________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૬
(૨) નિયમ = અણુવ્રત કે મહાવ્રતાત્મક પાંચ યમોની વૃદ્ધિ-પુષ્ટિ કરનાર તથા કાંટાની વાડ ધાન્યનું જેમ રક્ષણ કરે છે, તેમ સંરક્ષણ કરનાર એવાં બીજાં નાનાં-મોટાં જે વ્રતો તે નિયમ કહેવાય છે જેમકે શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, પ્રભુભક્તિ-ધ્યાન, આ પાંચ નિયમ કહેવાય છે.
(૩) આસન = બેઠક કરવી, સ્થિર થવું, સ્થિરતા પૂર્વક બેસવું. તેના બે ભેદ છે. દ્રવ્યથી અને ભાવથી, કાયાની ચંચળતાને રોકી પદ્માસન, પર્યકાસને, અથવા વીરાસનાદિ આસનવિશેષમાં બેસવું. સ્થિર થવું. તે દ્રવ્યથી આસન કહેવાય છે. અને આ આત્માને પરભાવથી થતી ચંચળતાને રોકી આત્મભાવમાં આસન લગાવવું. સ્થિર થવું. તેમાં બેઠક કરવી. એકાકાર બની જવું તે ભાવથી આસન કહેવાય છે.
(૪) પ્રાણાયામ = શરીરની એવી એક પ્રક્રિયા છે કે જેમાં ગેસ આદિ કરનાર વાયુ દૂર કરાય તે રેચક, શરીર નિરોગી થાય તેવો વાયુ લેવાય તે પૂરક, અને કુંભમાં જેમ પાણી ભરાય તેમ શરીરમાં ધાતુઓ યથાયોગ્ય સ્થિર થાય તે કુંભક એમ રેચક-પૂરક તથા કુંભક ત્રણ જાતનો શારીરિક પ્રાણાયામ હોય છે. પરંતુ આ અધ્યાત્મદષ્ટિમાં આવો શારીરિક પ્રાણાયામ મુખ્ય નથી. પરંતુ અહીં બહિરાત્મભાવ=બાહ્યપુદ્ગલ તરફ આકર્ષાતા ભાવોને દૂર કરવા રેચ લગાડવો તે રેચક, અંતરાત્મભાવ = આત્મા તરફના શુભ અધ્યવસાયો રૂપ ભાવો પૂરવા તે પૂરક, અને અંતરાત્મભાવમાં સ્થિર થવું કે જેથી પરમાત્મપણું પ્રાપ્ત થાય તે કુંભક, એમ આધ્યાત્મિક ત્રિવિધ પ્રાણાયામ સમજવો. કહ્યું છે કે
બાહ્યભાવ રેચક ઇહાંજી, પૂરક અંતર ભાવ, કુંભક થિરતા ગુણે કરીજી, પ્રાણાયામ સ્વભાવ. મનમોહન જિનજી, મીઠી તાહરી વાણ” (શ્રીયોગદષ્ટિની સઝાય)
(૫) પ્રત્યાહાર = એટલે ત્યાગ, પાંચે ઇંદ્રિયોને પોતપોતાના વિષય-વિકારોમાંથી દૂર કરવી, વિષય-વિકારોનો ત્યાગ કરવો તે પ્રત્યાહાર,
વિષય-વિકારે ઇંદ્રિય ન જોડે, તે છતાં પ્રત્યાહારોજી. (શ્રી યોગદષ્ટિ સઝાય)
(૬) ધારણા = ચિત્તને ધારી રાખવું. પકડી રાખવું તે ધારણા, તત્ત્વચિંતન અથવા ગંભીર આત્મહિતવર્ધક ભાવોમાં ચિત્તને એકાગ્ર કરવું તે ધારણા. (તેશવત્ત થાર પાતંજલ યોગસૂત્ર ૩-૧) .
(૭) ધ્યાન =મનની એકલીનતા, એકાગ્રતા, તન્મયતા, ઓતપ્રોતતા, તત્ત્વ-ચિંતનાદિમાં મનને એકમેક કરવું તે ધ્યાન. હેયભાવોમાંથી ચિત્તવૃત્તિનો વિરોધ કરી ઉપાદેય તત્ત્વચિંતનમાં ઓતપ્રોત થવું તે ધ્યાન (તત્ર પ્રત્યર્થતાના સ્થાનમ્ પાતંજલ યોગસૂત્ર ૩-૨) .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org