SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૬ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૧૦૩-૧૦૪ શિવ શંકર જગદીશ્વરૂ, ચિદાનંદ ભગવાન લલના, જિન અરિહા તીર્થકરુ, જ્યોતિ સ્વરૂપ અસમાન લલના. ૩ અલખ નિરંજન વચ્છલ, સક્લ જંતુ વિશરામ લલના, અભયદાન દાતા સદા, પૂરણ આતમરામ લલના. ૪ વિતરાગ મદ કલ્પના, રતિ-અરતિ ભય શોક, લલના, નિદ્રા-તન્દ્રા દુરદશા, રહિત અબાધિત યોગ લલના. ૫ પરમ પુરુષ, પરમાત્મા, પરમેશ્વર પરધાન લલના, પરમ પદારથ પરમેષ્ઠી, પરમદેવ પરમાન લલના. ૬ વિધિ વિરંચિ વિશ્વભરુ, હૃષિકેશ જગનાથ લલના, અઘહર અઘમોચન ધણી, મુક્તિ પરમપદ સાથ લલના. ૭ એમ અનેક અભિધા ધરે, અનુભવ ગમ્ય વિચાર લલના, જે જાણે તેને કરે, આનંદઘન અવતાર લલના. ૮ (શ્રી આનંદઘનજી મ. કૃત શ્રી સુપાર્શ્વનાથનું સ્તવન) આ પ્રમાણે જે પારમાર્થિક યથાર્થ સર્વજ્ઞ છે તે અનેક વ્યક્તિ હોય તો પણ અને અનેક નામધારી હોય તો પણ “સર્વજ્ઞપણા વડે” એક જ છે. (એક રૂપ જ છે.) ll૧૦૩ પ્રશ્ન :- જે જિનેશ્વર તીર્થંકર ભગવાન્ ઋષભદેવાદિ છે તે તો સાચેસાચ સર્વજ્ઞ જ છે તેથી તેમની સેવા કરનારા તો સર્વજ્ઞના ઉપાસક કહેવાય, તથા તે ઋષભદેવાદિમાં શિવ-શંકરાદિ ઇતરશબ્દોના અર્થો સંભવતા હોવાથી ઋષભદેવાદિના ઉપાસક જે હોય તે ઇતરશબ્દો વડે પણ સર્વજ્ઞની ઉપાસના કરી શકે છે. પરંતુ બ્રહ્મા-વિષ્ણુ-મહેશ-શંકર આદિ તન્ત્રાન્તરીયના જે જે નાયકો છે કે જે પારમાર્થિક રીતે વીતરાગ અને સર્વજ્ઞ નથી, તેવા અન્યદર્શનના નાયકોને “સર્વજ્ઞ” માનીને સેવા-ભક્તિ કરનારને સર્વજ્ઞના ઉપાસક કહેવાય કે નહી? અને જો કહેવાય તો કેવી રીતે કહેવાય? તે જણાવે છે. प्रतिपत्तिस्ततस्तस्य, सामान्येनैव यावतां । ते सर्वेऽपि तमापना इति न्यायगतिः परा ॥ १०४॥ ગાથાર્થ = તેથી તે સર્વજ્ઞની પ્રતિપત્તિ (સ્વીકૃતિ) “સામાન્યપણે જ” જેટલાઓને થઈ છે તે સર્વે પણ ઉપાસકો તે સર્વજ્ઞને આશ્રિત થયેલા કહેવાય છે. આવી શ્રેષ્ઠ ન્યાયપદ્ધતિ છે. || ૧૦૪ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001092
Book TitleYogadrushti Samucchay
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2000
Total Pages630
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy