ પથાયનું ક્રિયા વિશેષણ કરવું, પરંતુ ચતુર્થી દઈનું વિશેષણ ન કરવું.)
स्थिरायां दर्शनं नित्यं, प्रत्याहारवदेव च ।
कृत्यमभ्रान्तमनघं, सूक्ष्मबोधसमन्वितम् ॥ १५४॥ ગાથાર્થ =સ્થિર દૃષ્ટિમાં બોધ નિત્ય (સ્થિર રહેનારો) હોય છે. વળી તે બોધ પ્રત્યાહાર એવા અંગવાળો હોય છે. વંદનાદિ ક્રિયા શ્રમ વિનાની અને અતિચાર વિનાની હોય છે. તથા આ બોધ સૂક્ષ્મબોધથી યુક્ત હોય છે. // ૧૫૪ ||
ટીકા-“fસ્થા” , ‘ ’ વોન્નક્ષ, “નિત્યપત્તિપતિ' निरतिचारायाम् । सातिचारायां तु प्रक्षीणनयनपटलोपद्रवस्य तदुक्तोपायानवबोधकल्पमनित्यमपि भवति, तथातिचारभावात् । रत्नप्रभायामिव धूल्यादेरूपદ્રવ: | “પ્રત્યાહારવફ્લેવ ર'' વિષયાસપ્રય સ્વરિત્તસ્વરૂપાનુળા વેન્દ્રિયા પ્રત્યાહાર: તવેતનમ્ | “કૃત્ય” વનતિ, “મષ્ઠાન્ત'' ધિकृत्य । अत एव "अनघमनतिचारत्वात् " एतदेव विशेष्यते- "सूक्ष्मबोधसमन्वितं" ग्रन्थिभेदावेद्यसंवेद्यपदोपपत्तेरित्ति ॥ १५४॥
વિવેચન :- કોઇપણ દૃષ્ટિઓના વર્ણનમાં ગ્રંથકાર બોધ, યોગનું અંગ, દોષત્યાગ અને ગુણ-પ્રાપ્તિ આ ચાર વસ્તુ બરાબર સમજાવે છે. એ પ્રમાણે આ ગાથામાં સ્થિર દૃષ્ટિ આબે છતે આ ચારે ભાવો જણાવ્યા છે. (૧) રત્નની પ્રભા જેવો નિત્ય બોધ, (૨) પ્રત્યાહાર નામનું પાંચમું યોગનું અંગ, (૩) ભ્રમદોષનો ત્યાગ. અને (૪) સૂક્ષ્મબોધ રૂપ ગુણની પ્રાપ્તિ.
હવે આપણે આ ચારે ભાવો કંઈક વિસ્તારથી સમજીએ.
પ્રન્થિભેદ થયા પછી મિથ્યાત્વનો ઉદય અટકવાના કારણે આ સ્થિર દૃષ્ટિ જીવને આવે છે. આ દૃષ્ટિકાળે જીવને સમ્યકત્વ અવશ્ય હોય છે. તે સમ્યકત્વ ત્રણ જાતનાં છે. ઔપથમિક, લાયોપથમિક અને ક્ષાયિક. તે ત્રણમાંથી ઔપશમિક અને ક્ષાયિક સમ્યકત્વમાં સમ્યકત્વમોહનીયનો ઉદય નથી. તેથી સમ્યકત્વમોહનીયના ઉદયના કારણે આવનારા શંકાકાંક્ષા-વિચિકિત્સા આદિ અતિચારો (દોષો) ત્યાં સંભવતા નથી. તેથી ક્ષાયિકાદિ બે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org