________________
૨૫૨
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૬૮
ગાથાર્થ = નરકાદિ અપાયોને આપવાની શક્તિવાળું પૂર્વબદ્ધ કર્મજન્ય મલીનપણું સૂમબોધનો પ્રતિબંધ કરનાર છે. તેથી આ માલિચવાળા આત્માને તત્ત્વોને વિષે આ સૂક્ષ્મબોધ કદાપિ થતો નથી. તે ૬૮
ટીકા -“અપાયાવિક્તનિચ'નરદિપથિવિતત્વિનત્વમ, વિનિત્યસૂક્ષ્મનોવિજ્ય' પાત્વાસેવનવિષ્ટવામાન “તો''ડપાયવિતમભિચવતઃ “'સૂઓ વોથઃ-તત્તસ્માન્ “તત્તે’ તિ તત્ત્વવિષયે “રવિકુનય'; વધ્યશૂરવોથવીષમાવાહિત્યર્થ છે ૬૮
વિવેચન - પ્રથમની ચાર દૃષ્ટિમાં આવેલા આત્માઓમાં હજુ “અપાયશક્તિનું માલિન્ય” હોય છે. નરક-નિગોદાદિના દુઃખદાયી ભવો અપાવનારૂં જે ફિલષ્ટકર્મ છે તે અપાય (દુઃખ) અપાવનાર હોવાથી તે કર્મને જ “અપાય” કહેવાય છે. આવું અપાય રૂપ કિલષ્ટકર્મ શક્તિરૂપે (અંશતઃ) પણ આત્મામાં જ્યાં સુધી હોય છે ત્યાં સુધી તે આત્મામાં મલિનતા લાવે જ છે. આવા પ્રકારનું આ કર્મ રૂપ બીજ શક્તિરૂપે પણ જીવમાં હોય છે તેથી તે બીજ દુષ્ટ કાર્યો કરવા તરફ આ જીવને પ્રેરે છે. ચિત્તમાં મલીનતા લાવે છે. મનમાં વિષય-વિકારની વાસનાઓ ઉત્પન્ન કરે છે. પરિણામે આ બીજ અપાયોની પરંપરા રૂપી મહાવૃક્ષને ઉગાડે છે.
બીજ રૂપે રહેલું આ મિથ્યાત્વ કર્મ જીવને આર્ત-રૌદ્ર ધ્યાન કરાવવા દ્વારા ચિત્તાશયને અલીન કરે છે. તે માલિન્યતાથી કર્મબંધ થાય છે અને તે કર્મથી અપાય (દુઃખ) આવે છે. તેથી તે કર્મને જ “અપાય” કહેવાય છે. તે કર્મ રૂપ અપાય શક્તિમાત્રથી પણ (બીજરૂપે પણ) જીવમાં હોય તો માલિન્ય લાવનાર છે. પાપમય એવા મલીન આશયને ઉપજાવનારું અપાય રૂપ આ ક્લિષ્ટકર્મમય બીજ જ્યાં સુધી શક્તિથી પણ હોય છે ત્યાં સુધી તજજન્ય મલીનતા જીવમાં આવે જ છે અને તે મલીનતા સૂક્ષ્મબોધનો પ્રતિબંધ કરનારી છે. જેમ પાટી મલીન હોય તો તેના ઉપર સ્પષ્ટ અક્ષરો લખી શકાતા નથી. તેમ ચિત્તરૂપી પાટી કિલષ્ટકર્મજન્ય માલિન્યવાળી હોય ત્યારે તેના ઉપર સૂક્ષ્મબોધ થવા રૂપ સ્પષ્ટ અક્ષરો લખી શકાતા નથી. જ્યાં સુધી આ ચિત્ત મલીન ભાવવાળું હોય છે. મિથ્યાવિકલ્પોમાં મહાલતું હોય છે. શેખચલ્લીના વિચારોમાં ઘુમતું હોય છે અને વિવિધ મોહતરંગોમાં જ રાચતું હોય છે. ત્યાં સુધી શાસ્ત્રીય નિર્મળજ્ઞાન (સૂક્ષ્મબોધ) તે જીવને થતો નથી.
શરીરમાં જેમ રોગનું બીજ હોય તો કાળાન્તરે રોગનાં નિમિત્તો મળતાં તે રોગ ફાટી નિકળે છે. ખેતરમાં ધાન્યનું બીજ વાવેલું હોય તો કાળાન્તરે જલાદિનો યોગ મળતાં મહાવૃક્ષરૂપે થાય છે તેમ શક્તિરૂપે પણ રહેલું નિરુપક્રમ એવું જે કર્મરૂપી અપાયનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org