SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૮ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૧૮-૧૧૯ અને કોઈ પરોપકાર કરવાનું પોતાનું કર્તવ્ય સમજીને કરતા હોય છે. તેથી તે ઇષ્ટાપૂર્વ આદિ અનુષ્ઠાનો સમાન આચરવા છતાં મૃત્યુ પામી કોઈ ભૂત-પ્રેતાદિ તુચ્છ વ્યંતરદેવમાં કોઈ ભવનપતિ જેવા વિશિષ્ટ દેવસ્થાનમાં, કોઈ જ્યોતિષ્ક જેવા વિશિષ્ટતર દેવસ્થાનમાં, અને કોઇ વૈમાનિક જેવા સર્વોત્તમ દેવસ્થાનમાં જન્મ પામવા સ્વરૂપ ફળભેદ પામે છે. તે જ પ્રમાણે હીનાધિક આયુષ્ય પ્રમાણ, હીનાધિકપણે ઐશ્વર્ય, હીનાવિકપણે જૈન-સમાજમાં પ્રભાવ અને હીનાધિકપણે શારીરિક રૂપ પ્રાપ્તિ આદિ ફળભેદને પણ પામે છે. આ કારણથી હૃદયગત તે અભિસન્ધિ (આશય) જ ફળસિદ્ધિમાં પ્રધાન કારણ છે. અહીં ખેતીમાં “બીજ, પાણી, ખાતર, હવા” અને “પ્રકાશ” એમ અનેક કારણો છે. તે સર્વે કારણો સાનુકુળ મળે તો જ ફલસિદ્ધિ થાય છે. તેથી પાંચ કારણો પોતપોતાના તરફનો સહકાર આપવામાં પ્રધાન જ છે. એકલું પાણી માત્ર પ્રધાન નથી. બીજ, ખાતર આદિ પણ પ્રધાનકારણ છે. છતાં “ખેતીકાર્યમાં જેમ પાણી” આવું જે આ દૃષ્ટાન્ત આપવામાં આવ્યું છે. તે લોકરૂઢિની અપેક્ષાએ જે પરમ છે. તે અપેક્ષાએ આ દૃષ્ટાન્ત છે એમ સમજવું. સંસારમાં કોઈ એક પુરુષને બીજો પુરુષ શાબાશી આપવાના આશયથી કમ્મરમાં ધબ્બો મારે છે ત્યારે પ્રથમ પુરુષને આનંદનું કારણ બને છે અને તે જ બીજો પુરુષ ક્રોધયુક્ત આવેશથી ધબ્બો મારે છે ત્યારે પ્રથમ પુરુષને રોષ-રીસ અને શોકનું કારણ બને છે. માટે “આશયભેદ” એ જ ફળભેદનું પ્રધાનતર કારણ છે. ૧૧૮ // अभिसन्धिभेदनिबन्धनान्याहઆશયભેદ થવાનાં કારણો જણાવે છે. रागादिभिरयं चेह, भिद्यतेऽनेकधा नृणाम् । नानाफलोपभोक्तृणां, तथा बुद्ध्यादिभेदतः ॥ ११९॥ ગાથાર્થ = નાનાવિધ ફળને ભોગવનારા મનુષ્યોનો આ આશયભેદ રાગાદિના કારણે તથા બુદ્ધિ આદિના ભેદથી અનેકપ્રકારનો હોય છે. / ૧૧૯ ટીકા -“રામિ. ” “ afમ”િ “દ નોલે, “મિત્તऽनेकधा नृणां" तन्मृदुमध्याधिमात्रभेदेन । किंविशिष्टानामित्याह "नानाफलोपभोक्तृणां तथा बुद्धयादिभेदतः" वक्ष्यमाणाद्भिद्यतेऽभिसन्धिरिति ॥ ११९॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001092
Book TitleYogadrushti Samucchay
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2000
Total Pages630
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy