________________
ગાથા: ૨
યોગદષ્ટિ સમુચ્ચય ટીકા -“વ''તિ પ્રણે, વિનિત્યાદ-“ફચ્છાવિયોગન'' રતિ રૂછાયોशास्त्रयोगसामर्थ्ययोगानाम्, किमत आह-"स्वरूपमभिधीयते" इति स्वलक्षणमुच्यते। किमर्थमेतदित्याह-"योगिनामुपकाराय" इति । योगिनोऽत्र कुलयोगिनः प्रवृत्तचक्रा गृह्यन्ते वक्ष्यमाणलक्षणाः, न निष्पन्नयोगा एव, तेषामत उपकाराभावात्, तदितरेषामेवोपकारार्थम्। उपकारश्चातो योगहृदयावबोधः । कथमभिधीयत इत्याह “વ્યક્તિ સ્પષ્ટ, વાછતમÀવિત્યાદ “સોગઠ્ઠાતિ મિત્રપ્રિન प्रसङ्गाख्य-तन्त्रयुक्त्याक्षिप्तमित्यर्थः ॥२॥
વિવેચન = “દૈવ" એટલે આ જ પ્રકરણમાં અર્થાત્ આ જ ગ્રંથના પ્રારંભમાં (૧) ઇચ્છાયોગ (૨) શાસ્ત્રયોગ અને (૩) સામર્થ્યયોગ. એમ યોગત્રયનું સ્વરૂપ કહેવાય છે. સ્વરૂપ એટલે સ્વલક્ષણ ત્રણે યોગનાં પોતપોતાના શું શું લક્ષણો છે? તે કહેવાય છે. કારણ કે આ યોગત્રયનું સ્વરૂપ કથન યોગિઓને ઉપકાર કરનારું છે. આ ગ્રંથમાં કહેવાતું યોગાત્રયનું સ્વરૂપ જાણીને પોતાની સાધકદશામાં વિકાસ પામી પૂર્ણપણે યોગ પ્રગટ કરી યોગિ બની શકે તે માટે અમે અહીં પ્રારંભમાં જ યોગત્રયનું સ્વરૂપ કહીશું. તે પ્રશ્ન = યોગિઓના પ્રકાર કેટલા ! અને કયા યોગિઓના ઉપકાર માટે તમે આ યોગત્રયનું સ્વરૂપ લખો છો !
ઉત્તર = યોગિઓના કુલ ચાર ભેદ છે. (૧) ગોત્રયોગી, (૨) કુલયોગી (૩) પ્રવૃત્તચક્રયોગિ, અને (૪) નિષ્પન્નયોગી, (જુઓ આ જ ગ્રંથની ગાથા ૨૦૮થી ૨૧૨) તે ચાર યોગીનું સંક્ષિપ્ત સ્વરૂપ આ પ્રમાણે છે.
(૧) ગોત્રયોગી = અહીં ગોત્ર એટલે નામમાત્ર, જેઓ નામમાત્રથી યોગિ છે. પરંતુ યોગિની સાથે જેઓને કંઈ સંબંધ નથી. અથવા જેના પૂર્વજો કેટલાક વર્ષો પહેલાં યોગિ થયા હોય તેના ગોત્રમાં=કુળમાં જેઓ જન્મ્યા છે. પરંતુ અંશમાત્રથી પણ યોગની અપેક્ષા જેમનામાં નથી તે ગોત્રયોગી કહેવાય છે. નામમાત્રથી જ જે યોગિ છે તે.
(૨) કલયોગી = જેઓ યોગિઓના પ્રસિદ્ધકુળમાં જન્મ્યા છે. યોગદશા અમારામાં કેમ આવે ? એવી ભાવનાવાળા છે અને યોગપ્રાપ્તિના પ્રવેશને યોગ્ય (૧) સર્વત્ર અદ્વેષ, (૨) ગુરુપ્રિય (૩) દેવપ્રિય, (૪) દ્વિજપ્રિય, (૫) દયાવાન, (૬) વિનીત, (૭) જ્ઞાનવાનું અને (૮) ઇન્દ્રિયદમન આદિ ગુણગણગુણ્ડિત છે તે કુલયોગી કહેવાય છે.
સારાંશ કે જેઓ યોગ દશા પ્રાપ્ત કરવાના અર્થી છે તે કુલયોગી છે. (૩) પ્રવૃત્તશયોગિ = જે યોગદશા સાધવાના ચક્રોમાં (સાધનોમાં) પ્રવૃત્તિશીલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org