________________
૪૧૪ યોગદષ્ટિ સમુચ્ચય
ગાથા : ૧૩૪ જ માનનારા હોય છે. તેવી એકાન્ત માન્યતાનું ખંડન છે. તથા તેઓની દેશના ભલે કદાચ સાપેક્ષપણે હોય છતાં તે દેશના સાંભળીને જે જીવોની પોતાની પણ તે બાજુની જ વધુ દૃઢ માન્યતા હોય તેવા જીવો પોતાની માનેલી એકાન્ત માન્યતામાં વધારે આગ્રહી બન્યા હોય. તેઓને એકાન્ત માન્યતામાં દોષો બતાવવાથી આ જીવો પણ સાપેક્ષવાદી બને તે માટે એકાન્ત નિત્યદૃષ્ટિ અથવા એકાન્ત અનિત્યદૃષ્ટિનું ખંડન છે. પરંતુ તે તે વ્યક્તિનું ખંડન નથી.
તથા સામાન્યથી જૈન ગ્રંથકારો સર્વે જીવોને સાપેક્ષવાદ સમજાવવાના આશયવાળા હોય છે. તેથી તેમાં એકાન્ત દૃષ્ટિઓનું ખંડન આવે જ. ત્યાં નિત્યદૃષ્ટિ ભલે પ્રયોજન વશથી કપિલાદિ મુનિઓએ સમજાવી હોય તો પણ તેવી એકાન્તદષ્ટિનું ખંડન ચાલતું હોય ત્યારે જાણે કપિલાદિ મુનિઓની માન્યતાનું ખંડન ચાલે છે એમ લાગે. અને તેઓની આ દૃષ્ટિ સવિશેષ હોવાથી કોઈ કોઈ સ્થાને તેઓના નામોનો પણ ઉલ્લેખ જોવામાં આવે છે. તેવી જ રીતે બુદ્ધાદિ મુનિઓએ ભલે પ્રયોજનવશથી અનિત્યદષ્ટિ સમજાવી હોય તો પણ તેવી એકાન્ત અનિત્યદષ્ટિનું ખંડન જ્યારે ચાલતું હોય ત્યારે જાણે બુદ્ધાદિ મુનિઓની માન્યતાનું ખંડન ચાલે છે એમ લાગે. તથા તે બુદ્ધાદિની આ દૃષ્ટિ સવિશેષ હોવાથી કોઈ કોઈ સ્થાને તેઓના નામોનો પણ ઉલ્લેખ ગ્રંથકારો કરે છે. પરંતુ વાસ્તવિકપણે આ બધું ખંડન આવી એકાન્તદષ્ટિઓનું છે. એમ જાણવું. સાપેક્ષભાવ હૃદયમાં રાખીને બોલતા કોઈપણ વક્તાનું આ ખંડન નથી. સમ્મતિ પ્રકરણમાં કહ્યું છે કે
जं काविलं दरिसणं, एवं दव्वट्ठियस्य वत्तव्वं । सुद्धोअणतणअस्स उ, परिसुद्धो पज्जवविअप्पो ॥ ३-४८॥ दोहिं वि णएहिं णीअं, सत्थमुलूएण तह वि मिच्छत्तं । जं सविसअप्पहाणतणेण अण्णोण्णणिरवेक्खा ॥ ३-४९॥ दव्वं खित्तं कालं भावं पज्जायदेससंजोगे ।
भेदं च पडुच्च समा भावाणं पण्णवणपजा ॥ ३-६०॥
અર્થ:- જે કપિલષિનું દર્શન છે. તે દ્રવ્યાર્થિકનયનું વક્તવ્ય છે અને જે શુદ્ધોદનતનયનું (બૌદ્ધનું) વક્તવ્ય છે તે પરિશુદ્ધ એવા પર્યાયાસ્તિક નયનું વક્તવ્ય છે. ૩-૪૮
ઉલૂકઋષિવડે (વૈશેષિક દર્શનકારવડે) જો કે બન્ને નયોથી શાસ્ત્ર રચાયું છે. તો પણ તે મિથ્યાત્વ છે. કારણકે પોતપોતાના વિષયની એકાન્ત પ્રધાનતા દ્વારા પરસ્પર બન્ને નયો નિરપેક્ષ છે. તે ૩-૪૯ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org