________________
ગાથા : ૪૪ યોગદૃષ્ટિ સમુચ્ચય
૧૮૭ ત્યારે ત્યારે લાભાન્તર (કો નામ: તિ નામાન્તર) બીજા અન્ય સાંસારિક લાભો રૂપી ફળની પ્રાપ્તિ પણ અવશ્ય થાય જ છે. કાયાદિનો શુભયોગ શ્રેષ્ઠ પુણ્યબંધ કરાવનાર છે. અને તેનો વિપાકોદય ઈન્દ્ર-ચક્રવર્તી-રાજરાજેશ્વરતા ઇત્યાદિ સ્વરૂપ સાંસારિક લાભોને પણ આપનાર છે. જેમ ધાન્યની વાવણીમાં ધાન્યફળની પ્રાપ્તિ પૂર્વે સાંઠા રૂપ ફળ તો હોય જ છે. કોઈ પણ વૃક્ષો ઉપર ફળ પ્રાપ્તિ થતાં પૂર્વે ફૂલ પ્રાપ્તિ તો થાય જ છે. તેમ કર્મનિર્જરા અને મુક્તિ સ્વરૂપ આધ્યાત્મિક ફળની પ્રાપ્તિ થતાં પૂર્વે ઈન્દ્ર-ચક્રવર્તી અર્થાત્ સુરપતિ-નરપતિની પદવી સ્વરૂપ આનુષંગિક ફળ પણ અવશ્ય મળે જ છે. આ કારણથી જ સંત-યોગી પુરુષ પ્રત્યેની હાર્દિક ભક્તિ-બહુમાન પૂર્વક અને શ્રદ્ધાથી યુક્ત એવો આ સેવા ધર્મ અહીં જાણવો. શ્રદ્ધા વિનાના અને કેવળ માનપાનની ભૂખવાળા જીવો વડે કરાયેલા વિનયોપચારની શું કિંમત! તે આત્મહિત કરાવનાર નથી. માટે અહીં શ્રદ્ધાયુક્ત સેવાધર્મનો પ્રક્રમ (પ્રસંગ) સમજવો. યોગી મહાત્માઓની સેવા કરવાથી લોકોત્તર ફળ તો પ્રાપ્ત થાય જ છે પરંતુ આનુષંગિક લૌકિક ફળ પણ અવશ્ય મળે છે કારણ કે સેવાધર્મ કરવાની તે ક્રિયા મન-વચન-કાયાના શુભયોગ રૂપ હોવાથી પુણ્યબંધનું જ કારણ બને છે અને શુદ્ધ-ઉપયોગદશાથી નિર્જરા થાય છે. શાસ્ત્રમાં આ “યોગ” ને સાક્ષાત્ કલ્પવૃક્ષ, ચિંતામણિરત્ન સમાન, સર્વધર્મોમાં પ્રધાન, અને મુક્તિને સ્વયં આકર્ષનાર કહ્યો છે.
યો: વન્યતઃ શ્રેષ્ઠ:, યોગશ્ચિત્તામણિઃ પરઃ | યોગ: પ્રથાને ઘuri, યોગ: સિદ્ધ સ્વયંપ્રદ રૂ૭ યોગવિખ્યું છે,
(પૂ. સૂરિપુરા શ્રી મિકસૂરિ) આ સેવાધર્મ મુમુક્ષુ આત્માનો હિતોદય કરનાર છે. સેવાધર્મના વારંવાર આસેવનથી આત્મપરિણામની નિર્મળતા થવાથી દિન-પ્રતિદિન મોહનીયકર્મ રૂપ ભાવમલ મંદ અને મંદ થતો જ જાય છે. તે મોહ જ આત્માના હિતનો બાધક હતો, તેની મંદતા થતાં આત્મહિત-આત્મકલ્યાણ વૃદ્ધિ પામતું જ જાય છે. આત્મહિત એવું જામી જાય છે કે તેનો ગાઢ અનુબંધ થઈ જાય છે. એટલે જેમ સૂર્ય ઉદય થયા પછી વધારેને વધારે ઝળહળતો જાય છે. ચંદ્રની કળા બીજથી પુનમ સુધીમાં ખીલતી જ જાય છે તેમ આ જ ભવમાં દિન-પ્રતિદિન આ યોગપ્રાપ્તિરૂપ હિતની વૃદ્ધિ જ થાય છે અને તે એવી ગાઢ બની જાય છે. કે ભવાન્તરમાં પણ અધિક અધિક યોગદશા જ અપાવે છે. આ પ્રમાણે આ સેવાધર્મ આત્માના હિતોદયને કરનારો છે તથા વિશિષ્ટ પુણ્યોદયના કારણથી જ ક્ષુદ્ર ઉપદ્રવોની આ જીવને હાનિ થાય છે. આધિ-વ્યાધિ અને ઉપાધિ શુદ્ર ઉપદ્રવો કહેવાય છે. માનસિક ચિંતા એ આધિ, શારીરિક રોગો એ વ્યાધિ, અને બહારની સાંસારિક પ્રતિકૂળતાઓ (અને અપેક્ષા વિશેષ અનુકૂળતાઓ પણ રામાન્ય કરનાર હોવાથી વિવેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org