________________
પ્રથમની ચારદૃષ્ટિમાં યોગ નથી પણ યોગબીજો છે. ઉત્તરોત્તર દૃષ્ટિમાં આ યોગબીજની કમિક શુદ્ધિ-વૃદ્ધિ થતી જાય છે. મિત્રાદેષ્ટિમાં બતાવેલ યોગબીજ, જેવા કે પ્રભુ ભક્તિ, ભાવાચાર્યની સેવા, સાધુવૈયાવચ્ચ, ભવવૈરાગ્ય, દ્રવ્ય અભિગ્રહ પાલન, સંલેખના, કથાપ્રીતિ વગેરે જોતાં લાગે કે પ્રથમ ગુણસ્થાનકે પણ કેવા ઉચ્ચ ગુણોની વાત છે? પ્રથમની ચાર દષ્ટિમાં મિથ્યાત્વનો અંશ હોવાથી યથાર્થ સંવેદન ન હોઇ તેને અવેદ્યસંવેદ્યપદવાળી, સદોપ અને
અસ્થિર કહી છે. બાકીની ચારમાં વિષયોનું યથાર્થ અને ઉત્તરોત્તર સૂક્ષ્મ સંવેદન છે માટે તેને વેદ્યસંવેદ્યપદવાળી, સ્થિર અને નિર્દોષ કહી છે. સૂક્ષ્મબોધની પ્રાપ્તિ પાંચમી સ્થિરા દષ્ટિમાં થાય છે. આત્મસ્વરૂપની ઝંખના થાય છે. પણ દેશવિરતિ અને સર્વવિરતિની પ્રાપ્તિ છઠ્ઠી દૃષ્ટિમાં છે. અહીં ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે ઝળહળતો વિરાગ હોય છે. નિરતિચાર-ચારિત્રપાલન હોય છે. સાતમી પ્રભાદષ્ટિમાં, સામર્થ્યયોગના પ્રથમ ભેદરૂપ ધર્મસત્યાસ યોગની પ્રાપ્તિ થાય છે. ક્ષપકશ્રેણીનો પ્રારંભ અહીંથી થાય છે. ૮થી૧૩ ગુણસ્થાનક સુધીનું અવસ્થાન હોઇ બીજું અપૂર્વકરણ અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ આ દૃષ્ટિમાં છે. આઠમી પરાષ્ટિમાં સામર્થ્યયોગનો બીજો ભેદ, યોગસયાસરૂપ યોગ, શૈલેશીકરણ, યોગનિરોધ, ૧૪મું ગુણસ્થાનક વગેરે પ્રાપ્ત કરી જીવનો મોક્ષ થઇ જાય છે. પ્રથમની ચારદૃષ્ટિ પ્રતિપાતિ કે અપ્રતિપાતિ પણ હોય, અંત્ય ચાર દૃષ્ટિ અપ્રતિપાતિ જ હોય છે. નિયમ મોક્ષ અપાવે જ છે. આઠ દૃષ્ટિના વિવેચન સાથે પૂ. હરિભદ્રસૂરિ મહારાજે સંલગ્ન અનેક વિષયોની છણાવટ કરી છે. જેમકે• આઠદષ્ટિ કયા યોગમાંથી નીકળી છે? • યોગાવંચક, ક્રિયાવંચક, ફલાવંચકની સ્પષ્ટતા. • ગોત્રયોગી, કુલયોગી, પ્રવૃત્તચક્રોગી, નિષ્પન્નયોગીની વિવેચના. • ય ગ મ પ ગ ના અધિકારી • ભવાભિનંદીનું સ્વરૂપ • દીક્ષાના અધિકારી • અદ્યસંવેદ્યપદ-વેદ્યસંવેદ્યપદ..
આત્મતત્ત્વની વિચારણા.. • એકાંત-અનિત્યવાદની પોકલતા.. • સર્વતંત્રસાધારણ અહિંસાદિ પાંચ યમ, તેનું સ્વરૂપ.. • ઇચ્છા, પ્રવૃત્તિ-સ્થિરતા-સિદ્ધિ વગેરે યોગસાધનાનાં લક્ષણો.. • સર્વજ્ઞતત્ત્વ-સર્વશમાં અભેદ, સર્વજ્ઞની દેશના, સર્વાવાદ.. • ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ, સામર્થ્યયોગરૂપ યોગના ત્રણ ભેદ.
સામર્થ્યયોગના ધર્મસત્યાસ અને યોગસથાસે. અને બીજા પણ ઢગલાબંધ પદાર્થોને પૂ. હરિભદ્રસૂરિ મહારાજે આ ગ્રંથમાં વણી લીધા છે. પૂ. હરિભદ્રસૂરિ મહારાજે ૧૪૪૪ ગ્રન્થોની રચના કરી કયો વિષય વણખેડયો રાખ્યો છે? એ જ એક સવાલ છે.
યોગવિષયક યોગબિંદુ, યોગદષ્ટિસમુચ્ય, યોગશતક, યોગવિંશિકા જેવા ગ્રંથો રચ્યા છે. ષોડશક ગ્રંથમાં પ્રકરણ ૧૦-૧૪-૧૬માં યોગની છણાવટ કરી છે.
યોગદષ્ટિસમુચ્ચયમાં યોગ વિષયક એક નૂતન દૃષ્ટિકોણ દૃષ્ટિગોચર થાય છે. સાંખ્યદર્શન, યોગદર્શન, ન્યાયદર્શન, વૈશેષિકદર્શન, અતદર્શન, ચાર્વાકદર્શન, બૌદ્ધદર્શન વગેરે અનેક દર્શન અને મતોની સમાલોચના અત્રે કરવામાં આવી છે. જે હરિભદ્રસૂરિ મ.ના સર્વદર્શનોના સૂક્ષ્મબોધ અને અવગાહનની સાક્ષિરૂપ છે. અહીં દર્શાવેલ આધ્યાત્મિક વિચારધારા યોગબિંદુ અને ષોડશક ગ્રંથથી ભિન્નરૂપે રજુ કરાઇ છે.
૨૨૮ મૂળશ્લોક અને તેના ઉપર ૧૧૭૫ શ્લોક પ્રમાણ સ્વોપજ્ઞ વૃત્તિ રચી યોગમાર્ગનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org