________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
આ બુદ્ધિ આદિના ભેદને જ સમજાવે છે. बुद्धिर्ज्ञानमसम्मोहस्त्रिविधो बोध इष्यते । तद्भेदात्सर्वकर्माणि, भिद्यन्ते सर्वदेहिनाम् ॥ १२० ॥ ગાથાર્થ = બુદ્ધિ, જ્ઞાન અને અસંમોહ એમ ત્રણ પ્રકારનો “બોધ” શાસ્ત્રોમાં મનાયો છે. બોધના તે ત્રણ ભેદથી સર્વ પ્રાણીઓનાં સર્વ કાર્યો ભિન્ન (ફળ આપનારાં) બને છે. || ૧૨૦ ॥
૩૮૦
एनमेवाह
ટીકા -‘બુદ્ધિવંયમાાનક્ષા, ’’ ‘‘જ્ઞાનમપ્લેવમેવ, ‘‘અસમ્મો શૈવ, ’ “ત્રિવિધો બોધ કૃતે શાસ્ત્રપુ।'' “તમેતાવ્ બુદ્ધામિવાત્, ’’ ‘“સર્વવામાંળીાવીનિ, ’’ ‘“મિદ્યન્ત સર્વવહિનાં, ” હેતુભેવાત્ તમેત કૃતિ વૃત્તા ॥ ૧૨૦॥ વિવેચન :- “બુદ્ધિ, જ્ઞાન” અને “અસંમોહ” આ ત્રણેનાં લક્ષણો આગળ આવનારી ૧૨૧મી ગાથામાં કહે જ છે. તેથી બુદ્ધિ કોને કહેવાય? એવા પ્રશ્નનો ઉત્તર છે કે વક્ષ્યમાળનક્ષા-હવે કહેવાતા લક્ષણવાળી બુદ્ધિ છે. જ્ઞાન પણ એમ જ વક્ષમાણ લક્ષણવાળું સમજવું તથા અસમ્મોહ પણ એમ જ વક્ષ્યમાણ લક્ષણવાળો જાણવો. અર્થાત્ આ ત્રણેનાં લક્ષણો હવે પછીની ગાથામાં આગળ કહેવાય જ છે.
ગાથા : ૧૨૦
ધર્મ અનુષ્ઠાન આચરતી વખતે જે બોધ (અનુભવ) હોય છે તે બુદ્ધિ રૂપ, જ્ઞાન રૂપ, અને અસંમોહ રૂપ ત્રણ પ્રકારનો હોય છે. આ પ્રમાણે યોગસંબંધી શાસ્ત્રોમાં કહ્યું છે. બોધના ભેદથી અનુષ્ઠાનનો ભેદ થાય છે. અને અનુષ્ઠાનના ભેદથી ફળનો ભેદ થાય છે. કારણ કે હેતુભેદ (કારણભેદ) જ્યાં હોય ત્યાં અવશ્ય કાર્યભેદ થાય છે.
જેમ કે ત્રણ વ્યક્તિઓ દાન, શીયળ, તપ આદિ ધર્મ અનુષ્ઠાન સમાન કરે છે. પરંતુ એક વ્યક્તિ આ ભવ-પરભવ સંબંધી સંસારનાં સુખો આ ધર્મથી મળે એવી બુદ્ધિપૂર્વક તે અનુષ્ઠાનો આચરે છે. બીજી વ્યક્તિ આગમશાસ્ત્રોના જ્ઞાન વડે વિવેકપૂર્વક તે અનુષ્ઠાનો આચરે છે. અને ત્રીજી વ્યક્તિ આવી મોહદશા અને અજ્ઞાનદશા ત્યજીને કર્મોની નિર્જરાના અર્થે આ જ અનુષ્ઠાનો આચરે છે. અહીં ત્રણે વ્યક્તિ વડે આચરણ કરાતું દાનાદિ રૂપ ધર્માનુષ્ઠાન ભલે સમાન હોય તો પણ બોધના ભેદથી એટલે હૃદયમાં રહેલા આશય ભેદરૂપ અનુભવના ભેદથી ત્રણ પ્રકારનું થાય છે. એક અનુષ્ઠાન સંસારહેતુ, બીજું અનુષ્ઠાન દીર્ઘકાળે મુક્તિહેતુ અને ત્રીજું અનુષ્ઠાન અલ્પકાળે મુક્તિહેતુ બને છે. બુદ્ધિ, જ્ઞાન અને અસમ્મોહનો અર્થ હવે પછીની ગાથામાં આવે જ છે. તે સમજવાથી આ અર્થ વધારે સ્પષ્ટ થશે. ॥ ૧૨૦ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org