________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૮૯
૩૨૨
કરવો જોઇએ. કોઇપણ અન્ય જીવને ઉપઘાત=અપકાર પીડા- નુકશાન-દુઃખ ન થાય તે રીતે કરવો જોઇએ, એક જીવને દુ:ખ આપીને અથવા તેનો નાશ કરીને બીજાનો પરોપકાર કરવો તેવો પરોપકાર અહીં ન સમજવો. પરંતુ જે પરોપકાર કરવામાં અન્ય કોઇ બીજા જીવોનો ઉપઘાત (અપકાર) ન થાય, કોઇને પણ દુ:ખ ન થાય, કોઇને પણ સંતાપનું=પીડાનું કારણ ન બને એવો પરોપકાર તે પરિશુદ્ધ પરોપકાર કહેવાય છે. તેવો પરોપકાર સદા કરવો.
આવા પ્રકારનો પરોપકાર કરવાનો યોગી મહાત્માઓએ અભિનિવેશ રાખવો.
કારણ કે આ પરોપકાર જ શ્રુતાદિ ત્રણ ગુણોની પ્રાપ્તિનું કારણ છે અને શ્રુતાદિ ત્રણ ગુણો તે મુક્તિનું કારણ છે. માટે રાત-દિવસ પરકલ્યાણની લગની રાખવી. તે પરોપકાર તન-મન-ધન અને વચનથી કરવા સદા સજાગ બનવું. પોતાના તનને (શરીરને) યથાશક્તિ પરની સેવા-વૈયાવચ્ચ-ભક્તિ આદિ કરવામાં પરાયણ રાખવું. માંદાની માવજત કરવી. દુઃખી જીવોની દુઃખનિવારક સેવા કરવી. વડીલો અને ઉપકારીઓની બહુમાનપૂર્વક વૈયાવચ્ચ કરવી. તથા મનને સદા પરના હિત-ચિંતનમાં વ્યાવૃત રાખવું. રાત-દિવસ બીજાના કલ્યાણ-સુખના વિચારો કરવા. જેથી વિચાર કરવાથી તેનું કલ્યાણ કરવાનો નિર્દોષ માર્ગ હાથ લાગે. વિચાર વિના પ્રવૃત્તિ કરતાં ઉ૫૨થી હિતકારક દેખાતો માર્ગ કદાચ અહિતકારક પણ નીવડે. તેથી ઉપયોગપૂર્વક શુદ્ધ બુદ્ધિથી સદા પરના હિતનો દ્રવ્ય-ક્ષેત્ર-કાલાદિ યોગે વિચાર કરવો. તથા દીનદુઃખી-અનાથ-અને અપંગ આદિ જીવોના કલ્યાણમાં પોતાના ધનનો ઉપયોગ કરવો. તેઓના દુઃખદલનમાં કામ લાગે તે રીતે ધનનો વપરાશ કરવો. જનકલ્યાણ-સામાન્ય સર્વ પ્રજાનું હિત થાય, કલ્યાણ થાય, તેવા કામોમાં યથાશક્તિ ધનનો ફાળો આપવો. સદા ઉદાર ચિરતવાળા બનવું. તથા પરનું ભલું થાય, હિત થાય, પર જીવ સન્માર્ગે આવે તેવાં પ્રિય, પથ્ય, તથ્ય અને પરિમિત વચનો બોલવાં, કોઇપણ પ૨ જીવનું અલ્પ પણ મન દુ:ખાય તેવાં વ્યંગવચનો, મેણાં-ટોણાં-કટાક્ષ વચનો ન બોલવાં. પોતાની મન-વચન-કાયા અને ધનની સંપત્તિ યથાશક્તિ પરોપકાર માટે ખર્ચવી. કહ્યું છે કે" परोपकाराय सतां विभूतयः "
આ પ્રમાણે મુક્તિનું કારણ શ્રુતાદિ છે. અને શ્રુતાદિનું કારણ પરોપકાર છે. અત: અત્ર આ કારણથી આ પરોપકાર કરવામાં પણ મુમુક્ષુ યોગી મહાપુરુષોએ અવશ્ય અભિનિવેશ-આગ્રહ રાખવો તે જ સ્વ-કલ્યાણનું કારણ છે. || ૮૯ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org