________________
ગાથા : ૧૫૮ યોગદૃષ્ટિ સમુચ્ચય
૪૫૯ ધીર :- ધર્યગુણવાળા, ઉતાવળીયા સ્વભાવ વિનાના, દીર્ઘદૃષ્ટિથી લાભા-લાભનો વિચાર કરીને કાર્ય કરનારા હોય છે પરંતુ ચાલતાવાળા હોતા નથી.
પ્રત્યાહારપરા :- શ્લોક ૧૬ અને ૧૫૪માં જેનું લક્ષણ પહેલાં કહેવાઈ ગયું છે એવા પ્રત્યાહાર નામના યોગાંગની પ્રધાનતાવાળા આ જીવો હોય છે. એટલે આ જીવો ઘણું કરીને તો ઇન્દ્રિયોના વિષયોથી દૂર જ રહે છે. વિકારો ઉત્પન્ન થાય તેવા વિષયોનો તો વ્યવહાર પ્રાયઃ કરતા જ નથી. છતાં પણ તેવા પ્રકારના પૂર્વબદ્ધ કર્મોદયની પ્રધાનતાથી કોઈ કોઈ ભોગોમાં જોડાવું પણ પડે અને વિષયસુખો ભોગવવાં પણ પડે. તો પણ તેમાં અંજાતા નથી. વિરાગભાવથી ભોગવે છે. તેથી ભારે કર્મો તે જીવો બાંધતા નથી. તેના કારણે દુર્ગતિમાં જતા નથી. આ રીતે શક્ય હોય તેટલા વિષયોને ત્યજનારા અને શક્ય ન હોય ત્યાં વિષયો ભોગવે, પરંતુ વિકારોને ત્યજનારા હોય છે.
તથા ધર્મબાધા-પરિત્યાગ પ્રયત્નવાળા - સમ્યકત્વના અને વેદ્યસંવેદ્યપદના પ્રભાવથી તથાડા:પરિશુદ્ધે તેવા પ્રકારનું આ જીવોનું અંતઃકરણ શુદ્ધ-વિશુદ્ધ બનેલું હોવાથી ધર્મકાર્યમાં બાધા આવે તેવી સાંસારિક પ્રવૃત્તિઓનો પરિત્યાગ કરવામાં જ દિનપ્રતિદિન વધારે પ્રયત્ન કરનારા આ જીવો હોય છે. હજુ સંસારવાસી હોવાથી સંસારની સર્વ પ્રવૃત્તિઓના ત્યાગી નથી. પરંતુ ધર્મમાં બાધાજનક પ્રવૃત્તિઓનો તો પરિત્યાગ કરવાના જ પ્રયત્નયુક્ત હોય છે. આધ્યાત્મિક ગુણોનો આનંદ જ એટલો બધો હોય છે કે તેની બાહ્ય પ્રવૃત્તિ ઘણી ઓછી જ થઈ જાય છે.
તત્ત્વતઃ=બાહ્ય એવી સંસારની પ્રવૃત્તિઓનો જે જે પરિત્યાગ કર્યો હોય અને દિન-પ્રતિદિન વધારે ને વધારે બાહ્યપ્રવૃત્તિઓનો પરિત્યાગ આ જીવ જે કરે છે તે બધું તત્ત્વ સમજીને અન્તઃકરણની શુદ્ધિપૂર્વક પારમાર્થિકપણે કરે, પરંતુ લોકોમાં મોટા દેખાવા માટે કે ત્યાગી દેખાવા માટે અથવા પ્રતિષ્ઠા આદિના પ્રયોજનથી કરતા નથી. કારણ કે તે દિ આ સર્વે જીવો (સ્થિરા દૃષ્ટિમાં આવેલા હોય તે) અજ્ઞાનની પ્રન્થિનો ભેદ કર્યો હોવાથી ઉત્તમ પ્રકારના (સમ્યપરિણામપૂર્વકના) શ્રુતજ્ઞાનની પ્રધાનતાવાળા હોય છે. ક્ષણે ક્ષણે શાસ્ત્રાજ્ઞાની પ્રધાનતા રાખે છે. જેથી મોટાઈ આદિ મોહજન્ય વિકારી ભાવો આવતા નથી.
આ પ્રમાણે પાંચમી દૃષ્ટિવાળા ધીર, વિવેકી, પ્રત્યાહારપરાયણ, ધર્મબાધાવાળી પ્રવૃત્તિનો પરિત્યાગ કરવાના પ્રયત્નવાળા પુરુષો પૂર્વે ૧૫૫માં શ્લોકથી જે કહ્યું છે અને હવે ૧૫૯ શ્લોકથી જે કહેવાશે તે ભાવોનો વિમાનોવાક્નીતિ આ પ્રમાણે ઉત્તમ વિચારો કરનારા આ જીવો હોય છે. | ૧૫૮ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org