________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૩
છે. અને ઇચ્છાયોગ તથા પ્રવૃત્તિયોગ જેણે સાધ્યો છે તથા સ્થિરતા અને સિદ્ધિયોગના જે અર્થી છે અર્થાત્ યોગદશા સાધવામાં બુદ્ધિના શુશ્રુષા આદિ આઠગુણો પૂર્વક જેઓ સતત પ્રવૃત્તિશીલ છે કે તે પ્રવૃત્તચક્રયોગિ કહેવાય છે. યોગદશાની સાધનામાં વર્તનારા તે પ્રવૃત્તચક્રયોગિ જાણવા. (૪) નિષ્પન્નયોગી જેઓ યોગદશા સાધી ચુક્યા છે. સાધવાનું પ્રયોજન જેનું સમાપ્ત થયું છે. જેને નિષ્પન્નયોગી કહેવાય છે.
૨૦
આ ચાર પ્રકારના યોગિમાંથી અહીં કુલયોગી અને પ્રવૃત્તચક્ર યોગિ જ ગ્રહણ કરાય છે. કારણ કે ગોત્રયોગી તો નામમાત્રથી જ યોગિ છે. પરંતુ તેઓને યોગદશાની સાથે કંઇ જ સંબંધ નથી. યોગ સાધવાની અલ્પ પણ મનોવૃત્તિ નથી. તેઓ આ ગ્રંથ ભણવાના અર્થી નથી. તેથી તેઓને આ ગ્રંથથી ઉપકાર થવાનો નથી. તથા મૂળશ્લોકમાં ‘‘યોગિનામુપાય'' પદમાં ‘યોગિઓના ઉપકાર'' માટે એમ જે લખ્યું છે, તેથી જેઓ યોગિ બની ચૂક્યા છે. એવા નિષ્પન્ન યોગિ જ લેવાની શંકા થાય. તેવા નિષ્પન્નયોગી પણ અહીં લેવાના નથી. કારણ કે તેઓએ તો યોગ સાધી લીધેલ હોવાથી આ ગ્રંથથી તેઓને પણ ઉપકાર થવો અસંભવિત છે. માટે તે બન્નેથી ઇતર એવા કુલયોગી (યોગમાર્ગમાં પ્રવેશ પામતા એવા યોગિ)અને પ્રવૃત્તચક્રયોગિ (યોગમાર્ગને સાધવામાં વિકાસ પામેલા એવા યોગિ)ના ઉપકાર માટે જ અહીં પ્રારંભમાં ઇચ્છાયોગાદિનું સ્વરૂપ સમજાવાય છે. (ટીકામાં - નિષ્પન્નયો વપદમાં લખેલો ત્ત્વ શબ્દ ત્તિ અર્થમાં જાણવો.)
=
પ્રશ્ન = યોગિઓના ઉપકાર માટે ઇચ્છાયોગાદિનું સ્વરૂપ તમે કહો છો ત્યાં ‘ઉપકાર'' એટલે શું ? વળી ઇચ્છાદિયોગોનું સ્વરૂપ તમે કેવી રીતે કહેશો ? શું સ્પષ્ટસમજાય તેમ કહેશો કે અસ્પષ્ટ ? વળી મિત્રાદિ આઠ દૃષ્ટિઓ કહેવાનો આ ગ્રંથમાં પ્રસંગ છે. કારણ કે ગ્રંથનું નામ યોગદૃષ્ટિ સમુચ્ચય છે તો આઠદૃષ્ટિઓના વર્ણનના પ્રસંગે અપ્રાસંગિક એવું આ ઇચ્છાયોગાદિનું સ્વરૂપ કેમ કહો છો ?
ઉત્તર
યોગના મર્મનો બોધ થવો તે જ ઉપકાર કહેવાય છે. જે કુલયોગી છે
અને પ્રવૃત્તચક્રયોગિ છે. તેઓને યથાર્થ યોગનો મર્મયોગદશાનું હાર્દ સમજાય તેના દ્વારા તેઓ નિષ્પન્નયોગી બની શકે, એ જ સાચો તેઓનો ઉપકાર છે. તે માટે અમે આ વર્ણન કરીશું. તથા વ્યવન્ત = સ્પષ્ટપણે વર્ણન કરીશું. બરાબર યથાર્થ બોધ થાય તે રીતે જ અમે ઇચ્છાયોગાદિનું સ્વરૂપ સમજાવીશું. પરંતુ જરા પણ અસ્પષ્ટ નહી કહીએ. સ્પષ્ટ અર્થબોધ થાય તેમજ સમજાવીશું. તથા અમે અહીં જે આ ઇચ્છાયોગાદિનું સ્વરૂપ કહીએ છીએ તે કંઇ અપ્રાસંગિક નથી. પરંતુ પ્રાસંગિક જ છે. કારણકે ઇચ્છાયોગાદિ આ યોગત્રયને મિત્રાદિ આઠ યોગદૃષ્ટિઓની સાથે અતિશય નિકટપણે સંબંધ છે. તે આઠે દૃષ્ટિઓ આ યોગત્રયમાં
Jain Education International
=
For Private & Personal Use Only
www.jainelibrary.org