________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૩
કરાયેલો ધર્મ તે પણ ઇચ્છાયોગ નથી, માત્ર ઇચ્છા કે માત્ર ધર્મક્રિયા તે ઇચ્છાયોગ નથી. પરંતુ નીચેના ચાર વિશેષણોવાળા આત્માનો વિકલ (અપૂર્ણ-કંઇક દોષવાળો) એવો ધર્મયોગ= ધર્મક્રિયા, તેને ઇચ્છાયોગ કહેવાય છે. યોગમાર્ગ માટે આ ઇચ્છાયોગ એ પ્રથમ સોપાન છે.
૨૨
(૧) તુમિચ્છો:= ધર્મ કરવાની નિષ્કપટપણે અંતરંગ સાચી ઇચ્છા જેને થઇ છે તેવા આત્માના ધર્મવ્યાપારને ઇચ્છાયોગ કહેવાય છે. તેવા પ્રકારના મોહનીયકર્મના ક્ષયોપશમને લીધે સંસારના સુખનો રાગ કંઇક મંદ પડવાથી કપટ વિના, માન-મોભાની ઉત્કંઠા વિના, ધર્મી દેખાવાની કે ગણાવાની લાલસા વિના વંદન-પ્રતિક્રમણાદિ ધર્મક્રિયા કરવાની સાચા ભક્તિભાવપૂર્વકની જે ઇચ્છા થવી તેને ઇચ્છાયોગ કહેવાય છે. ધર્મપ્રવેશમાં આ પ્રથમ સોપાન છે. ઇચ્છાપૂર્વકની જે પ્રવૃત્તિ કરાય છે. તે સાધક દશામાં આવતાં તમામ વિઘ્નોને પણ જીતીને (અવગણીને) ફળ સિદ્ધિ અપાવનાર બને છે. અન્યથા કરાયેલી ધર્મક્રિયા ‘છાર પર લીંપણ'' જેવી બને છે.
(૨) શ્રૃતાર્થસ્થ ધર્મ ક૨વાની ઇચ્છાવાળો આ પુરુષ કેવો હોવો જોઇએ ? તે વાત બીજા વિશેષણવડે વિશેષિત કરે છે. એટલે કે કેવા વિશેષણવાળો પુરુષ ધર્મ કરવાની ઇચ્છા યુક્ત હોય તો તેનો ધર્મયોગ તે ઇચ્છાયોગ કહેવાય ? તેનો ઉત્તર આપતાં જણાવે છે કે ધર્મયોગને સમજાવનારાં એવાં આગમો ગુરુગમથી જેણે સાંભળ્યાં છે તેવા શ્રુતજ્ઞાની આત્માનો જે ધર્મયોગ તે ઇચ્છાયોગ કહેવાય છે. અહીં શ્રૃતાર્થ શબ્દમાં અર્થ શબ્દ આગમ અર્થને સૂચવનારો છે. તેની વ્યુત્પત્તિ પણ તે પ્રમાણે જ છે કે ‘‘અર્થતેનેન તત્ત્વ'' જેના વડે (સત્ય) તત્ત્વ જણાય તે અર્થ=આગમ, જે મુમુક્ષુ આત્માર્થીએ સદ્ગુરુમુખે સત્શાસ્ત્રોના અર્થના શ્રવણ દ્વારા આગમોના અર્થ સાંભળેલા છે. એવા શ્રુતજ્ઞાની અહીં સમજવા. તેથી સ્વચ્છંદમતિવાળા, અને મનમાન્યા અર્થ કરનારા, સ્વાર્થને સાધવા અને સ્વદોષને આચ્છાદિત કરવા કપોલકલ્પિત કલ્પનાઓ કરનારા, તથા સ્વતંત્રપણે આગમની પંક્તિઓનો અર્થભેદ કરીને જૈનશાસનની પરંપરાને ભાંગીને ભુક્કો કરનારાઓનો વ્યવચ્છેદ જાણવો.
(૩) જ્ઞાનિનોપિ = પ્રથમ બે વિશેષણવાળો એટલે મોહનીયકર્મના ક્ષયોપશમયુક્ત હોવાથી ધર્મ કરવાની ઇચ્છાવાળો, અને સદ્ગુરુ મુખે અનેક આગમોના અર્થ જેણે સાંભળ્યા છે તેવો જીવ પણ પૂર્વબદ્ધ જ્ઞાનાવરણીયકર્મના ઉદયથી અજ્ઞાની પણ હોઇ શકે છે. અર્થાત્ જ્ઞાન વિનાનો અથવા મિથ્યાજ્ઞાનવાળો પણ હોઇ શકે છે કારણકે કર્મોનો ક્ષયોપશમ ચિત્ર-વિચિત્ર હોય છે. કોઇને મોહનીયકર્મનો ક્ષયોપશમ હોય, પરંતુ જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ ન પણ હોય. જેમકે વિધિ આદિના અજાણ જીવો. તથા કોઇને જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ હોય, પરંતુ મોહનીયનો ક્ષયોપશમ ન હોય, જેમકે નવ પૂર્વધર મિથ્યાદૃષ્ટિ આદિ. આ કારણથી આવા અજ્ઞાની જીવોમાં એટલે મિથ્યાજ્ઞાનવાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org