________________
યોગદષ્ટિ સમુચ્ચય
ગાથા : ૮
(૧) શાસ્ત્ર સાંભળતાં જ તેના શ્રવણકાળે જ તે તે ગુણોનો સાક્ષાત્કાર (સાક્ષાત્ અનુભવ) થવો જોઈએ. જેમ સાકર ચાખીએ તે વખતે જેવી મધુર લાગે તેવી મધુરતા સાકરના વર્ણનના શ્રવણકાલે લાગવી જોઇએ. તેમ અહીં પણ ગુણોના વર્ણનના શ્રવણકાલે જ ગુણોનો અનુભવ થવો જોઈએ.
(૨) અને જો એમ થાય તો સાકરનું વર્ણન સાંભળવા માત્રથી જ તૃપ્તિ થવી જોઈએ. તેના આસ્વાદની આવશ્યક્તા જ ન રહેવી જોઈએ. તેમ શાસ્ત્રશ્રવણકાલે જ રત્નત્રયીનો સાક્ષાત્ અનુભવ થાય છે એમ જો માનીએ તો તે કાળે જ (અર્થાત્ શ્રવણકાલે જ) સાક્ષાત્કારિપણાના યોગથી (એટલે કે રત્નત્રયીનો આત્મ અનુભવ થવા રૂપ સાક્ષાત્કારિપણું થવાના કારણથી) જ તે જ કાળે તે શ્રોતાને સર્વજ્ઞપણાની સિદ્ધિ થશે. શાસ્ત્રોના અર્થોનું શ્રવણ કરનારા તે તે શ્રોતાયોગીને ત્યાં (શાસ્ત્ર સાંભળતાં) જ સર્વશપણાની પ્રાપ્તિ થશે. કારણકે પ્રસ્તુત જે મુક્તિપદ, તેના હેતુભૂત જે રત્નત્રયી, તેના સર્વભેદો સર્વપ્રકારે આ શ્રોતાયોગીવડે તે જ કાલે (શ્રવણ કાલે જ) સાક્ષાત્કાર કરાયા છે. માટે સર્વજ્ઞપણાની પ્રાપ્તિ થવાની આપત્તિ આવશે.
(૩) તતશ્ચ= તેમ થવાથી રત્નત્રયીનું વર્ણન શાસ્ત્રો દ્વારા સાંભળવાના કાળે જ સર્વજ્ઞત્વની પ્રાપ્તિ થવાથી ત્યારે જ (અર્થાત્ તે જ ભવમાં તુરત જ) મુક્તિપદની પ્રાપ્તિ પણ થઇ જ જશે. કારણકે રત્નત્રયીના ભેદોનું વર્ણન સાંભળતાં જેમ તે સાક્ષાત્કાર (અનુભવાત્મક) બને છે. તે જ રીતે શાસ્ત્રોથી જ્યારે અયોગિ કેવલીગુણસ્થાનકનું વર્ણન સંભળાતું હોય ત્યારે તે ગુણસ્થાનકનો પણ સાક્ષાત્ અનુભવ થઈ જવાનો પ્રસંગ પણ આવે જ, એટલે કે ગુણસ્થાનકના વર્ણન પ્રસંગે જ અયોગીકેવલી બનવાનો પણ પ્રસંગ આવશે, અને તેથી ત્યાં જ શીધ્ર મુક્તિ પ્રાપ્ત થવાનો પણ પ્રસંગ આવશે. આવી આપત્તિ આવશે.
પરંતુ આમ બનતું નથી. જ્યારે જે વસ્તુનું વર્ણન શાસ્ત્રથી સંભળાતું હોય છે ત્યારે તેનું જ્ઞાન માત્ર (શ્રુતજ્ઞાન માત્ર) જ થાય છે. અનુભવ થતો નથી. આ કારણથી જ્ઞાન મેળવ્યા પછી અનુભવ કરવો પડે છે. એ જ રીતે શાસ્ત્રયોગથી મુક્તિપદની પ્રાપ્તિનાં કારણોનું જ્ઞાન માત્ર જ થાય છે. અનુભવ થતો નથી. જ્ઞાન મેળવ્યા પછી અનુભવ કરવો પડે છે. તેથી જે અનુભવ કરવો એ જ સામર્થ્યયોગ છે. આ રીતે સામર્મયોગનું સમર્થન (સિદ્ધિ) કર્યું.
સારાંશ કે જેમ ડૉકટરને બધી દવાઓનું જ્ઞાન છે, પરંતુ સ્વાનુભવ નથી. સ્વાનુભવ તો ત્યારે જ થાય છે કે જ્યારે પોતે દવા લે છે. તેમ અહીં શાસ્ત્રશ્રવણકાલે વિષયનું શાસ્ત્રીય જ્ઞાન (શ્રુતજ્ઞાન) થાય છે. પરંતુ સ્વાનુભવ થતો નથી. સ્વાનુભવ તો જ્ઞાન પછી કરવો પડે છે. જો જ્ઞાનકાલે જ સ્વાનુભવ માનીએ તો તેરમા-ચૌદમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org