________________
૭૪
યોગદષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૫
અનાદિકાળના ગાઢ અંધકાર મય ઓઘદૃષ્ટિમાંથી જીવ તુરત બહાર આવેલ હોવાથી મંદ છે. અને અલ્પકાળ જ રહેનાર છે. પરંતુ ત્રીજી બલા દૃષ્ટિમાં આવતાં આવતાં મિથ્યાત્વમોહનીયનો ઉદય વધારે મંદ થવાથી અને જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ વૃદ્ધિ પામવાથી વધારે સામર્થ્યવાળો અને કંઈક વધુ દીર્ઘકાળ રહે તેવો બોધ હોય છે. બલસામર્થ્યવાળો અને દીર્ઘકાલસ્થાયી બોધ થવાથી તેના સંસ્કારો વધારે ને વધારે મજબૂત પડતા જાય છે કે જે તીવ્રસૃતિની પટુતાનું કારણ બને છે. અને સંસ્કારો તીવ્ર પડવાથી તેનો આસ્વાદ દીર્ઘકાલીન રહેવાથી વંદનાદિ ધર્મક્રિયા કરવાના કાળે પણ તે બોધ, સંસ્કાર અને સ્મૃતિ ઝળહળતી રહે છે તેથી ધર્માનુષ્ઠાનો ઉપર કંઇક વિશેષ પ્રીતિભાવ જામે છે. આજ સુધી મિથ્યાત્વની તીવ્રતાના કારણે જેમ પૌદ્ગલિક સુખ અને સાધનો પ્રત્યે રાગ હતો તેને બદલે હવે મિથ્યાત્વ મંદ થવાથી અધ્યાત્મદષ્ટિની લગન લાગવાથી આત્મતત્ત્વના પરમાર્થ સ્વરૂપ પ્રત્યે પ્રીતિભાવ જન્મવાથી તેના કારણભૂત પ્રયોજનભૂત) ધર્માનુષ્ઠાનો પ્રત્યે પણ પ્રતિભાવ જાગે છે. અને તેથી સાચી ક્રિયા કરવા તરફ આ જીવ પ્રેરાય છે. અહીંથી ચાર પ્રકારના અનુષ્ઠાનો પૈકીનું પ્રથમ એવું પ્રીતિ અનુષ્ઠાન શરૂ થાય છે.
ચોથી દીપ્રાદષ્ટિમાં વળી ષ =આ બોધ (તત્ત્વજ્ઞાન) ઉપરોક્ત ત્રણ બોધ કરતાં વિશિષ્ટ અને દીપકની પ્રજાની તુલ્ય હોય છે. તૃણ-ગોમય અને કાષ્ઠનો જે અગ્નિ છે એના કરતાં આ દીપકની પ્રભા ૩ સ્થિતિવીર્વે = વધુ દીર્ઘસ્થિતિવાળી અને વધુ તીવ્રસામર્થ્યવાળી છે. તેવી રીતે આ દૃષ્ટિમાં આવેલા જીવને મિથ્યાત્વનો ઉદય અતિશય મંદ થવાથી આ આત્માની પરમસુખની પ્રાપ્તિ માટેનો બોધ વધતો જ જાય છે. ઇન્દ્રિયસુખની ઘેલછા તૂટતી જાય છે આત્મજ્ઞાનનો પ્રકાશ દીપકની પ્રજાની જેમ ચિરસ્થાયી અને બળવાનું બનતો જાય છે. તેથી જ તેવા પ્રકારના જ્ઞાનના આવરણનો પટુ ક્ષયોપશમ થવાથી ગાઢ સંસ્કારોનું આધાન થવાના કારણે વંદનાદિ ધર્મક્રિયાના પ્રયોગકાલે અતિશય પટુતાવાળી સ્મૃતિ થાય છે. અધ્યાત્મજ્ઞાનની પરાકાષ્ઠા વૃદ્ધિ પામવાથી મોહને (અને તેમાં પણ ખાસ વિષય- કષાયોની વાસના સંબંધી રાગ-દ્વેષની ગાંઠને) તોડવાનો પ્રબળ પુરુષાર્થ ધર્મની પ્રીતિથી કરે છે. આવા પ્રકારનો ધર્માનુષ્ઠાનો પ્રત્યે પ્રતિભાવ હોવા છતાં અને અદમ્ય ઉત્સાહ રૂપ પ્રબળ પુરુષાર્થ કરવાનો પ્રયત્ન હોવા છતાં પણ હજુ ગુણસ્થાનક પહેલું હોવાથી વંદનાદિ ધર્મક્રિયામાં દ્રવ્યપ્રયોગ સમજવો. અર્થાત્ દ્રવ્યધર્મક્રિયા જાણવી કારણ કે હજુ સમ્યકત્વ પ્રાપ્ત થયેલું નથી તેથી સમ્યક્ત્વાવસ્થાયુક્ત જેવી ભાવક્રિયા થવી જોઇએ તેવી ભાવક્રિયા હજુ અહીં થતી નથી. માત્ર દ્રવ્યાક્રિયા ચડતા ચડતા પરિણામવાળી ભાવક્રિયાભિમુખ થતી જાય છે. તેમ કરતાં કરતાં ધર્માનુષ્ઠાનો પ્રત્યે જ્ઞાનની ઝલક વધતાં પ્રીતિ અને શ્રદ્ધાપૂર્વકની અપૂર્વ ભક્તિ પણ પ્રગટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org