________________
૪૮૧
ગાથા : ૧૬૯
યોગદષ્ટિ સમુચ્ચય પૂ. શ્રી દેવચંદ્રજી મહારાજશ્રીએ કહ્યું છે કે
“હું છોડી નિજ રૂપ, રમ્યો પર પુગલે | ઝીલ્યો ઉલટ આણી, વિષય તૃષ્ણાજલે કે ૧૬૭-૧૬૮ | मीमांसाभावतो नित्यं, न मोहोऽस्यां यतो भवेत् । अतस्तत्त्वसमावेशात्, सदैव हि हितोदयः ॥ १६९ ॥
ગાથાર્થ = નિત્ય મીમાંસા ભાવ હોવાના કારણે આ દૃષ્ટિમાં મોહ થતો નથી. આ કારણથી તત્ત્વપ્રાપ્તિના કારણે હંમેશાં હિતોદય જ થાય છે. || ૧૬૯ |
ટીકા-“નૌમાંસમાવત” ત્રિીરમાન, “નિત્ય સર્વાનં, “ મોદો'' છો “યતો ભવેત" | મતતસમાવેલિ {િUI,” “વૈવ હિતોત્યો” રણવિતિ | ૨૬૬
| વિવેચન :- આ દૃષ્ટિમાં વર્તતો જીવ સમર્થ એવો તત્ત્વચિંતક બને છે. તત્ત્વોની મીમાંસા કરનારો બને છે. સતત સદ્વિચાર રૂપ મીમાંસા (સૂક્ષ્મ તત્ત્વગવેષણા) હોવાના કારણે આ જીવને રાગ-દ્વેષ આદિ મોહ થતો નથી. મૃગજળને સાચુ જળ માની લેવાનો ભ્રમ થતો નથી. જે જીવ તત્ત્વ જાણે છે, તત્ત્વની મીમાંસા કરે છે તેનો મોહ (વિકાર, ભ્રમ કે રાગાદિ) ક્ષીણ પ્રાયઃ થઈ જાય છે.
આત્મા છે. તે નિત્ય છે. કર્મોનો કર્તા છે. કર્મોનો ભોક્તા છે. મોક્ષ છે. અને મોક્ષના ઉપાયો છે. ઇત્યાદિ આત્માનાં છ સ્થાનો સંબંધી સૂક્ષ્મ સૂક્ષ્મ તત્ત્વગવેષણામાં ઊંડો ઉતરતો જાય છે. તેના કારણે અન્યદર્શનકારોએ માનેલા ભ્રમો તૂટી જાય છે. અન્યદર્શનકારોએ પોતપોતાના પક્ષની સિદ્ધિ માટે કરેલી દલીલો નિર્મળ અને નિસ્તેજ છે એવું તેને સમજાય છે. આ કારણથી જ અનાદિની મિથ્યાત્વની વાસનાથી અન્ય અન્ય દર્શનોની માન્યતાઓ પ્રત્યે જે જે પ્રીતિ થઈ હતી તે તૂટતી જ જાય છે અને યથાર્થ સાચું શ્રુત પામતો જાય છે. જેથી નિર્મળ આત્મશુદ્ધિ થાય છે. સંસાર પ્રત્યેના ભાવો ક્ષીણપ્રાયઃ થાય છે. સંસાર ઉપરનો રાગ જ ઉડી જાય છે.
આ પ્રમાણે આત્માની બુદ્ધિ નિર્મળ થાય છે અને તેમાં યથાર્થ તત્ત્વનો સમાવેશ થવાથી દિન-પ્રતિદિન મોહનીયકર્મ ક્ષીયમાણ દશાવાળું બનવાથી સદા કલ્યાણનો ઉદય જ થાય છે. ગુણસ્થાનકોમાં ઊર્ધ્વરોહણ ચાલુ જ રહે છે. ૧૬૯ || યો. ૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org