________________
૨૯૦ યોગદષ્ટિ સમુચ્ચય
ગાથા : ૮૧ (તવ) તારે (મિ) આ તૃણ વડે (યોગને %િ ) પ્રયોજન શું છે? તું શા માટે અતિશય તૃણની ઇચ્છા રાખે છે? (તેનોવત) તે રોગી પુરુષ વડે કહેવાયું કે ( છૂ) પામા-બસના રોગને (auq) ખણવાનો (વિનોદ્દન) આનંદ માણવો એ જ મારે પ્રયોજન છે. આ તૃણથી ખણજ ખણવાનો આનંદ માણી શકાય છે. (પથવી બાદ) વૈદ્યપથિકે કહ્યું કે (ચોવં) જો એમ છે અર્થાત્ ખસના રોગના કારણે ઘણી ખંજવાળ જ જો આવે છે. અને તેના માટે તારે તૃણનું પ્રયોજન હોય (તત: કિમિ) તો આ તૃણસમૂહવડે તારે શું કામ છે? (વછૂમેવ તે) તારી ખંજવાળ જ (સસરાત્રે ) સાત રાત્રિ માત્રમાં જ (અનિયમિ) દૂર કરી આપું. (ત્રિપટનાયા: ઉપયોr ) તું ત્રિફળાનો ઉપયોગ કર, તેનાથી તારી આ ખંજવાળ મૂળથી જ મટી જશે. જેથી તૃણની આવશ્યક્તા જ નહી રહે. ( પુનરાદ) તે રોગી પુરુષ ફરીથી વૈદ્યપથિકને કહે છે કે ( દ્વપમે) જો આ રીતે ખસનો રોગ દૂર થઈ જાય તો ( વુવિનોતામવે) ખણવાનો જે વિનોદ-આનંદ છે તેનો અભાવ થયે છતે (હિં પર્ત ગાવિત) મારી જંદગીનો અર્થ શું? મારું જીવન જ નિષ્ફળ છે. જો આ રીતે ખણવાનો આનંદ ન મળે તો, (ત) વિનોદના અભાવના તે કારણથી (સ્નિયા અત્ન) ત્રિફળા વડે મારે સર્યું. મારે ત્રિફળા લઈને આ ખસનો રોગ સર્વથા મટાડવો નથી. કારણ કે જો તે રોગ મટી જાય તો ખંજવાળ આવે નહીં, અને જો ખંજવાળ આવે નહીં તો તેને ખણવાનો વિનોદ મળે નહીં. અને ખણવાના વિનોદ વિનાનું મારું જીવન અને નિષ્ફળ લાગે છે. માટે તે વૈદ્યપથિક ! (તાનિ વવ વાણને) આ તૃણો કયાં મળે છે? (રૂદ્દેવ થય) આટલી જ વાત તમે મને જણાવો. મારે રોગ દૂર કરવાની કળા જાણવામાં રસ નથી પરંતુ ખણજ ખણવાના વિનોદમાં જ રસ છે. એમ આ શ્લોકનો ભાવાર્થ છે. હવે શબ્દાર્થ જોઈએ.
अक्षरगमनिका तु-"यथा कण्डूयनेष्वेषां तथैतेषां भवाभिनन्दिना "धीन तदिच्छापरिक्षये," न भोगेच्छानिवृत्तौ, तत्त्वानभिज्ञतयैव वयःपरिपाकेऽपि वाजीकरणादरात् । इच्छाग्रहणमिह भोगक्रियोपलक्षणम् ॥ ८१॥
શ્લોકગત શબ્દોના અર્થો આ પ્રમાણે છે. જેમ ખસના રોગવાળા આ જીવોને કંયનો (ખણવાના સાધનો)ને વિષે બુદ્ધિ-પ્રીતિ છે. પરતું મૂલથી ખસના રોગના નાશની ઇચ્છા નથી. તેવી જ રીતે આ ભવાભિનંદી જીવોની બુદ્ધિ પણ ભોગના સાધનોમાં જ હોય છે. પરંતુ તે ભોગની ઇચ્છાના નાશમાં, કે ભોગની ઇચ્છાની નિવૃત્તિમાં બુદ્ધિ હોતી નથી. યથાર્થ તત્ત્વનો બોધ ન હોવાથી (વયનો ઉંમરનો) પરિપાક થવા છતાં પણ વાજીકરણમાં જ એટલે કે વીર્યની અને કામવાસનાની વૃદ્ધિ કરે તેવા ઔષધો સેવવામાં જ આદરમાન હોય છે. અહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org