________________
૩૬૮ યોગદષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૧0-૧૧૧ તેઓની ભક્તિ કરનારા પુરુષો પણ કોઈ એક દેવના રાગી હોય અને બીજા દેવના દ્વેષી હોય, અને કોઈ પુરુષ બીજા દેવના રાગી હોય અને અન્ય કોઈ દેવના દ્વેષી હોય. જેમ કે લક્ષ્મીદેવી ધનના સંબંધવાળી છે અને સરસ્વતી દેવી જ્ઞાનના સંબંધવાળી છે. તેને પૂજનારાઓમાં પણ ધનના અર્થી જીવો જેવી લક્ષ્મીદેવીની ઉપાસના કરે છે, તેવી સરસ્વતી દેવીની ઉપાસના કરતા નથી. અને જે જીવો જ્ઞાનના અર્થી છે. તેઓ સરસ્વતી દેવીની જેવી ઉપાસના કરે છે, તેવી લક્ષ્મીદેવીની ઉપાસના કરતા નથી. આ રીતે સંસારી દેવોને ઉદેશીને કરાતી ભક્તિ ચિત્ર (અનેક પ્રકારની) ભિન્ન-ભિન્ન હોય છે.
પરંતુ સંસારાતીત જે મુક્તદેવો છે. એટલે કે સંસાર ત્યજીને મોક્ષે ગયેલા દેવો છે. તેઓની ભક્તિ (તેઓને ઉદેશીને કરાતી ભક્તિ) અચિત્ર એક જ પ્રકારની છે. કારણ કે મુક્ત દેવો પણ એક જ પ્રકારના છે. મુક્તદેવોની ઉપાસના કરનારા યોગી મહાત્માઓનો ભક્તિ કરવાનો આશય પણ મુક્તિપ્રાપ્તિ રૂપ એક જ પ્રકારનો હોય છે. આ પ્રમાણે યોગસંબંધી જૈન-જૈનેતર શાસ્ત્રોમાં સંસારાતીત એવા મુકત દેવોની ભક્તિ અચિત્ર (સમાન) વર્ણવેલી હોવાથી પણ સમજાય છે કે મુક્ત-ગત સર્વે સર્વદેવો
સર્વશતાના ગુણથી” એક જ છે. એક સરખા=સમાન જ છે. હીનાધિક નથી. જો હીનાધિકપણે અસમાન હોત તો તેઓની ભક્તિ પણ સંસારી દેવોની જેમ જ ચિત્ર જણાવી હોત. આ યુક્તિ સર્વજ્ઞની એકતા (સમાનતા) માટે જણાવાઈ છે.
(અીં સૌવાધ્યાત્મવિક્તાપુ પદમાં “ અધ્યાત્મ''પદ છુટું પાડીને સ્વાધ્યાત્મચિન્તાશાસ્ત્ર શબ્દથી તદ્ધિતનો મ પ્રત્યય તચેતમ્ થી કરવો અને સિદ્ધ હેમવ્યાકરણ ૭-૪-૫ થી +ની વચ્ચે સૌનો આગમ થયેલો જાણવો. તૈયાયિકવૈયાકરણિક આદિ શબ્દોની જેમ) / ૧૧૦ | अमुमेवार्थं स्पष्टयनाहઆ જ અર્થને વધારે સ્પષ્ટ કરતાં જણાવે છે કે
संसारिषु हि देवेषु, भक्तिस्तत्कायगामिनाम् ।
तदतीते पुनस्तत्त्वे, तदतीतार्थयायिनाम् ॥ १११ ॥ ગાથાર્થ = સંસારવાસી દેવોની નિકાયમાં જવાની અભિલાષાવાળા જીવોની ભક્તિ સંસારી દેવોને વિષે હોય છે. અને સંસારથી અતીતાર્થ (એટલે મુક્તિ)માં જવાની અભિલાષાવાળા જીવોની ભક્તિ સંસારથી અતીત એવા (મુક્ત જીવો સ્વરૂપ) તત્ત્વને વિષે હોય છે. તે ૧૧૧ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org