________________
૪૮૦ યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૬૭-૧૬૮ “આ સાચું જળ જ છે” એવો દઢ આગ્રહ જેને થયો છે. તેવો કયો પુરુષ મૃગજળવાળા માર્ગ વડે આગળ ચાલવા પ્રયત્ન કરે? સારાંશ કે મૃગજળમાં જે પુરુષને “આ સાચું પાણી જ છે” એવી ઉદકબુદ્ધિ જેને થઇ છે. તે પુરુષ મૃગજળ જોઇને જ ગભરાઈ જાય છે. રખે, આ પાણીમાં હું ડૂબી જઈશ, આ પાણીનું પૂર મને ખેંચી જશે, ડૂબાડી દેશે, આ પાણીનાં મોજાં મને તાણી જશે. ઇત્યાદિ સમજીને જ્યાં ઉભો છે ત્યાં જ ઉભો રહે છે. પરંતુ પાણીના ડરના કારણે આગળ એક પગલું પણ ચાલતો નથી. તેવી જ રીતે ઇન્દ્રિયજન્ય સુખ એ મૃગજળતુલ્ય આભાસ માત્ર હોવા છતાં પણ જે પુરુષે તે સુખને જ સાચું સુખ માન્યું છે. તે પુરુષને આવી વિપરીત બુદ્ધિ થઈ હોવાથી મુક્તિના ઉપાયોમાં પ્રવૃત્તિ કરતો નથી. પરંતુ ઇન્દ્રિયજન્ય સુખોમાં જ સ્થિર રહે છે. મુક્તિના ઉપાયોમાં આગળ વિકાસ કરતો નથી.
ભાવાર્થ આ પ્રમાણે છે કે જે પુરુષે મૃગજળને જ સાચું જળ માની લીધું છે. અને આ સાચું જળ જ છે એવો દઢ આગ્રહ જેને વર્તે છે તે પુરુષ જે માર્ગે ઉભો છે. ત્યાં જ પાણીના ભયથી ગભરાયો છતો નક્કી ઉભો જ રહે છે. કારણ કે આ મૃગજળ એ જળ ન હોવા છતાં તે પુરુષને તેમાં જળબુદ્ધિનો પ્રવેશ થયો છે. આ સાચું જળ જ છે. એમ માની લીધું છે. તેથી તે પાણી મને ડૂબાડશે, હું તેમાં ડૂબી જઇશ. ઘણું ઊંડું હશે તો તરી શકીશ નહી. તેનાં મોજાંઓમાં હું ખેંચાઈ જઈશ. ઇત્યાદિ ભયોથી ગભરાયેલો તે પુરુષ જેમ ત્યાં જ રહે છે, એક પગલું પણ આગળ ચાલતો નથી. એવી જ રીતે ભોગના કારણભૂત એવા શરીર, ઇન્દ્રિયો, વિષયો અને તજન્યસુખો ઇત્યાદિ જંબાલ (કાદવ) તુલ્ય પ્રપંચમાં મોહિત થયેલો આ પુરુષ ત્યાં જ અવશ્ય ખેંચાયેલો જ રહે છે. પરંતુ જ્ઞાન, દર્શન અને ચારિત્ર સ્વરૂપ મુક્તિમાર્ગની આરાધના કરવામાં એક પગલું પણ આગળ ચાલતો નથી. આ ઇન્દ્રિયજન્ય સુખોમાં જ રચ્યો પચ્યો રહે છે.
આ “વિપર્યાસબુદ્ધિ” જ સર્વ દુઃખનું મૂળ કારણ છે. તે વિપરીત બુદ્ધિ જ આ જીવને ઉંધા પાટા બંધાવે છે. શરીરાદિ અનાત્મભાવોમાં આત્મબુદ્ધિ કરાવે છે. પદ્રવ્યમાં આત્મદ્રવ્યની બુદ્ધિ કરાવે છે અનાદિકાલીન એવી અવિદ્યા રૂપ વિપર્યાસથી ભોગના સાધનભૂત એવા દેહાદિમાં જ આત્મબુદ્ધિ કરાવે છે. તેના કારણે જ પોતાના આત્મસ્વરૂપને છોડીને પરપુદ્ગલ દ્રવ્યમાં આ જીવ રમે છે અને મનમાં ઉમંગ લાવીને વિષયોની તૃષ્ણારૂપી જળમાં જ ડૂબેલો રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org