________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
વિવેચનઃ- સમાન એવાં ધર્મ-અનુષ્ઠાનો આચરવા છતાં ભવાન્તરમાં હીનાધિકપણે દેવસ્થાનની પ્રાપ્તિ થવા સ્વરૂપ ફળભેદમાં જો કોઇ કારણ હોય તો અનુષ્ઠાનો આચરતી વેળાનો આશયભેદ કારણ છે. એમ ઉપરની ગાથામાં સમજાવવામાં આવ્યું છે. પરંતુ ત્યાં પ્રશ્ન થાય છે કે બાહ્ય અનુષ્ઠાન સમાન આચરવા છતાં આવા પ્રકારનો આશયભેદ કેમ થાય છે? આશયભેદ થવાનું કારણ શું? તે આ ગાથામાં સમજાવે છે કે
ગાથા : ૧૧૯
આ લોકમાં વિવિધ દેવસ્થાનની પ્રાપ્તિ સ્વરૂપ ફળને પામનારા મનુષ્યોનો સમાન અનુષ્ઠાન આચરણ કાલે જે અનેકપ્રકારનો “આશયભેદ” છે તે રાગાદિ વડે થાય છે. તથા બુદ્ધિ આદિના ભેદથી થાય છે. આશયભેદ થવામાં મુખ્યત્વે બે કારણો ગ્રંથકારે બતાવ્યાં છે. (૧) રાગાદિ વડે અને (૨) બુદ્ધિ-આદિના ભેદ વડે આશયભેદ થાય છે.
૩૭૯
ધર્મ અનુષ્ઠાનો આચરતી વખતે હૃદયમાં રહેલા આશયો” (ભાવો, માનસિક વિચારો) વ્યક્તિએ વ્યક્તિએ ભિન્ન-ભિન્ન હોય છે. તેથી અગણિત અને અપાર હોય છે. તો પણ તે સર્વે આશયભેદનો મૃદુ-જન્ય, મધ્ય-મધ્યમ અને અધિમાત્ર=અધિકમાત્રા એટલે ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારના ભેદમાં સમાવેશ કરાયો છે. આ પ્રમાણે અનેકપ્રકારનો જે આશયભેદ છે તે ત્રણ પ્રકારનો કલ્પાય છે. તેથી તેના કારણ રૂપે રાગાદિ (રાગદ્વેષ અને અજ્ઞાનાદિ) દોષો પણ ત્રણ પ્રકારના કલ્પાય છે.
જે જીવના રાગ-દ્વેષ અને અજ્ઞાન આદિ દોષો મંદ બન્યા છે. અને વિશિષ્ટ દશાને પામ્યા છે તેવા જીવો તીવ્ર આશયથી (બહુ જ ઉંચા ભાવથી) ધર્મ-અનુષ્ઠાનો આચરે છે. એટલે ઉચ્ચકોટિના વૈમાનિકાદિ દેવસ્થાનની પ્રાપ્તિરૂપ પુણ્યફળ ભોગવનારા બને છે. જે જીવોના રાગાદિ આ ત્રણે દોષો મધ્યમ બન્યા છે તે જીવો મધ્યમભાવથી ધર્મ અનુષ્ઠાન આચરે છે. તેથી જ્યોતિષ્ક અથવા ભવનપતિ જેવા મધ્યમ દેવસ્થાનની પ્રાપ્તિ રૂપ મધ્યમ ફળને ભોગવનારા બને છે. અને જે જીવોમાં આ રાગાદિ દોષો તીવ્ર છે. તે જીવો જે ધર્માનુષ્ઠાન આચરે છે. તે અનુષ્ઠાનોમાં મંદ પરિણામ (આશય) હોય છે. એટલે વ્યંતર અથવા પરમાધામી જેવા કનિષ્ઠ દેવસ્થાનની પ્રાપ્તિ રૂપ જઘન્ય ફળને ભોગવનારા બને છે.
દેવસ્થાનની પ્રાપ્તિરૂપ ફળભેદનું કારણ આશયભેદ છે. અને આશયભેદનું એક કારણ રાગાદિ દોષોની મંદતા-મધ્યમતા અને અધિક્તા છે. હવે આશયભેદનું બીજું કારણ બુદ્ધિ આદિ છે. તે ગ્રંથકારશ્રી પોતે જ આગળની ૧૨૦મી ગાથામાં સમજાવે જ છે. || ૧૧૯ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org