________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
ગાથા : ૪૫
શૂન્ય બનાવનાર છે. માટે નિશ્ચયથી) એ બધી ઉપાધિ કહેવાય છે. અહી એવો તીવ્ર પુણ્યોદય પ્રવર્તે છે કે આવા ક્ષુદ્ર ઉપદ્રવો ઘણું કરીને તો આવતા જ નથી, કદાચ પૂર્વબદ્ધ તીવ્રનિકાચિત કર્મોદયથી ઉપદ્રવો આવે તો પણ જ્યાં ભવસમુદ્રનો પાર પામવાની પૂર્ણ તૈયારી થઇ રહી છે ત્યાં આવા ઉપદ્રવોની ગણના શું! યોગનો પ્રભાવ જ અચિત્ત્વ છે, માટે પ્રાયઃ ઉપદ્રવ આવતા જ નથી એમ સમજવું. છતાં તીવ્રકર્મોદયથી આવે છે તો તે મહાપુણ્યોદયની સામે તુચ્છ બની જાય છે. અર્થાત્ અહિતકારી બનતા નથી. તથા “શિષ્ટસમ્મતતા” પ્રાપ્ત થાય છે. જે શિષ્ટપુરુષો છે. સંસ્કારી પુરુષો છે. જેનામાં આત્મધર્મ ફાલ્યો ફૂલ્યો છે. એવા સર્વ શિષ્ટપુરુષોને તે જીવ સમ્મત (એટલે સન્માનનીય) બને છે. તેના ઉપર સર્વ શિષ્ટપુરુષોની સદા પ્રસન્નતા વરસે છે. અત: વ=આવા પ્રકારની ઉચ્ચકોટિની શિષ્ટ સમ્મતતા હોવાથી જ અસ્ય પ્રતિમુન્દ્રા: વહુમાનઃ=આ જીવનું અતિશય બહુમાન શિષ્ટો પુરુષોની વચ્ચે હોય છે. ૪૪॥
૧૮૮
તથા—વળી આ મુમુક્ષુને બીજા પણ લાભો થાય છે. તે કહે છે
भयं नातीव भवजं, कृत्यहानिर्न चोचिते । तथाऽनाभोगतोऽप्युच्चैर्न चाप्यनुचितक्रिया ॥ ४५ ॥
ગાથાર્થ = આ દૃષ્ટિવાળા પુરુષને સંસારજન્ય ભય અત્યંત હોતો નથી, ઉચિત કાર્યમાં કૃત્યહાનિ સંભવતી નથી, તથા અનાભોગપણે પણ અનુચિતક્રિયા સર્વથા હોતી નથી. ॥ ૪૫॥
ટીકા-‘‘મયં નાતીવ ભવનં’’તથાશુભાઽપ્રવૃત્ત:, ‘‘ઋત્યહાનિનું ઘોષિતે’’સર્વस्मिन्नेव धर्मादरात्, तथाऽनाभोगतोऽप्युच्चैरत्यर्थं, न चाप्यनुचितक्रिया सर्वत्रैव ॥४५ ॥
વિવેચન :- આ તારા દૃષ્ટિમાં આવેલા મુમુક્ષુ આત્માને ભવજન્ય (સંસારસંબંધી) ભય અતિશય થતો નથી. કારણ કે તે જીવો અશુભ કાર્યમાં પ્રવૃત્તિ કરતા નથી, જે અશુભકામમાં પ્રવૃત્તિ કરે, ખોટાં કામ કરે, છૂપાં પાપો કરે તેને ભય અવશ્ય હોય છે. પરંતુ આ જીવ તેવાં ખોટાં કામો કરતો નથી, પ્રભુની ભક્તિ, ગુરુની સેવા-વૈયાવચ્ચ જેવાં ઉત્તમ કામોમાં જ પ્રવૃત્તિ કરે છે. ભગવાનનું ચરણ-શરણ ગ્રહણ કર્યું છે. એટલે ભવભય ટળ્યો છે. હે પ્રભુ! તમારા આલંબનથી હું ભવસાગર તરવાનો છું. મેં તમને સ્વામી કર્યા છે. માટે મારે કોઇનો પણ ભય નથી, મારી બધી જ પ્રવૃત્તિ શુભમાં છે. અશુભથી તદન નિવૃત્તિ છે. પછી મને ભય શાનો ? એમ આ જીવને સહજપણે જ નિર્ભયતા આવે છે. જેને બળવાન પુરુષનો સાથ હોય તેને ભય કેમ હોય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org