________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
૩૩૧
ગાથા : ૯૨
કહે છે તેનાથી વિપરીતપણે) જલ્પિતઃ સન્નિત્તિ-કલ્પાયો છતો તે સ્વભાવ તેમજ છે એમ છદ્મસ્થવડે ૫૨માર્થથી ન્યાયયુક્ત રીતિથી જાણી શકાતું નથી કહેવાનો આશય એ છે કે કુતર્કો એ વસ્તુતત્ત્વ સિદ્ધ થવા દેતા જ નથી, તેથી તેની સામે “સ્વભાવ” ઉત્તર આપી પ્રતિવાદીને શાન્ત કરવામાં આવે છે પરંતુ વાદી વડે કહેવાયેલો તે સ્વભાવ છદ્મસ્થથી જાણી શકાતો નથી. આ દ્રવ્ય આવા જ સ્વભાવવાળું છે એમ નિર્ણયાત્મકભાવે કહી શકાતું નથી. જો સાચું જ હોત અને જાણી જ શકાતું હોત તો પ્રતિવાદીવડે તે દ્રવ્યમાં તે જ સ્વભાવ અન્યથા પણ કલ્પાય છે. અને તે સિદ્ધ કરાય છે. તે સિદ્ધ ન થઇ શકવું જોઇએ. પરંતુ તેનાથી વિપરીત સ્વભાવ પ્રતિવાદી સિદ્ધ કરે છે એટલે સ્વભાવ ઉત્તર પણ બધે કામ આવતો નથી તેનાથી અતત્ત્વપણ સિદ્ધ થઇ જાય છે. તે ઉદાહરણથી સમજાવે છે.
तथाहि - अथ वस्तुस्वभावैरुत्तरं वाच्यमिति सर्वत्रैव तथा तत्तत्सिद्धौ वक्तुं पार्यते । कथम्, येन तदर्थकरणस्वभावस्तेन तां करोति, न पुनः क्षणिकतया, तस्याः सर्वभावेष्वेवाभ्युपगमात्, यतः कुतश्चित्तदर्थक्रियाभावप्रसङ्गात्, तन्निबन्धनाविशेषात् इति । एवमग्निः क्लेदयत्यप्सन्निधौ, तथाऽऽपो दहन्त्यग्निसन्निधौ तथास्वभावत्वादेव ।
स्वभाववैचित्र्यान्नात्रापि लोकबाधामन्तरेणापरो वा स्वभावो दृष्टान्तमात्रस्य सर्वत्र सुलभत्वात् । तदेवमसमञ्जसकारी कुतर्क इत्यैदम्पर्यम् ॥ ९२॥
ન્યાય, વૈશેષિક અને સાંખ્ય દર્શનકારો સર્વે પદાર્થોને સામાન્યથી નિત્ય માને છે. નિત્ય હોય તો દીર્ઘકાળ રહે અને દીર્ઘકાળ રહે તો અર્થક્રિયા થઇ શકે. જેમ કે માટીમાંથી ઘટ, તન્તુમાંથી પટ અને બીજમાંથી અંકુરાદિ થવા રૂપ અર્થક્રિયા તો થઇ શકે છે કે જો માટી, તન્તુ અને બીજ દીર્ઘકાળસ્થાયી (નિત્ય) હોય તો.
તેની સામે ક્ષણિકવાદી બૌદ્ધ એમ કહે છે. જો વસ્તુ નિત્ય જ હોય તો જે નિત્ય હોય તે અપરાવર્તનીય (સદા એક સ્વભાવવાળી) જ હોય છે. નિત્ય હોવાથી તેનું રૂપાન્તર થાય જ નહીં. તેથી માટી એ માટી જ રહેશે, ઘટ બનશે જ નહીં. તન્તુ એ તન્તુ જ રહેશે, પટ બનશે જ નહીં. એમ બીજ પણ બીજ જ રહેશે, અંકુરા કરશે જ નહીં. માટે સર્વે વસ્તુઓ નિત્ય નથી પરંતુ ક્ષણિક છે. અને જો ક્ષણિક હોય તો જ તેમાં અર્થક્રિયા સંભવે છે. નિત્યતા એ અર્થક્રિયાની બાધક છે. કારણ કે નિત્ય પદાર્થ સદા એક રૂપવાળો જ હોવાથી તેમાં કાર્ય થવા રૂપે પરિવર્તન થતું જ નથી. એટલે ક્ષણિકતા એ અર્થક્રિયાની સાધક છે. અર્થાત્ સર્વે વસ્તુઓ ક્ષણિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org