SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા : ૩. યોગદૃષ્ટિ સમુચ્ચય ૨૧ અંતર્ભાવ પામે છે. મિત્રાદિ આઠ યોગની દૃષ્ટિઓનું વર્ણન કરવું એ જ આ ગ્રંથનો વિષય છે. પ્રસંગ છે. આખો આ યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથ યોગના જ પ્રસંગોને સમજાવનારો ગ્રંથ છે. તેથી પ્રસન્ન મિત્રા આદિ યોગની દૃષ્ટિઓનું નિરૂપણ કરવાનો પ્રસંગ (અવસર) છે. તો તે પ્રસંગે=અવસરે ઇચ્છાયોગાદિ યોગોનું પણ નિરૂપણ કરવું તે યોગ્ય ગણાય. આવા પ્રકારની “પ્રસંગ” નામની શાસ્ત્રીય યુક્તિ (નીતિ-રીતિ)થી આક્ષિપ્ત એટલે વર્ણન માટે પ્રાપ્ત થયેલા એવા તે યોગોનું વર્ણન કરીશ. સારાંશ કે આ ગ્રંથ યોગના પ્રસંગને સમજાવનારો છે. અને આઠ દૃષ્ટિઓ ઇચ્છાયોગાદિની સાથે સંબંધવાળી છે. માટે આઠ દૃષ્ટિઓના પ્રસંગે ત્રણ યોગના કથનનો પ્રસંગ પણ પ્રાપ્ત જ છે. इच्छायोगस्वरूपप्रतिपादनायाह ત્યાં પ્રથમ ઇચ્છાયોગનું સ્વરૂપ પ્રતિપાદન કરવા માટે જણાવે છે कर्तुमिच्छोः श्रुतार्थस्य, ज्ञानिनोऽपि प्रमादतः। विकलो धर्मयोगो यः, स इच्छायोग उच्यते ॥३॥ ગાથાર્થ ધર્મ કરવાની જેની પૂર્ણ ઇચ્છા છે. તથા આગમના = શાસ્ત્રોના અર્થો જેણે સાંભળ્યા છે. તથા જે જ્ઞાની છે તેવા આત્માનો પ્રમાદવશથી જે અપૂર્ણ ધર્મયોગ છે તે ઇચ્છાયોગ કહેવાય છે. . ટીકા = “adછો.” ત્રિવ્યનમેવ તથવિષયોપભાવેન, अयमेव विशिष्यते किंविशिष्टस्यास्य चिकीर्षोः ? "श्रुतार्थस्य"-श्रुतागमस्य, अर्थशब्दस्याग-मवचनत्वात् । अर्थ्यतेऽनेन तत्त्वं इति कृत्वा । अयमपि कदाचिदज्ञान्येव भवति, क्षयोपशमवैचित्र्यात् अत आह "ज्ञानिनोऽपि"अवगतानुष्ठेयतत्त्वार्थस्यापीति । एवम्भूतस्यापि सतः किमित्याह "प्रमादतः"-प्रमादेन विकथादिना विकल: असम्पूर्णः कालादिवैकल्यमाश्रित्य धर्मयोगो धर्मव्यापारः "यः" इति योऽर्थः वन्दनादिविषयः “स इच्छायोग उच्यते," इच्छाप्रधानत्वं चास्य तथाऽकालादावपि करणादिति ॥३॥ વિવેચન :- વિકલ (અપૂર્ણ-ખોડખાંપણવાળી-ખામીવાળો કંઈક કંઈક અવિધિ દોષવાળો) એવો જે ધર્મયોગ તે ઈચ્છાયોગ કહેવાય છે. દર્શન-વંદન-પૂજા-ભક્તિ-સેવા-વૈયાવચ્ચ આદિ કોઈ પણ જાતની ધર્મની ક્રિયા વિના માત્ર ધર્મની ઇચ્છા તે ઇચ્છાયોગ નથી, તથા ઇચ્છા વિના પરની પરાધીનતાથી કે દંભાદિથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001092
Book TitleYogadrushti Samucchay
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2000
Total Pages630
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy