________________
પ્રાસ્તાવિક કિચ્ચન ૩૬ વીર નિર્વાણ સવંત ૧૦OOમાં આર્ય સત્યમિત્ર છેલ્લા પૂર્વધર થયા. ત્યારબાદ એક ઉલ્લેખ પ્રમાણે (જોકે એમાં મતાંતરો છે.) ૧૪૪૪ ગ્રંથોના સર્જક મહાનું સૂરિપુરંદર હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાનો સ્વર્ગવાસ થયો. આ ઐતિહાસિક તથ્યથી આપણે જાણી શકીએ કે સૂરિ પુરંદર પૂર્વધર સમકાલીન હતા..માટેસ્તો એમના ગ્રંથોમાં બીજે કયાંય ન જોવા મળે એવા અદ્ભુત પદાર્થો વાંચવા મળે છે. યોગવિંશિકા, યોગશતક, યોગદષ્ટિસમુચ્ચય અને યોગબિંદુ આ તમામ યોગગ્રંથોમાં પદાર્થોની નવીનતા છે. યોગદષ્ટિસમુચ્ચયમાં આવેલ મિત્રા, તારા, બલા, દીપ્રા, સ્થિરા, કાંતા, પ્રભા અને પરા આ આઠ દૃષ્ટિઓનું સ્વરૂપ અને વિશદ વર્ણન અન્યત્ર ગ્રંથોમાં દુર્લભ છે. To Read Between the lines સૂરિપુરંદરની પંક્તિઓના મર્મને પકડીએ તો ઘણું જાણવા મળી શકે છે. સંપૂર્ણ ગ્રંથની સંક્ષિપ્ત summery હાઇલાઇટ્સ સાથે જોઇએ.
પ્રથમ શ્લોકમાં માંગલિક કરી ૧૧મા શ્લોક સુધી ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ, અને સામર્થ્યયોગની સરસ, અને સુંદર વ્યાખ્યા કરી ધર્મસંન્યાસ અને યોગસંન્યાસનું સ્થાન બતાવ્યું.
બારમા-તેરમા શ્લોકમાં યોગત્રયીમાંથી ઉદ્ધવેલી ૮ દૃષ્ટિઓનો નામનિર્દેશ પછીના શ્લોકોમાં વારાફરતી ગૂઢ ગંભીર ક્રીમ જેવી વાતો મૂકતા ગયા, Examples દાખલાઓ પણ ગળે સોંસરા ઉતરી જાય તેવા બતાવ્યા. - આઠેય દૃષ્ટિને સમજાવવા તૃણથી માંડીને ચંદ્ર સુધીની ઉપમાઓ.. 36 ચરમાવતના લક્ષણ (૩૨માં ગ્લાક) B ત્રણ અવચકની વાત (૩૪માં શ્લોક) ૯ ૫૯મા શ્લોકમાં ધર્મને મિત્રની ઉપમા આપીને જણાવ્યું કે પરભવમાં આ જ મિત્ર સહાયક બનશે. અલ ૭૦મા શ્લોકમાં સાધકનું ચિત્ત કેવું હોવું જોઇએ. તે માટે એક સરસ શબ્દ મૂકયો છે. તHલોહપદન્યાસ.
સાધક પાપ કરે નહિ. પણ કદાચ કરવું પડે તો ગરમાગરમ લોઢાના તવાપર ચાલવા જેમ રાચી-માચીને ન કરે ગા. ૮૦માં “ ત્યમામતિ છુટૂથબ્રાવિત્' આ વાકયમાં વરસમાં ૩૬૫ દિવસ વાગોળવા જેવો પ્રસંગ જણાવ્યો છે.
oasis જેવા રણપ્રદેશમાં બાળકનો જન્મ થયો, જન્મતાની સાથે જ તેને ખસની બિમારી એવી ભયંકર થઈ ગઈ છે. કે એ બાળક ૧૦ વર્ષનો થતાં-ર આખા શરીરે ઉઝરડા થયા છે. હાથના નખ પણ ઘસાઇ ગયા છે. લોહી-લુહાણ થાય ત્યારે ફરી કયારેય ખજવાળ ખણીશ નહિ એ દેઢ નિર્ણય કરે છે. પણ ખણજ ઉપડતાં જ બધું ભૂલી જાય છે.
એક દિવસ માથે સળેખડીઓ લઈ એક માણસ ત્યાંથી પસાર થાય છે. તે બાળક સળેખડી માંગે છે. બહુ મજા આવી ગઇ, વધુ માંગે છે. એ ભાઈ વૈદ્યરાજ હતા. બાળકની દશા જોઈને દયા આવી ગઈ “હે! દુ:ખી બાલક! તારું દુઃખ મારાથી જોવાતું નથી. તારા દુ:ખને દૂર કરવા તને ઔષધનાં પડીકાં આપું, તેથી તારા દુઃખનું મૂળ જ દૂર થઇ જશે. ચળ ઉપડશે જ નહિ, પછી તારે ખણવું જ ન પડે. ખણશે નહિ તો શરીર લોહી-લુહાણ થશે નહિ.”
હવે એ બાળક જવાબ આપે છે “મારું દુઃખ દૂર કરો. એમાં હું રાજી છું. પણ તું ચળ જ મટાડી દે તે તો ન ચાલે”. મને તો ચળ ખણવાની ખૂબ જ મજા આવે છે. જેમ પેલો મૂર્ખશિરોમણિ અકૃત્યને કૃત્ય માને છે, તેમ અજ્ઞાની જીવ ભોગસુખોને સારા માને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org