________________
ગાથા : ૧૬૧ યોગદૃષ્ટિ સમુચ્ચય
૪૭૧ (૧૮) ગૌરિયો: સર્વ સ્થાને ઉચિત આચરણ આચરવામાં જ વર્તે છે. (૧૯) સમતા ૪ ગુર્થી અતિશય મોટો એવો સમતાગુણ હોય છે. (૨૦) વૈરાતિના =વૈર, વૈમનસ્ય, ક્રોધ, અહંકાર, કપટી સ્વભાવ આદિ દોષોનો નાશ થાય છે. (૨૧) ત્રઢતા ૨ થી સાચી વિવેકયુક્ત બુદ્ધિ પ્રગટ થાય છે.
| નિષ્પન્નયોગવાળા યોગી મહાત્માનાં આ સર્વે ચિહ્નો છે. અન્ય દર્શનકારના યોગાચાર્યોએ જે આ ૨૧ ગુણો કહ્યા છે. તે ગુણો રૂદાપિ આ પાંચમી દૃષ્ટિમાં પણ તદ્ રિય્ પુનાત=સ્વાભાવિકપણે જ આ ગુણ સમૂહ હોય છે. એટલે કે ગત
મારગ વિયઆ પાંચમી દૃષ્ટિમાં સ્વાભાવિકપણે આ ગુણો પ્રગટેલા હોય છે. આ દૃષ્ટિથી જ આ ગુણો વાસ્તવિક રૂપે પ્રગટે છે. અને હવે પછીની શેષ દૃષ્ટિઓમાં તો આ ગુણો અધિક અધિક વિકસે છે. ૧૬૧//
Fસ્થિરા દેષ્ટિનો સાર
સ્થિરા દૃષ્ટિમાં આવેલો આત્મા પ્રન્થિભેદ કરી સમ્યકત્વ પામેલો હોય છે. તેથી વેદ્યસંવેદ્યપદની પ્રાપ્તિ થાય છે. અસાર વસ્તુને અસાર અને સાર વસ્તુને સાર રૂપે સમજે છે. ક્ષાયોપથમિક સમ્યકત્વમાં સમ્યકત્વ મોહનીયનો ઉદય હોવાથી સાતિચાર (પ્રતિપાતી-અનિત્ય) એવો બોધ અને ક્ષાયિક-પથમિક સમ્યકત્વમાં સમ્યકત્વમોહનીયનો ઉદય ન હોવાથી નિરતિચાર (અપ્રતિપાતી-નિત્ય) એવો બાધ હોય છે. ઇન્દ્રિયોને વિષય વિકારોમાંથી જીતીને આત્માના સ્વરૂપની રમણતામાં જાડનારું “પ્રત્યાહાર” નામનું
યોગાંગ” હોય છે. કરાતા અનુષ્ઠાનોમાં સમ્યકત્વ પૂર્વક પ્રવૃત્તિ હોવાથી ભ્રમ (અહીંતહીં ભટકવાપણાના) દોષનો ત્યાગ હોય છે. તથા વસંવેદ્યપદ પ્રાપ્તિના પ્રભાવે સૂક્ષ્મબોધ” નામના ગુણની પ્રાપ્તિ થાય છે.
આ દૃષ્ટિ ચોથા ગુણસ્થાનકથી શરૂ થાય છે. આ દૃષ્ટિમાં આવેલા જીવો અજ્ઞાન અને મોહરૂપી ગ્રન્થિનો ભેદ થયેલ હોવાથી તથા સમ્યકત્વ અને વેદ્યસંવેદ્યપદ પ્રાપ્ત થયેલ હોવાથી સંસારી ઘરનાં જે સર્વે કાર્યો (પાંચ ઇન્દ્રિયોનાં વિષયસુખો, અર્થોપાર્જન, પરિવારાદિની પ્રાપ્તિ, માન-પ્રતિષ્ઠા અને સાંસારિક યશ આદિની પ્રાપ્તિ) તે બાળકોને રમવા માટેનાં ધૂળમાં કરાયેલાં ગૃહ (ઘર) સમાન અસાર, તુચ્છ અને નાશવંત લાગે છે. તેથી તેમાં આસક્તિ થતી નથી. તથા ઝાંઝવાનું જળ, આકાશમાં થતાં વાદળોનાં નગરો અને સ્વપ્નો જેમ ભ્રમસ્વરૂપ છે. તેમ પૌગલિક બધા જ બાહ્યભાવોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org