________________
ગાથા : ૧૩૪ યોગદૃષ્ટિ સમુચ્ચય
૪૧૩ છે? આ કથનથી અભ્યાસકવર્ગને મુંઝવણ ઉભી થાય છે કે આ મુનિઓ શું સાચે જ સર્વજ્ઞ હતા કે ન હતા?
ઉત્તર- ચાર ઘાતકર્મોના સર્વથા નાશથી જેઓને અનંત કેવળજ્ઞાન અને કેવળદર્શન આદિ ગુણો પૂર્ણપણે પ્રગટ થાય છે અને તેવા આત્માને જે સર્વજ્ઞ કહેવાય છે. તે “પારમાર્થિક સર્વજ્ઞ-સર્વદર્શી છે” એવા ઋષભદેવ, મહાવીર પ્રભુ આદિ તીર્થકરો પારમાર્થિક સર્વજ્ઞ સર્વદર્શી છે એમ જાણવું. પરંતુ જેઓ આવી ક્ષપકશ્રેણિ અને વીતરાગદશા પ્રાપ્ત કરવા પૂર્વક પારમાર્થિક સર્વજ્ઞ બન્યા નથી. છતાં તે કાળના પ્રસંગમાં આવા પ્રકારના અતીન્દ્રિય પદાર્થોને વિષે અતિશય વધુ જ્ઞાન ધરાવતા હતા. અને શિષ્યવર્ગના પરોપકાર માટે ધર્મદેશના આપતા હતા અને તેથી જ શિષ્યવર્ગમાં તથા શિષ્ટપુરુષોમાં જાણે સર્વજ્ઞ હોય શું? એમ સર્વજ્ઞ તરીકે ખ્યાતિ પામેલા છે. તેવા “ઔપચારિક સર્વજ્ઞ” આ કપિલ, બુદ્ધાદિ સમજવા. છદ્મસ્થ આત્માઓમાં પણ જ્યારે ઘણું વિશાળ જ્ઞાન હોય છે અને સર્વજ્ઞના જેવી ધર્મદેશના તથા પ્રશ્નોના ઉત્તરો આપે છે ત્યારે તે વ્યક્તિ લોકસમાજમાં આ સર્વજ્ઞ છે એવી પ્રસિદ્ધિ પામે છે.
જેમ જૈનસમાજમાં શ્રીભદ્રબાહુસ્વામીજી છદ્મસ્થ હોવા છતાં પણ “શ્રુતકેવલી”, કહેવાતા હતા. તથા પૂ. શ્રીહેમચંદ્રાચાર્યજી “કલિકાલ સર્વજ્ઞ” કહેવાતા હતા. તેમ આ મુનિઓ પણ વિશાળ જ્ઞાનવાળા હોવાથી તથા પોતાના અનુયાયી વર્ગમાં સર્વજ્ઞ તરીકે પ્રસિદ્ધ હોવાથી. તથા છપ્રસ્થમાં પણ આવો ઉપચાર થવાનું શકય હોવાથી ગ્રંથકારે તેઓને સર્વજ્ઞ કહ્યા છે. તેથી તે ઔપચારિક સર્વજ્ઞ સમજવા.
પ્રશ્નઃ- જો કપિલાદિ અને બુદ્ધાદિ દ્રવ્યોના અન્વય-વ્યતિરેક બન્ને સ્વરૂપને સમજનારા હોય અને પ્રયોજનના વશથી એક નયની દેશના આપી હોય તો આ જ ગ્રંથકાર શ્રીહરિભદ્રસૂરિજીએ, અનેકાન્તજયપતાકા અને ધર્મસંગ્રહણી જેવા ગ્રંથોમાં તથા કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યાદિ આચાર્યોએ પોતપોતાના રચિત ગ્રંથોમાં આ દર્શનોનું બહુ જોરદાર ખંડન કેમ કર્યું છે? વસ્તુનું બન્ને સ્વરૂપ સમજનારા જૈનાચાર્યો પણ પ્રયોજનવશથી જેમ એકનયની દેશના આપે છે. તેમ તેઓએ પણ જો આ રીતે પ્રયોજનવશથી એકનયની દેશના આપી હોય તો તેમાં તેઓએ કંઈ ખોટું કર્યું નથી તો ખંડન શા માટે કર્યું?
ઉત્તરઃ- આ ખંડન કપિલાદિ અને બુદ્ધાદિ મુનિઓનું નથી. પરંતુ મિથ્યાત્વ મોહાદિ કર્મજનિત દોષોને લીધે જે જીવો વસ્તુના નિત્યાંશને જ અથવા અનિત્યાંશને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org