________________
૧૮
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૨
નિર્વાણ પ્રાપ્તિનું અવસ્થ=નિષ્ફળ ન જાય તેવું બીજ હોવાથી અવશ્ય કારણ થાય જ છે. જેમ અવધ્ય બીજ હોય તો કાળ પાકે છતે તે બીજ શાખા-પ્રશાખા-ફૂલ-ફળરૂપે ફાલ્યું ફૂલ્યું થાય જ છે. તેમ આ યોગ એ નિર્વાણનું અવધ્ય બીજ છે. અને મુક્તિ એ તેનું ફળ છે.
“યોગ” એ આ ગ્રંથનું અભિધેય છે અર્થાત્ વિષય છે. આ ગ્રંથમાં યોગનું જ વર્ણન આવશે. એટલે તેના જ અર્થી વિદ્વાનો આ ગ્રંથ સુખે સુખે પ્રીતિપૂર્વક ભણે-ગણે, વાંચે અને વંચાવે. આવા ગ્રંથોમાં “સાધ્યસાધનભાવવાળો” સંબંધ હોય છે. આ માર્ગ ક્ષણ પ્રસિદ્ધ જ છે. અર્થાત્ પરિચિત છે અભ્યસ્ત છે. એટલે કે કોઇક ગ્રંથોમાં ગુરુપર્વક્રમ સંબંધ જેમ હોય છે તેમ કોઈ કોઈ ગ્રંથોમાં (ગ્રંથમાં લખાયેલ) શબ્દ સમૂહ એ સાધન (વાચક-ઉપાય) અને તેનાથી પ્રાપ્ત થતું જ્ઞાન એ જ સાધ્ય (વાચ્ય-ઉપય) એમ સાધ્યસાધનભાવવાળો (અર્થાત્ વાચ્યવાચક ભાવવાળો કે ઉપેય-ઉપાયભાવવાળો) સંબંધ પણ હોય છે એ વાત સલ્લાસ્ત્રોમાં ઘણી જ જાણીતી છે. માટે અહીં તે સંબંધ સમજી લેવો.
શ્રોતાનું અનંતર પ્રયોજન પ્રકરણના અર્થનું જ્ઞાન મેળવવું એ છે અને પરંપરા પ્રયોજન શ્રોતાનું પણ મોક્ષ જ છે એમ સમજવું. કારણ કે આવા પ્રકારના યોગપ્રકરણના ગ્રંથોનું અધ્યયન કરવાથી આત્માર્થી મુમુક્ષુ જીવો (યોગ અમારા જીવનમાં કેમ જલ્દી આવે ? ) એવી ઉચિત પ્રવૃત્તિ જ આચરે છે. અને ઉચિત આચરણ આચરવા વડે યોગમાં જ કરાયેલી આ પ્રવૃત્તિ અવશ્ય મુક્તિ પ્રાપ્તિનું અવસ્થબીજ બને જ છે. તેનાથી નિશ્ચિત મુક્તિ પ્રાપ્તિ થાય જ છે.
આ પ્રમાણે આ પ્રથમગાથામાં મંગળ, કર્તાનું અનંતર-પરંપર પ્રયોજન, વિષય= અભિધેય, સંબંધ અને શ્રોતાનું અનંતર-પરંપર પ્રયોજન ઇત્યાદિ પ્રાસંગિક વાતો કહી. ૧// एवं सम्पादितेष्टस्तवः प्रयोजनाद्यभिधाय प्रकरणोपकारकं प्रासङ्गिकमभिधातुमाह
આ પ્રમાણે હાર્દિક ભાવથી સંપાદન કર્યું છે (પ્રાપ્ત કર્યું છે) ઈષ્ટ દેવતાનું સ્તવન જેઓએ એવા શ્રી હરિભદ્રસૂરિજી પ્રયોજનાદિને કહીને યોગદષ્ટિસમુચ્ચય નામના આ મૂલગ્રંથમાં ઉપકારક એવું ઇચ્છાયોગાદિ યોગત્રયનું પ્રાસંગિક કંઈક સ્વરૂપ સમજાવવા માટે કહે છે કે
इहैवेच्छादियोगानां, स्वरूपमभिधीयते ।
योगिनामुपकाराय, व्यक्तं योगप्रसङ्गतः ॥२॥ ગાથાર્થ - અહીં જ (પ્રારંભમાં જ યોગની ભૂમિકા મજબૂત કરવા માટે) યોગ સમજાવવાનો પ્રસંગ હોવાથી ઇચ્છાયોગાદિ ત્રણયોગનું સ્વરૂપ યોગિ પુરુષોના ઉપકાર માટે સ્પષ્ટપણે કહેવાય છે. રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org