________________
૨૧
યોગ એટલે મોક્ષ સાથે આત્માનું connection કરાવી આપે તે અનુષ્ઠાન, આવા અસંખ્ય યોગ છે. જીવે જીવે “યોગ” બદલાતો રહે છે. જીવોની પરિણતિ, કર્મ-સ્થિતિ, ભવિતવ્યતા, રાગ-દ્વેષની ગુરુલઘુતા, ગુણ-દોષની પારાશિશિ વગેરે અવસ્થાઓ ઉપર યોગદષ્ટિનો આધાર છે. દૃષ્ટિ એટલે બોધ. પણ આ બોધ એ શુષ્ક માહિતીઓના ખડકલા રૂપ નહિ પણ આધ્યાત્મિક વિકાસ સ્વરૂપ લેવાનો છે. બોધનું કાર્ય છે આત્મિક ઉત્ક્રાંતિ. આથી જ નવપૂર્વથી અધિક બોધવાળા અભવ્યો-દુર્ભવ્યોનો એકેય દૃષ્ટિમાં સમાવેશ કરાયો નથી. કારણ, તેમની પાસે જાણકારી છે, આત્મિક વિકાસ નથી. અને માત્ર અષ્ટપ્રવચનમાતા કે “માતુષ' પદના જાણકારની સ્થિરાદિ ઉત્તમ દૃષ્ટિમાં સમાવેશ કરાયો છે. કારણ, જાણકારી ભલે ન હો પણ સરળતા અને સમર્પણભાવ દ્વારા અધ્યાત્મના ઊંચા શિખરો તેમણે સર કરી લીધાં હોય છે. એટલે બોધવૃદ્ધિથી નહિ પણ આધ્યાત્મિક વિકાસવૃદ્ધિથી દષ્ટિનો પારો ઊંચે ચડે છે. જૈનેતર યોગગ્રંથોના પદાર્થોને પણ જૈન યોગદૃષ્ટિમાં અદ્ભુત રીતે સમન્વિત કરવામાં આવ્યા છે. દષ્ટિ મિત્રા |તારા | બલા | દીપ્રા | સ્થિરા | કાંતા | પ્રભા યોગાંગ | યમ | નિયમ | આસન, પ્રાણાયામ પ્રત્યાહાર, ધારણા | ધ્યાન | ગુણ અદ્રષ | જિજ્ઞાસા| શુશ્રુષા | શ્રવણ બોધ | મીમાંસા / પરિશુદ્ધ પ્રતિપત્તિ | પ્રવૃત્તિ | ખેદ | ઉગ | ક્ષેપ | ઉત્થાન | ભ્રમ અન્યમુદ્ | જ
આસંગ બોધ કોની | તૃણના | ગોમયના કાષ્ઠના દીપકના | રત્નની |તારાની સૂર્યની
ચંદ્રની પ્રભા જેવો? અગ્નિ | અગ્નિ | અગ્નિ | પ્રકાશ | કાન્તિ | કાન્તિ | કાન્તિ
કાન્તિ તુલ્ય | તુલ્ય | તુલ્ય | તુલ્ય | તુલ્ય | તુલ્ય | તુલ્ય
તુલ્ય
પરા
| સમાધિ
દોષ
કઈ દૃષ્ટિમાં કયું યોગગ હોય? કયા ગુણની પ્રાપ્તિ હોય? અને ક્યા દોષનો બ્રાસ હય? એ બોધ શેના જેવો હોય? એ ઉક્ત કોઠા ઉપરથી જાણી શકાય છે.
પૂ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજે વર્ષો સુધી કરેલ જૈન શાસ્ત્રોનું પરિશીલન, જૈનેતરદર્શનનો અભ્યાસ અને અનુભવનો અર્ક આ એક નાનકડા કોષ્ટકમાં ઠાલવી દીધો છે.
ઓઘદૃષ્ટિમાં સમજણનો અભાવ હોઇ કરાતાં ધર્માનુષ્ઠાન પણ વિકાસ સાધક બનતાં નથી.
સહજમલના બ્રાસથી ચરમપુગલ પરાવર્તમાં પ્રવેશ થાય છે. તથાભવ્યત્વનો પરિપાક થાય છે. ત્યારે મિત્રા વગેરે દૃષ્ટિની પ્રાપ્તિ થાય છે. જે અવસ્થાએ મિત્રાદિ દૃષ્ટિની પ્રાપ્તિ થાય છે. ત્યારથી જ ગુણસ્થાનકની ગણત્રી થાય છે. પ્રથમ ગુણસ્થાનકના પણ અસંખ્ય ભેદ છે. મિત્રાથી પ્રારંભી ચોથી દીપ્રાદષ્ટિ પહેલા ગુણસ્થાનકે હોય છે. દીપ્રાનું પ્રથમ ગુણસ્થાનક ઉત્કૃષ્ટ ગુણસ્થાનક જાણવું. દૃષ્ટિના વિકાશથી ગુણસ્થાનકનો પણ ક્રમિક વિકાશ થતો જાય છે. પ્રથમની ચાર દૃષ્ટિ સુધી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ નથી, કારણ સૂક્ષ્મબોધ નથી. સમકિત સૂક્ષ્મબોધને આભારી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org