________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
યોગ્ય અયોગ્ય વિભાગ અણલહતો, કરશે મોટી વાતો જી | ખમશે તે પંડિત પરિષદમાં, મુષ્ટિ પ્રહાર ને લાતો જી ॥
ગાથા : ૨૨૭
જે અયોગ્ય શ્રોતાજનો છે. તે મૃગપરિષદ્ તુલ્ય છે. અને આ વીરવાણી સિંહનાદ જેવી છે. જેમ સિંહનાદ સાંભળીને મૃગલાઓનું ટોળું ભાગી જાય છે. ત્રાસ પામે છે તેમ તદ્દન નગ્ન સત્ય અને ચોક્ખી-સ્પષ્ટ વીરવાણી સાંભળીને આ અયોગ્ય અને અનધિકારી શ્રોતાજનોનું ટોળું તુરત જ ભાગી જાય છે. આવી આત્મસ્વભાવ સાથે યુંજન કરનારી મહાચમત્કારિક પરમાર્થસ્વરૂપને પ્રાપ્ત કરાવનારી સિંહનાદતુલ્ય વીરવાણી સાંભળવા માટે પુદ્ગલાનંદી વિષયસુખરસિક અલ્પ સત્ત્વવાળા કાયર જીવો રૂપી મૃગસમૂહ કેમ યોગ્ય ગણાય ? સુભટની જેમ વિજય પામવા માટે ખપી જવાની તૈયારીવાળાનું જ આ કામ છે. આત્માર્થ સાધવા નિકળેલા પરમસંવેગી અને તીવ્રવૈરાગી આત્માઓ જ આવા ગ્રંથના શ્રવણ માટે યોગ્ય ગણાય છે.
આ કારણથી જ યોગાચાર્ય પુરુષો યોગધર્મવિષયક આ ઉત્કૃષ્ટ ગ્રંથ અયોગ્ય પુરુષોના હાથમાં આપતા નથી. તેથી જ સૂરિપુંગવ શ્રીહરિભદ્રસૂરિજી મ. સાહેબ પણ જણાવે છે કે આ ગ્રંથ અયોગ્યના હાથમાં આપવા જેવો નથી. અમે આ ગ્રંથ આપવાનો જે નિષેધ કરીએ છીએ તે પણ તેઓ તરફના દ્વેષથી નિષેધ કરતા નથી. પરંતુ તેઓ તરફના આદરભાવના કારણે, પ્રેમ-વાત્સલ્યના કારણે નિષેધ કરીએ છીએ. કારણ કે આ ગ્રંથની પ્રાપ્તિથી તેઓમાં મૂલતઃ અયોગ્યતા હોવાથી તેઓનું અહિત-અકલ્યાણ થવાનો સંભવ છે. આ ગ્રંથદાનનો નિષેધ સાંભળીને પ્રથમ તો તેઓએ વૈરાગ્યાદિ ગુણ-સંપત્તિ અને ઉપશમભાવ મેળવવા પ્રયત્ન કરવો જોઇએ કે જેથી આ ગ્રંથ માટેની યોગ્યતા પ્રાપ્ત થાય. સાચા વૈદ્યો પણ દરદીની બરાબર નાડ જોઇ, પ્રકૃતિ પારખી, વય તપાસી, પાચનશક્તિ જાણી પછી જ ઉત્તમ ઔષધ આપે છે. યુવાનને આપવા જેવું ઔષધ બાળકને આપતા નથી. અને જો આપે તો નુકશાન જ થાય. તેવી જ રીતે સદ્ગુરુ રૂપી સુવૈદ્ય ભવરોગથી રોગી એવા આ જીવની યોગ્યતા જાણીને જ આ ગ્રંથ ભણાવવા રૂપી ઔષધ આપે છે. યોગ્યતા જેઓમાં નથી તેઓને આ ઔષધ આપવા જેવું નથી. આ જ વાત વધારે સ્પષ્ટતા પૂર્વક હવે પછીની ગાથામાં જણાવે છે. ॥ ૨૨૬ ।। किमेतदेवमित्याह
અયોગ્યને આ ગ્રંથ કેમ ન આપવો ? તે જણાવે છે अवज्ञेह कृताल्पापि, यदनर्थाय जायते । અતસ્તરિદ્વારાર્થ, ન પુનઃર્ભાવોષતઃ ॥ ૨૨૭
૫૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org