________________
૪૧૫
ગાથા : ૧૩૫
યોગદૃષ્ટિ સમુચ્ચય દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, પર્યાય, દેશ, સંયોગ અને ભેદને આશ્રયીને પદાર્થોની પ્રરૂપણા કરવાનો માર્ગ છે. તે ૩-૬૦ + ૧૩૪ / अतः किमित्याह સર્વજ્ઞો ભવ વ્યાધિ દૂર કરવામાં ઉત્તમ વૈદ્યતુલ્ય છે. તેથી શું? તે કહે છે.
यस्य येन प्रकारेण, बीजाधानादिसम्भवः ।
सानुबन्धो भवत्येते, तथा तस्य जगुस्ततः ॥ १३५॥ ગાથાર્થ = જે જીવને જેવા પ્રકારે બીજાધાનાદિ થાય. અને તે બીજાપાન વધુ સાનુબંધ બને તે રીતે તે જીવને આ મહાત્માઓ તેવી ધર્મદેશના આપે છે. તે ૧૩૫ |
ટકા -“ચ” ળિનો, “ચેર પ્રારેT” નિત્યશનાન્નિક્ષ, “નાથાનાલિસમવતથમવો વિમાન ” “સાનુજન્યો ભવતિ” તથાતથ - તરવૃત્યિા | “ક્ત” સર્વજ્ઞા:, “તા” તેને પ્ર,િ “તારા'' “નતવાદ,” “તતઃ” રૂતિ છે રૂડા
વિવેચન :- સર્વે પણ પારમાર્થિક સર્વજ્ઞ મહાત્માઓ કે ઔપચારિક સર્વજ્ઞ મહાત્માઓ સંસારી જીવોનો ભવરોગ દૂર કરવા માટે ભિષશ્વર છે. ઉત્તમ વૈદ્યતુલ્ય છે. તત: તે કારણથી જે જે જીવોને જે જે પ્રકારે જેવી દેશનાથી બીજાધાનાદિ થાય તથા તે બીજાધાનાદિ સાનુબંધ થાય તે તે પ્રકારે તેવી તેવી દેશના તે તે જીવોની સામે આ મહાત્માઓ આપે છે.
બીજાધાનાદિ- એટલે આ આત્મામાં ધર્મબીજની અર્થાત્ યોગબીજની વાવણી થવી. તે પૂર્વે આ જ ગ્રંથમાં ગાથા-૨૩માં જિનેશ્વર પરમાત્મા પ્રત્યે કુશલ ચિત્ત આદિ કહ્યાં છે. તથા ગાથા-૨૭માં તેવા પ્રકારનો “ભવોઢેગ” વગેરે કહેલ છે. તે યોગબીજની વાવણી થાય તેવી દેશના આપે છે. અહીં કહેલા ત્રિ શબ્દથી સમ્યક્ત, દેશયાગ અને સર્વત્યાગ વગેરે સમજવા. એટલે આદિ ધાર્મિક જીવમાં યોગબીજોની વાવણી તથા કંઈક યોગબીજ પામેલા જીવોમાં દેશયાગ અને સર્વત્યાગની ભાવના જે રીતે આવે તે રીતે દેશના આપે છે.
- સાનુબંધ- આ યોગબીજની વાવણી રૂપ બીજાધાનાદિ દિન પ્રતિદિન તેવા તેવા પ્રકારના ઉત્તરોત્તર ગુણોની વૃદ્ધિ દ્વારા ગાઢ બને તેવી દેશના આપે છે. સાનુબંધ એટલે તેવા તેવા પ્રકારે ઉત્તરોત્તર ગુણો વૃદ્ધિ વડે ગાઢ બને. સંસ્કારિત બને. જેની પરંપરા ચાલે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org