________________
૯૨
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૬
(૬) અન્યમુદ્ = પરમાર્થસાધક યોગમાર્ગની ક્રિયા કરતાં અન્ય સ્થાને હર્ષ કરવો, પ્રારંભેલી ક્રિયા કરતાં અચકાર્યમાં હર્ષિત રહેવું. આવો દોષ ઈષ્ટ કાર્ય સાધવા ન આપે, તેથી પરમાર્થ સાધવા રૂપ ઇષ્ટકાર્યોમાં અંગારાની વૃષ્ટિતુલ્ય આ દોષ છે.
(૭) રુગૂ = રોગ, રાગ (પ્રીતિ), દ્વેષ (અપ્રીતિ), અને મોહ (અજ્ઞાન), આ ત્રણ દોષ એ જ મહારોગ છે. ભાવરોગ છે. સાવદ્ય-સંસારવર્ધક ક્રિયાનો રાગ, મોક્ષસાધક ક્રિયાનો દ્વેષ, અને યોગમાર્ગ સાધક સાચી ક્રિયાની અણસમજ આ સર્વ ભાવસાધનામાં પીડારૂપ છે. આવા દોષોથી શુદ્ધક્રિયા પણ અશુદ્ધક્રિયા બની જાય. પોતાનું વિવક્ષિત ફળ આપવા પ્રત્યે તે અસમર્થ બની જાય.
(૮) આસંગ= આસક્તિ થવી, પરદ્રવ્ય અથવા પરભાવ પ્રત્યે આસક્તિ થવી કે જેથી મુક્તિમાર્ગની સાધના નબળી પડે, અથવા મુક્તિમાર્ગની સાધનાના અસંખ્ય ઉપાયો પૈકી કોઈ એક ઉપાયમાં આસક્તિ થવી કે જેથી અન્ય ઉપાયો પ્રત્યે ઉપેક્ષા ભાવ આવતાં ગુણસ્થાનકનો વિકાસ સંધાય તે.
આ આઠે દોષો પરસ્પર સંકળાયેલા છે. એક આવવાથી બધા જ આવે છે. અને એક જવાથી ક્રમશઃ સર્વે જાય છે. કેમકે યોગમાર્ગમાં આત્માનો વિકાસ કરાવે એવી ધર્મક્રિયામાં પ્રથમ ખેદ ઉપજે અર્થાત્ થાક લાગે, થાક લાગે એટલે ઉગ (કંટાળો) પણ ઉપજે, કંટાળો ઉપજે એટલે ચિત્ત બીજે જાય જ (લેપ), ચિત્ત બીજે ભટકતું થાય એટલે ચાલુક્રિયામાં ચિત્ત સ્થિર ન રહે પરંતુ તેમાંથી ચિત્ત ઉઠી જાય (ઉત્થાન), ચાલુ ક્રિયામાંથી ચિત્ત ઉઠી જતાં તે ચોતરફ (અહીં-તહીં) ભટક્યા જ કરે (બ્રાન્તિ), ચિત્તનું યત્ર-તત્ર ભમવાનું વધતાં મોહોદયથી પરભાવદશામાં પ્રીતિ વધે, તેમાં જ ચિત્ત આનંદ પામે (અન્યમુ), અને પરભાવ દશાનો આનંદ એ જ યોગમાર્ગમાં પીડારૂપ બને (ગ), અને તેમ થવાથી અનાદિ મોહની વાસનાના જોરે પુગલસુખમાં જ આસક્તિ વધતી જાય (તે આસંગ), આ રીતે દોષો ક્રમશઃ આવે છે. અને જો પ્રથમ દોષ જે ખેદ છે. તેનો પરિહાર કરાય તો તે જ રીતે તેના બળે ક્રમશઃ બધા દોષો જાય છે.
આ યોગમાર્ગની સાધનામાં ઉપરોક્ત દોષોની જેમ જેમ હાનિ થતી જાય છે તેમ તેમ “અષ” આદિ ગુણો આપોઆપ આવિર્ભત થાય છે વાસણનો કાટ ઓછો થાય એટલે ચમક આપોઆપ વધે જ છે. તેને મેળવવા ક્યાંય જવું પડતું નથી. કપડાંનો મેલ દૂર કરો એટલે શ્વેતતા સહજપણે પ્રગટે જ છે. તે આઠ ગુણો ક્રમશઃ આ પ્રમાણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org