________________
૧૫૩
ગાથા : ૩૩
યોગદૃષ્ટિ સમુચ્ચય પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ. શ્રીએ કહ્યું છે કે
નિશ્ચયદૃષ્ટિ હદયે ધરીજી, પાળે જે વ્યવહાર |
પુણ્યવંત તે પામશેજી, ભવસમુદ્રનો પાર રે || પૂ. આનંદઘનજી મ.શ્રીએ પણ કહ્યું છે કેવચન નિરપેક્ષ વ્યવહાર જુઠો કહ્યો, વચન સાપેક્ષ વ્યવહાર સાચો ! વચન નિરપેક્ષ વ્યવહાર સંસારફળ, સાંભળી આદરી કાંઈ રાચો |
ધાર તરવારની છે. વળી કેટલાક ઉપદેશકો “ક્રમબદ્ધપર્યાય”ની જ વાતો કરનારા આજે દેખાય છે. જે જે દ્રવ્યમાં જે જે કાળે, જે જે પર્યાયો થવાના છે તે બધા જ પર્યાયો નિયત ક્રમશઃ ગોઠવાયેલા જ છે. અને એ રીતે થયા જ કરે છે. માટે કંઈ પણ પુરુષાર્થ કરવાની જરૂર નથી. પાછળના ભવોથી બધા પર્યાયો લખાઈને જ આવ્યા છીએ એટલે કે તે તે દ્રવ્યોમાં ક્રમશઃ ગોઠવાયેલા જ છે. અને તે પ્રમાણે ક્રમશઃ થયા જ કરે છે. આ વાતની પુષ્ટિમાં મરીચિનો જીવ ભાવિમાં મહાવીરસ્વામી તીર્થંકર થશે એવી ઋષભદેવપ્રભુએ ભરત મહારાજાને કહેલી વાતનું દૃષ્ટાંત આગળ ધરે છે. આવા ઉપદેશકોની આ વાત પણ સત્યથી તદન વેગળી છે. માત્ર ઉત્સુત્ર પ્રરૂપણા રૂપ છે. પ્રત્યેક દ્રવ્યો અનંત પર્યાયોથી ભરેલાં છે. તે તે દ્રવ્ય-પર્યાયને પામવાની અવશ્ય શક્તિવાળાં છે. અને કાળ-સ્વભાવ-નિયતિ-પ્રારબ્ધ-અને પુરુષાર્થ એમ પાંચ સમવાયી કારણો મળે છતે તે તે પર્યાય નિયતપણે પ્રગટ થાય છે. દ્રવ્ય પોતે જ ભાવિના પર્યાયોને પામવાના સ્વભાવવાળું નક્કી છે પરંતુ તેનાં સર્જક નિમિત્તો મળવાથી તે તે પર્યાય પામે છે. અને તે નિમિત્તોના યુજનકરણરૂપ પુરુષાર્થથી જ તે તે પર્યાય બનવાવાળા છે, નહી કે સ્વતા,
અમદાવાદથી મુંબઈ જવા ઉપડેલી ગાડી મુંબઈ નક્કી પહોંચવાની જ છે. અને તે ક્રમસર જ નડીયાદ-વડોદરા-ભરુચ-સૂરત-વલસાડ આદિ સ્ટેશનો આવવા વડે જ પહોંચાડવાની છે. આ બધુ નિયત અને ક્રમસર હોવા છતાં પણ પ્રાઇવરના ચલાવવા વડે જ, લાઈન મળવા વડે જ, પાટાની સાનુકૂળતા રૂપ નિમિત્ત વડે જ પહોંચવાની છે. આ કારણો પણ જોઇએ જ. મરીચિનો આત્મા મહાવીરસ્વામીપણાના પર્યાયને પામવાનો અવશ્ય હતો જ, પરંતુ મહાવીરપણાના પર્યાયની પ્રાપ્તિ જનક પુરુષાર્થ કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org