________________
૩૮૧
ગાથા : ૧૨૧
યોગદૃષ્ટિ સમુચ્ચય તત્ર ત્યાં બુદ્ધિ, જ્ઞાન, અસમ્મોહના અર્થ આ પ્રમાણે છે.
इन्द्रियार्थाश्रया बुद्धि-निं त्वागमपूर्वकम् ।
सदनुष्ठानवच्चैतदसंमोहोऽभिधीयते ॥ १२१॥ ગાથાર્થ = ઈન્દ્રિયોના વિષયોના આશ્રયવાળો જે બોધ તે “બુદ્ધિ” કહેવાય છે. આગમપૂર્વક જે બોધ તે “જ્ઞાન” કહેવાય છે. અને સદનુષ્ઠાનવાળું એવું જે આ જ્ઞાન તે “અસંમોહ” કહેવાય છે. / ૧૨૧
ટીકા “ક્રિયાથી શુદ્ધતીર્થયાને” “તમનવૃદ્ધિવ” | “જ્ઞાનં ત્યાનપૂર્વ” તીર્થયાત્રા વિવિજ્ઞાનવત્, “અનુષ્ઠાનવચૈતન્નાન” | મિત્કાદ-“મોહોમથીયતે'' વોયરાન રૂતિ ૫ ૨૨૧
વિવેચન - પૂર્વેની ૧૧૯મી ગાથામાં મંદ, મધ્યમ અને તીવ્ર એવા રાગાદિ દોષો વડે આશયભેદ વિવિધ છે એમ સમજાવવામાં આવ્યું. આ ૧૨૦-૧૨૧મી ગાથામાં બુદ્ધિ, જ્ઞાન અને અસમ્મોહના કારણે બોધભેદ (આશયભેદ) ત્રણ પ્રકારનો છે તે સમજાવે છે.
- પાંચ ઇન્દ્રિયોના વિષયોના આશ્રયે અનુષ્ઠાન આચરવાની ભાવના થવી તે બુદ્ધિ રૂપ બોધ કહેવાય છે. જેમ કે કોઈ સ્ત્રી-પુરુષો તીર્થયાત્રા કરવા જતા હોય તેઓના રૂપ-રંગને, વેશભૂષાને અને હાવભાવને ચક્ષુથી દેખીને ચાક્ષુષ રસથી પ્રેરાઈને મનમાં એવી બુદ્ધિ થાય કે હું પણ તીર્થયાત્રા કરવા જાઉં. આ બુદ્ધિ કહેવાય છે. એવી રીતે લોકમુખે તીર્થનું વર્ણન કર્ણ દ્વારા સાંભળીને શ્રોત્રેન્દ્રિયના વિષયના રસથી તીર્થયાત્રા કરવા જવાની ભાવના થાય તે પણ બુદ્ધિરૂપ બોધ છે. તથા છ'રી પાળતા સંઘમાં તીર્થયાત્રાએ જઈએ તો ત્યાં ખાવા-પીવાની સાનુકુળતા વધારે સારી રહે છે એમ સમજીને તીર્થયાત્રાએ જવાની ભાવના થાય તે પણ બુદ્ધિરૂપ બોધ છે. આ પ્રમાણે ઈન્દ્રિયોના સુખની પ્રધાનતાએ ધર્માનુષ્ઠાન કરવાની જે ભાવના થવી તે બુદ્ધિરૂપ બોધ છે. સારાંશ કે જે ધર્માનુષ્ઠાનો આચરવામાં ઇન્દ્રિયોના સુખોનો સવિશેષ આશય હોય તે બુદ્ધિરૂપ બોધ કહેવાય છે.
“આગમપૂર્વક જ્ઞાન રૂપ બોધ” = ઇન્દ્રિયોના સુખ માત્રની અપેક્ષા જેમાં નથી. પરંતુ વારંવાર આગમશાસ્ત્રોનું વાંચન અને શ્રવણ કરતાં કરતાં તે તે ધર્માનુષ્ઠાનોની વિધિનું જ્ઞાન પણ પ્રાપ્ત કર્યું છે. અને વિધિ તથા વિવેકની જાગૃતિપૂર્વક ધર્માનુષ્ઠાન કરવાની ભાવના થવી તે જ્ઞાનરૂપ બોધ કહેવાય છે. આ અનુષ્ઠાનો આચરવામાં ઇન્દ્રિયોના સુખની પ્રધાનતા નથી, પરંતુ આગમજ્ઞાનના અનુસાર વિધિની જાણકારી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org