________________
વિશદ સ્પષ્ટીકરણ કર્યું છે. પૂર્વના કોઇપણ જૈન-જૈનેતર ગ્રંથોમાં આ રીતનો મિત્રાદિ દૃષ્ટિનો અધિકાર જોવા મળતો નથી. એટલે આઠ યોગાંગને આધારે રચેલ આ દૃષ્ટિઓની છણાવટભરી કૃતિના આદ્યપુરસ્કર્તા પૂ. હરિભદ્રસૂરિ જ કહી શકાય. મહોપાધ્યાય યશોવિજયજી મ.શ્રીએ પોતાની દ્વાત્રિશત્ દ્વિત્રિંશિકાની ૨૧મી ને ૨૪મી બત્રીશીમાં આના આધારે જ આઠદષ્ટિના વિષયનું દિગ્દર્શન કરાવ્યું છે. આઠ યોગદૃષ્ટિની સજ્ઝાય રચી આ જ વિષયોની વિશદ છણાવટ કરી છે. અહીં હરિભદ્રસૂરિ મહારાજે માત્ર જૈન માર્ગાનુસા૨ે યોગનું વર્ણન કરી આત્મસંતોષ માન્યો નથી. પણ પાતંજલ યોગસૂત્રમાં બતાવેલ યોગમાર્ગ અને તેની પરિભાષાઓની સાથે જૈન પરિભાષાને સરખાવી પોતાની પ્રકાંડ વિદ્વત્તાનો રસાસ્વાદ કરાવ્યો છે.
તેમણે ૧૪૪૪ ગ્રંથો રચ્યાનો ઉલ્લેખ અનુયોગદ્વારમાં તો છે જ પણ વર્તમાનકાળે ઉપલબ્ધ અનેક વિષયક, અને અત્યંત ઉપયોગી સાહિત્ય પણ
અઢળક છે. જેમકે...
•
દેવેન્દ્ર નરકેન્દ્ર પ્રકરણ
•
• અનેકાંતવાદ પ્રવેશ
♦ લલિતવિસ્તરા ♦ અનેકાંત જયપતાકા સ્વોપજ્ઞ ♦ લોક તત્ત્વ નિર્ણય
•
અનુયોગદ્વાર વૃત્તિ આવશ્યક બૃહદ્વૃત્તિ ♦ ઉપદેશપદ
♦ દશવૈકાલિક વૃત્તિ
♦ ધર્મબિંદુ પ્રકરણ ♦ ધર્મસંગ્રહણી
• નંદીસૂત્ર લઘુવૃત્તિ પંચાશકજી
•
• પંચવસ્તુ ટીકા
· પ્રજ્ઞાપના પ્રદેશ વ્યાખ્યા
ર૩
Jain Education International
♦ ષહ્દર્શનસમુચ્ચય શાસ્ત્રવાર્તાસમુચ્ચય
શ્રાવક પ્રજ્ઞપ્તિ
સમરાઇચ્ચ કહા
સંબોધ સપ્તતિકા
કથાકોશ
૭
♦
♦ કર્મસ્તવવૃત્તિ ક્ષેત્રસમાસવૃત્તિ
♦ ચૈત્યવંદન ભાષ્ય
♦
♦
♦
જંબૂદીપ પ્રજ્ઞપ્તિ ટીકા
જંબુદ્રીપ સંગ્રહણી
જીવાભિગમ લઘુવૃત્તિ તત્ત્વાર્થ લઘુવૃત્તિ દર્શનશુદ્ધિ પ્રકરણ
યોગદૃષ્ટિસમુચ્ચય • યોગબિંદુ • યોગશતક
વિંશતિવિંશિકા
આ વિરાટ ગ્રંથસર્જન જ તેમની સર્વવિષયક વિદ્વત્તાનો બોલતો પુરાવો છે. પંડિતવર્ય ધીરૂભાઇ મહેતાએ યોગદૃષ્ટિસમુચ્ચય ઉપર યથામતિ ભાવાનુવાદનું સર્જન કરી યોગ સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. શ્રીસંઘની સુંદર શ્રુતસેવા કરી છે. સંસ્કૃત ભાષાના અનભિજ્ઞ જીવો પણ આ ભાવાનુવાદના અધ્યયનના આધારે યોગમાર્ગમાં અચૂક વિકાશ સાધી શકશે. મુક્તિને નિકટ કરી શકશે. શાસનદેવતા પંડિતવર્યને હજી સવિશેષ શ્રુતસેવા કરવાની શક્તિ આપે એ જ એક અભ્યર્થના.
પૂજ્ય વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની આજ્ઞાથી : મુનિ કલ્યાણબોધિવિજય
દ
ન્યાયાવતાર વૃત્તિ ♦પંચસંગ્રહ ♦ પંચલિંગી પ્રકરણ પિંડનિર્યુક્તિવૃત્તિ
♦ પ્રતિષ્ઠા કલ્પ
• યતિદિનકૃત્ય
• મુનિપતિ ચરિત્ર
• યશોધર ચિરત્ર
For Private & Personal Use Only
લગ્ન શુદ્ધિ
♦ લઘુક્ષેત્ર સમાસ
લોકબિંદુ
વ્યવહાર કલ્પ
શ્રાવકપ્રજ્ઞપ્તિવૃત્તિ
૭ સર્વજ્ઞસિદ્ધિ પ્રકરણ
www.jainelibrary.org